નિર્ગમન 39:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા માટે તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો, નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો, તથા ઝીણા કાંતેલા શણનો હતો. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 તેમણે તે જ વસ્તુઓમાંથી ગૂંથેલો પટ્ટો બનાવ્યો અને તેને પ્રભુએ મોશેને આપેલી આજ્ઞા પ્રમાણે એવી રીતે જોડયો કે તે એફોદ સાથે એકરૂપ થઈ જાય. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એફોદનો ચતુરાઈથી વણેલો જે પટકો તેને બાંધવા સારુ તેના પર હતો, તે તેની સાથે સળંગ હતો તથા તેવી જ બનાવટનો હતો; એટલે સોનાનો ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો; જેમ યહોવાહે મૂસાને આજ્ઞા આપી હતી તેમ. Faic an caibideilપવિત્ર બાઈબલ5 એના ઉપરનો કમરપટો પણ યહોવાએ મૂસાને આજ્ઞા કર્યા મુજબ એફોદના જેવી ન કારીગરીવાળો અને સોનેરી, જાંબુડિયા, કિરમજી અને લાલ ઊન તથા ઝીણા કાંતેલા શણ સાથે ગૂંથીને બનાવેલો હતો અને તેની સાથે જોડી દીધેલો હતો. Faic an caibideil |