Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 4:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ચમત્કારો મેં તારા હાથમાં મૂકયા છે તે સર્વ ફારુનની સમક્ષ કરી બતાવ. પરંતુ હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, ને તે લોકોને જવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુએ મોશેને કહ્યું, “તું ઈજિપ્ત પાછો જાય ત્યારે મેં તને જે જે ચમત્કારો કરવાની શક્તિ આપી છે તે બધા ચમત્કારો ફેરો આગળ કરી બતાવજે. તો પણ હું ફેરોનું હૃદય હઠીલું બનાવીશ; જેથી તે લોકોને જવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 રસ્તામાં યહોવાહે મૂસાને કહ્યું, “મિસરમાં પહોંચ્યા પછી મેં જે ચમત્કારો તને નિશાની તરીકે બતાવ્યા છે તે તું ફારુન સમક્ષ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 જે સમયે મૂસા મિસર પાછો જઈ રહ્યો હતો, તે વખતે દેવે તેને કહ્યું, “જ્યારે તું ફારુન સાથે વાત કરે ત્યારે મેં તને જે જે ચમત્કાર બતાવવાની શક્તિ આપી છે તે બધા ફારુન આગળ કરી બતાવજે. પણ હું તેને હઠાગ્રહી બનાવી દઈશ એટલે તે તારા લોકોને જવા દેશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 4:21
34 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “મારો આત્મા માણસની સાથે સદા વાદ નહિ કરશે, કેમ કે તે માંસનું છે; તો પણ તેઓના દિવસો એક સો વીસ વર્ષ થશે.”


યહોવાએ એને પૂછ્યું, ‘શાથી?’ એણે કહ્યું, “હું અહીંથી જઈને તેના સર્વ પ્રબોધકોના મુખમાં પેસીને જૂઠું બોલનાર આત્મા થઈશ.’ અને તેણે કહ્યું, ’તું તેને ફોસલાવી શકશે, ને વળી ફતેહ પણ પામશે; ચાલ્યો જા, ને એમ કર.’


તેમણે પોતાના લોકો પર દ્વેષ રાખવાને તથા પોતાના સેવકોની સાથે કપટથી વર્તવાને તેઓની બુદ્ધિ ફેરવી નાખી.


તેમણે કેવી રીતે મિસરમાં પોતાનાં ચિહ્ન તથા સોઆનના ક્ષેત્રમાં પોતાના ચમત્કાર કર્યા;


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું ફારુનની હજૂરમાં જા; કેમ કે મેં તેનું હ્રદય તથા તેના સેવકોનાં હ્રદય હઠીલાં કર્યાં છે, એ માટે કે હું મારાં ચિહ્નો તેઓની મધ્યે બતાવું,


પણ યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેઓને જવા દીધા નહિ.


અને મૂસા તથા હારુને એ સર્વ ચમત્કાર ફારુનની આગળ કર્યા; અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, ને તેણે તેના દેશમાંથી ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ મૂસાને કહ્યું, “ફારુન તમારું સાંભળશે નહિ. એ માટે કે મારા ચમત્કારો મિસર દેશમાં વત્તા થાય.”


અને જો, હું તો મિસરીઓનું હ્રદય હઠીલું કરીશ, ને તેઓ તેમની પાછળ ધસશે; અને હું ફારુન તથા તેનાં સર્વ સૈન્ય તથા તેના રથો તથા તેના સવારો પર મહિમા પામીશ.


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


અને યહોવાએ મિસરના રાજા ફારુનનું હૈયું હઠીલું કર્યું, ને તે ઇઝરાયલીઓની પાછળ પડયો; કેમ કે ઇઝરયલી લોકો નીડરપણે નીકળ્યઅ હતા.


અને હું જાણું છું કે મિસરનો રાજા તમને જવા દે. હા, માત્ર બળવાન હાથથી તમને [જવા દેશે].


