Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 4:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને તું તેની સાથે બોલીને તેણે શું કહેવું તે તેને શીખવજેલ અને હું તારા મુખની તથા તેના મુખની સાથે હોઈશ, ને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તું તેની સાથે વાત કરીને તેણે શું કહેવું તે તેને શીખવજે. હું તને અને આરોનને બોલવામાં મદદ કરીશ, અને તમારે શું કરવું તે હું તમને શીખવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 તું તેની સાથે વાત કરજે અને શું કહેવાનું છે તે તેને શીખવજે. હું તમારા બન્નેના મુખમાં વાણી મૂકીશ અને તમો બન્નેએ શું કરવાનું છે તે તમને શીખવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 તે તમાંરી સાથે ફારુનને ધેર આવશે. તારે શું કહેવાનું છે તે હું તને કહીશ, તે તું તેને કહેજે. હું તમને બંનને તમાંરે શું કરવાનું છે તેનો આદેશ આપીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 4:15
24 Iomraidhean Croise  

અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર.” શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું.


જે યહોવાથી બીએ છે તે કયું માણસ છે? કયો માર્ગ પસંદ કરવો તે તેને તે શીખવશે.


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


ત્યારે ઈશ્વરે કહ્યું, “હું નિશ્વે તારી સાથે હોઈશ. અને મેં તને મોકલ્યો છે તેનું પ્રમાણ તારે માટે એ થશે કે જ્યારે તે લોકોને તું મિસરમાંથી કાઢી લાવે ત્યારે તમે આ પર્વત પર ઈશ્વરનું ભજન કરશો.”


તો હવે જા, ને હું તારા મુખ સાથે હોઈશ, ને તારે શું કહેવું તે હું તને શીખવીશ.”


અને યહોવાએ પોતાનો જે સંદેશો લઈને મૂસાને મોકલ્યો હતો, તથા જે ચિહ્નો વિષે તેને આજ્ઞા આપી હતી, તે સર્વ મૂસાએ હારુનને કહી સંભળાવ્યાં.


અને યહોવાએ મૂસાને કહેલી સર્વ વાતો હારુને કહી સંભળાવી, અને તેણે લોકોના દેખતાં તે ચિહ્નો કરી બતાવ્યાં.


મેં મારા વચનો તારા મુખમાં મૂક્યાં છે, ને મારા હાથની છાયાથી તને ઢાંકયો છે કે, જેથી હું આકાશોને સ્થાપું, ને પૃથ્વીનો પાયો નાખું, ને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”


વળી યહોવા કહે છે, “તેમની સાથે મારો કરાર તો આ છે: મારો આત્મા જે તારા પર છે, ને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂકયાં છે તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ માટે જતાં રહેનાર નથી, ” એમ યહોવા કહે છે.


પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડયો; અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચન તારા મુખમાં મૂકયાં છે.


વળી યર્મિયાએ એક બીજું ઓળિયું લઈને નેરિયાના પુત્ર બારુખ લેખકને આપ્યું; અને જે પુસ્તક યહૂદિયાના રાજા યહોયાકીમે અગ્નિમાં બાળી નાખ્યું હતું, તેમાંનાં યર્મિયાના મુખનાં બોલેલાં સર્વ વચન બારુખે તેમાં લખ્યાં. અને તેઓના જેવાં બીજાં ઘણાં વચન પણ તેમાં ઉજમેરાયાં.


અને મૂસાએ કહ્યું, “આથી તમે જાણશો કે યહોવાએ આ સર્વ કામ કરવાને મને મોકલ્યો છે. કેમ કે [એ કામો મેં] પોતાની મેળે [કર્યા] નથી.


અને બલામે બાલાકને કહ્યું, “જો, હું તારી પાસે આવ્યો છું. શું હવે ગમે તે બોલવઅની મને કંઈ સત્તા છે? જે વાત ઈશ્વર મારા મુખમાં મૂકે, તે જ હું બોલીશ.”


અને તેણે ઉત્તર આપ્યો, “યહોવા મારા મુખમાં જે મૂકે છે તે બોલવાને શું મારે સંભાળ ન રાખવી?”


અને બલામને યહોવાનો મેળાપ થયો, ને તેના બલામને યહોવાનો મેળાપ થયો, ને તેના મુખમાં એક વચન મૂકીને ઈશ્વરે કહ્યું, “બાલાકની પાસે પાછો જઈને તેને એમ કહે.”


અને યહોવાએ બલામના મુખમાં એક વચન મૂકીને કહ્યું, “બાલાકની પાસે પાછો જઈને તેને એમ કહે.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


કેમ કે હું તમને એવું મોં તથા એવી બુદ્ધિ આપીશ કે, તમારો કોઈ પણ વિરોધી પ્રત્યુત્તર આપી શકશે નહિ, અને સામો પણ થઈ શકશે નહિ.


કેમ કે પ્રભુ તરફથી જે મને મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું, એટલે, જે રાતે પ્રભુ ઈસુને પરસ્વાધીન કરવામાં આવ્યા, તે રાતે તેમણે રોટલી લીધી;


હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો, અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો,


હું તેમને માટે તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ. અને હું મારાં વચનો તેના મુખમાં મૂકીશ, ને જે સર્વ હું તેને ફરમાવું તે તે તેઓને કહેશે.


પણ તું તો અહીં મારી પાસે ઊભો રહે, ને હું તને સર્વ આજ્ઞાઓ, વિધિઓ તથા કાનૂનો કહીશ, ને તું તે [સર્વ] તેઓને શીખવજે. એ માટે કે જે દેશ હું તેઓને વતન કરી લેવા માટે આપું છું તેમાં તેઓ તે પાળે.’


અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે, પછી તારે શું કરવું તે હું તને બતાવીશ. અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે.”


Lean sinn:

Sanasan


Sanasan