Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 39:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 મુલાકાતમંડપના માંડવાનું બધું કામ એ પ્રમાણે પૂરું થયું; અને યહોવાએ મૂસાને આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે ઇઝરાયલી લોકોએ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 મુલાકાતમંડપનું સઘળું કાર્ય છેવટે પૂર્ણ થયું. પ્રભુએ મોશેને આપેલ આજ્ઞા પ્રમાણે જ ઇઝરાયલીઓએ સર્વ વસ્તુઓ બનાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 આ રીતે યહોવાહે મૂસાને આપેલી આજ્ઞા અનુસાર મુલાકાતમંડપનું કામ પૂર્ણ થયું. આ બધું જ ઇઝરાયલીઓએ આજ્ઞા મુજબ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 આ રીતે યહોવાએ મૂસાને આપેલી આજ્ઞા અનુસાર પવિત્રમંડપનું કામ પૂર્ણ થયું. આ બધુંજ ઇસ્રાએલીઓએ આજ્ઞા મુજબ કર્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 39:32
24 Iomraidhean Croise  

અને અગિયારમા વર્ષના બુલ માસમાં, એટલે આઠમાં માસમાં, તે મંદિર, તેના બધા ભાગો સહિત, તેના સંપૂર્ણ નમૂના પ્રમાણે, પૂરું થયું. એ પ્રમાણે તે બાંધતાં તેને સાત વર્ષ લાગ્યાં હતાં.


વળી હુરામે કૂંડાં, પાવડા તથા તપેલા બનાવ્યાં. આ પ્રમાણે હુરામે યહોવાના મંદિરને લગતું જે કામ સુલેમાન રાજાને માટે [આરંભ્યું હતું] તે સર્વ તેણે પૂરું કર્યું.


[દાઉદે કહ્યું,] “એ સર્વ વિષેની, એટલે એ નમૂનાના સર્વ કામ વિષેની, યહોવા તરફના લેખથી મને સમજણ પાડવામાં આવી છે.”


અને ઇઝરાયલી લોકોએ જઈને તે પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું.


અને જોજે, તેઓનો જે નમૂનો તને પર્વત પર બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે તું તેઓને બનાવ.


એટલે મુલાકાતમંડપ, તથા કરારકોશ, તથા તે પરનું દયાસન, તથા મંડપનો સરસામાન;


નઅએ તેને પાઘડીની ટોચે બાંધવા માટે તેઓએ તેને નીલ રંગની ફીત લગાડી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને તેઓ મંડપ મૂસા પાસે લાવ્યા, એટલે મંડપ તથા તેનો સર્વ સામાન, તેના ચાપડા, તેનાં પાટિયાં, તેની ભૂંગળો, તથા તેના સ્તંભો, તથા તેની કૂંભીઓ;


અને યહોવાએ મૂસાની સાથે વાત કરતાં કહ્યું,


અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર.


જ્યારે તેઓ મુલાકાતમંડપમાં જતા, અને જ્યારે તેઓ વેદીની પાસે આવતા. ત્યારે તેઓ સ્નાન કરતા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને કોશ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો, તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે.


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


જેમ મૂસા પણ તેના આખા ઘરમાં વિશ્વાસુ હતો, તેમ એ પોતાના નીમનાર પ્રત્યે વિશ્વાસુ હતા.


તેઓ આકાશમાંની વસ્તુઓની પ્રતિમા તથા પ્રતિછાયાની સેવા કરે છે, જેમ મૂસાને જ્યારે તે મંડપ ઊભો કરવાનો હતો, ત્યારે ઈશ્વર તરફથી સૂચના મળી હતી તેમ. કેમ કે તેમણે કહ્યું, “જો જે નમૂનો પહાડ પર તને દેખાડવામાં આવ્યો હતો, તે પ્રમાણે બધી વસ્તુઓ કાળજી રાખીને બનાવ.”


ત્યારે શમુએલે કહ્યું, “પોતાની વાણી પળાયાથી યહોવા, જેટલા રાજી થાય છે, તેટલા દહનીયાર્પણો તથા યજ્ઞોથી તે થાય છે શું? જો, યજ્ઞ કરતાં આજ્ઞાપાલન સારું છે, અને ઘેટાંની ચરબી કરતાં [વચન] માનવું [સારું] છે.


Lean sinn:

Sanasan


Sanasan