અને મારો હાથ લાંબો કરીશ તે બધા વડે હું મિસરને મારીશ; અને ત્યાર પછી તે તમને જવા દેશે.


અને યહોવાના કહેવા પ્રમાણે ફારુનનું હ્રદય હઠીલું થયું, ને તેણે તેમનું માન્યું નહિ.


અને હું ફારુનનુમ હ્રદય હઠીલું કરીને મારાં ચિહ્ન તથા ચમત્કારો મિસર દેશમાં વધારીશ.


અને દેડકાં તમારી પાસેથી તથા તમારાં ઘરોમાંથી તથા તમારા સેવકો પાસેથી તથા તમારી પ્રજા પાસેથી દૂર થઈને નદીમાં જ રહેશે.”


પણ ફારુને જોયું કે છૂટકો મળ્યો છે, ત્યારે યહોવાના કહ્યા પ્રમાણે ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને તેઓનું માન્યું નહિ.


અને આ વખતે પણ ફારુને પોતાનું હ્રદય હઠીલું કરીને લોકોને જવા દીધા નહિ.


અને યહોવાએ ફારુનનું હ્રદય હઠીલું કર્યું, અને યહોવાએ મૂસાને કહ્યું હતું તેમ તેણે તેઓનું માન્યું નહિ.


અને ફારુનનું હ્રદય હઠીલું થયું, અને જેમ યહોવાએ મૂસાની મારફતે કહ્યું હતું, તેમ ફારુને ઇઝરાયલી લોકોને જવા દીધા નહિ.


આ લોકનાં મન જડ કર, ને તેમના કાન ભારે કર, ને તેમની આંખો મીંચાવ. રખેને તેઓ આંખોથી જુએ, કાનથી સાંભળે, અને મનથી સમજે, અને પાછા ફરીને સાજા કરાય.”


હે યહોવા, તમે શા માટે અમને તમારા માર્ગ પરથી ભટકાવી દો છો? અમે તમારી બીક ન રાખીએ, એવી રીતે અમારાં હ્રદયોને તમે શા માટે કઠણ કરો છો? તમારા સેવકોને માટે તમારા વારસાના કુળોને માટે પાછા આવો.


“તેઓ આંખોથી ન જુએ, અને અંત:કરણથી ન સમજે, અને પાછા ન ફરે, અને હું તેઓને સારાં ન કરું, માટે તેમણે તેઓની આંખો આંધળી કરી છે, અને તેઓનાં મન જડ કર્યાં છે.”


ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.


માટે ચાહે તેના પર તે દયા કરે છે, અને ચાહે તેને તે હઠીલો કરે છે.


પાછલાને અમે મોતની મૃત્યુકારક વાસરૂપ, ને આગલાને જીવનની જીવનદાયક વાસરૂપ છીએ. તો એ કર્યાને માટે કોણ યોગ્ય છે?


આર્નોનનીખીણની સરહદ પર અરોએરથી તથા ખીણની અંદરના નગરથી માંડીને ગિલ્યાદ સુધી એકે નગર એવું મજબૂત ન હતું કે જે આપણાથી જીતાય નહિ. યહોવા આપણા ઈશ્વરે બધું આપણને સ્વાધીન કર્યું.


કેમ કે યહોવાએ તેઓનાં મન જડ કર્યાં હતાં, એ માટે કે તેઓ ઇઝરાયલની સાથે લડવા આવે કે, તે તેઓનો પૂરો નાશ કરાવે, ને તેઓ કંઈ કૃપા ન પામે, પણ યહોવાએ જેમ મૂસાને આજ્ઞા આપી હતી તેમ તે તેઓનો વિનાશ કરે.


અને “ઠેસ ખવડાવનાર પથ્થર તથા ઠોકર ખવડાવનાર ખડક થયો છે.” તેઓ આજ્ઞા માનતા નથી, તેથી તેઓ વચન વિષે ઠોકર ખાય છે; એને માટે પણ તેઓ નિર્માણ થયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan