Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 37:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને કરૂબોએ પોતાની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું, ને તેઓનાં મુખ સામસામાં હતાં. દયાસનની તરફ કરૂબોનાં મુખ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 આ કરુબોનાં મુખ એકબીજાની સામસામાં અને દયાસનના મધ્ય ભાગ તરફ હતાં. તેમની ફેલાવેલી પાંખોથી દયાસન પર આચ્છાદન થતું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કરુબોની પાંખો ઊંચે ફેલાવીને પોતાની પાંખો વડે દયાસન પર આચ્છાદન કર્યું. તેઓના મુખ સામસામાં હતા અને દયાસનની તરફ કરુબોનાં મુખ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 દેવદૂતોની પાંખો ઊંચે પસારેલી હોવાથી ઢાંકણ પાંખોથી ઢંકાઈ જતું હતું. દેવદૂતોનાં મોં એકબીજાની સામસામે હતાં, અને ઢાંકણ તરફ વાળેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 37:9
15 Iomraidhean Croise  

અને તેને સ્વપન આવ્યું. અને જુઓ, એક સીડી પૃથ્વી પર ઊભી કરેલી હતી, ને તેની ટોચ આકાશ સુધી પહોંચી હતી; અને જુઓ, તેના પર ઈશ્વરના દૂત ચઢતા ને ઊતરતા હતા.


અને તે માણસને હાંકી કાઢીને જીવનનાં વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરૂબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તરવાર એદન વાડીની પૂર્વે બાજુએ મૂકી.


તેણે કરુબોને ભીતરના ઘરમાં મૂકયા. કરુબોની પાંખો પ્રસારેલી હતી, તેથી એકની પાંખ એક ભીંતે અડતી હતી; ને બીજા કરુબની પાંખ બીજી ભીંતે અડતી હતી; અને તેમની પાંખો ઘરના મધ્ય ભાગે એકબીજીને અડતી હતી.


અને કરૂબો પાંખો ઊંચી પસારીને મુખો સામસામાં રાખીને દયાસન પર પોતાની પાંખોથી આચ્છાદાન કરે; કરૂબોનાં મોં દયાસન તરફ રહે;


અને મૂસાએ બાવળના લાકડાની મેજ બનાવી:તેની લંબાઈ બે હાથ, તથા તેની પહોળાઈ એક હાથ તથા તેની ઊંચાઈ દોઢ હાથ હતી;


એક છેડે એક કરૂબ, ને બીજે છેડે એક કરૂબ. તેના બે છેડા પરના કરૂબો તેણે દયાસનની સાથે સળંગ બનાવ્યા.


તેમની આસપાસ સરાફો ઊભા હતા : દરેકને છ છ પાંખ હતી; બેથી તે પોતાનું મુખ ઢાંકતો, બેથી પોતાના પગ ઢાંકતો અને બેથી ઊડતો.


તે તેને કહે છે, “હું તમને ખચીત કહું છું કે, તમે આકાશ ઊઘડેલું અને ઈશ્વરના દૂતોને માણસના દીકરા ઉપર ચઢતા અને ઊતરતા જોશો.”


પણ આપણે સર્વ ઉઘાડે મુખે જાણે કે આરસીમાં પ્રભુનો મહિમા નિહાળીને પ્રભુના આત્માથી અધિકાધિક મહિમા ધારણ કરતાં તે જ રૂપમાં રૂપાંતર પામીએ છીએ.


જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,


વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે, હું એ બધાંને હાનિ જ ગણું છું. એને લીધે મેં સર્વનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું,


બેશક સતધર્મનો મર્મ મોટો છે. તે મનુષ્યસ્વરૂપમાં પ્રગટ થયા, આત્મામાં ન્યાયી ઠરાવાયા, દૂતોના જોવામાં આવ્યા, તેમની વાત વિદેશીઓમાં પ્રગટ થઈ, તેમના પર જગતમાં વિશ્વાસ કરવામાં આવ્યો, અને તેમને મહિમામાં ઉપર લેવામાં આવ્યા.


શું તેઓ સર્વ સેવા કરનારાં આત્મા નથી, તેઓને તારણનો વારસો પામનારાઓની સેવા કરવા માટે બહાર મોકલી દેવામાં આવ્યા નથી.?


તે બાબતો પ્રસિદ્ધ કરીને તેઓએ પોતાની જ નહિ પણ તમારી સેવા કરી હતી, એવું તેઓને પ્રગટ કરવામાં આવ્યું હતું. તે બાબતોના સમાચાર આકાશમાંથી મોકલેલા પવિત્ર આત્માની સહાયથી જેઓએ તમને સુવાર્તા પ્રગટ કરી તેઓની મારફતે તમને હમણાં જણાવવામાં આવ્યા, તે બાબતોની નિરીક્ષા કરવાની ઇચ્છા દૂતો પણ રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan