Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 4:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યહોવાએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? અને મૂંગો કે બહેરો કે દેખતો કે આંધળો કોણ કરે છે? શું તે યહોવા નથી?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 પ્રભુએ તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂંગો કે બહેરો અથવા દેખતો કે આંધળો કોણ બનાવે છે? એમ કરનાર શું હું પ્રભુ નથી?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યારે યહોવાહે તેને કહ્યું, “માણસનું મુખ કોણે બનાવ્યું છે? તેને મૂક કે બધિર અને તેને અંધ કે નિહાળી શકતો કોણ બનાવે છે? અને માણસને દેખતો કે અંધ કોણ બનાવે છે? આ બધું હું જ કરી શકું છું. હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યારે યહોવાઓ તેને કહ્યું, “માંણસને મોઢું કોણે આપ્યું છે? અને તેને મૂંગો કે બહેરો કોણ બનાવે છે? અને માંણસને નજરે દેખતો કે આંધળો કોણ બનાવે છે? એ હું છું યહોવા, જે આ વધું જ કરી શકું છું. હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 4:11
18 Iomraidhean Croise  

ચાલો, આપણે ત્યાં ઊતરીએ, ને તેઓની ભાષા ઉલગાવી નાખીએ કે, તેઓ એકબીજાની બોલી ન સમજે.”


યહોવાને શું કંઇ અશક્ય છે? ઠરાવેલા કાળમાં હું તારી પાસે સમય પ્રમાણે પાછો આવીશ, ને સારાને દીકરો થશે.”


યહોવા આંધળાને દેખતાં કરે છે; યહોવા દબાઈ રહેલાઓને ઊભા કરે છે; યહોવા ન્યાયીઓ પર પ્રેમ રાખે છે;


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


જે કાનનો ઘડનાર છે, તે શું નહિ સાંભળે? જે આંખનો રચનાર છે, તે શું નહિ જુએ?


સાંભળતો કાન અને દેખતી આંખ, બન્‍નેને યહોવાએ બનાવ્યાં છે.


જેથી તું આંધળી આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને, ને કારાગૃહમાંથી અંધકારમાં બેસનારાઓને બહાર કાઢે.


તેણે મારા હોઠોને તે અડકાડીને કહ્યું, “જો, આ તારા હોઠોને અડક્યો છે; એટલે તારો દોષ દૂર કરવામાં આવ્યો છે, અને તારા પાપનું પ્રાયશ્ચિત થયું છે.”


ત્યારે મેં કહ્યું, “ઓ પ્રભુ યહોવા! મેન તો બોલતા આવડતું નથી; કારણ કે હું [હજી] બાળક છું.”


પછી યહોવાએ પોતાનો હાથ લાંબો કરીને મારા મુખને અડકાડયો; અને તેમણે મને કહ્યું, “જો, મેં મારાં વચન તારા મુખમાં મૂકયાં છે.


હવે, એ નાસી આવેલો માણસ [મારી પાસે] આવ્યો તે પહેલાં સાંજે યહોવાનો હાથ મારા પર હતો; અને સવારમાં એ મારી પાસે આવ્યો તે પહેલાં તેણે મારું મુખ ખોલ્યું હતું. અને મારું મુખ ખોલેલું હતું, ને હવે હું મૂંગો નહોતો.


નગરમાં રણશિંગડું વગાડવામાં આવે તો લોક બીધા વગર રહે ખરા? શું યહોવાના હાથ વગર નગર પર આપત્તિ આવે?


આંધળા દેખતા થાય છે, ને પાંગળા ચાલતા થાય છે. રક્તપિત્તીઆ શુદ્ધ કરાય છે, ને બહેરા સાંભળતા થાય છે, મૂએલા ઉઠાડાય છે, ને દરદ્રિઓને સુવાર્તા પ્રગટ કરવામાં આવે છે.


અને જો, એ વાત બનશે તે દિવસ સુધી તું મૂંગો રહેશે ને બોલી શકશે નહિ, કેમ કે મારી વાતો જે ઠરાવેલે સમયે પૂરી થશે તેઓનો વિશ્વાસ તેં કર્યો નહિ.”


એથી તેઓ સર્વ નવાઈ પામ્યા. તરત તેનું મોં ઊઘડી ગયું, ને તેની જીભ [છૂટી થઈ] , ને તે ઈશ્વરની સ્તુતિ કરતો બોલવા લાગ્યો.


બીજાઓએ કહ્યું, “અશુદ્ધ આત્મા વળગેલા માણસની એ વાતો નથી. શું અશુદ્ધ આત્મા આંધળાઓની આંખો ઉઘાડી શકે છે?”


Lean sinn:

Sanasan


Sanasan