Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને, તેમના પર ઇઝરાયલી કુળના નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડયાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેમણે ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમને સોનાના ચોકઠામાં બેસાડયા. આ પથ્થરો પર મુદ્રાકામ કરનાર ઝવેરીના જેવા કૌશલથી યાકોબના બાર પુત્રોનાં નામ કોતરવામાં આવ્યાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને તેમના પર ઇઝરાયલના બાર પુત્રોનાં નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પછી તેમણે બે ગોમેદ પાષાણો સોનાના ચોકઠામાં જડયા, આ પાષાણો ઉપર ઇસ્રાએલના કુળોનાં નામ કોતરેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:6
8 Iomraidhean Croise  

ઓફીરના સોનાને ધોરણે કે મૂલ્યવાન ગોમેદ કે નીલમણિને ધોરણે તેની કિંમત થાય નહિ.


ગોમેદ પાષાણો. ને એફોદ તથા ઉરપત્રને માટે જડવાના પાષાણો.


પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.


ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.


અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;


અને ગોમેદ પાષાણો, તથા એફોદમાં તથા ઉરપત્રમાં જડવાના પાષાણો.


અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા માટે તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


તું ઈશ્વરની એદન વાડીમાં હતો. તું સુવર્ણજડિત સર્વ‍ પ્રકારના મૂલ્યવાન રત્નો, એટલે માણેક, પોખરાજ, હીરા, પીરોજ, ગોમેદ, યાસપિસ, નીલમણિ, લીલમણિ તથા અગ્નિમણિથી આભૂષિત હતો. તારી ખંજરીઓ તથા વાંસળીઓની કારીગરી તારામાં હતી. તારી ઉત્પત્તિને દિવસે તેઓને તૈયાર કરવામાં આવ્યાં.


Lean sinn:

Sanasan


Sanasan