નિર્ગમન 37:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)25 અને તેણે બાવળનઅ લાકડાની ધૂપવેદી બનાવી. તે ચોરસ હતી, એટલે તેની લંબાઈ એક હાથ તથા તેની પહોળાઈ એક હાથ હતી; અને તેની ઊંચાઈ બે હાથ હતી; તેનાં શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.25 તેણે ધૂપ સળગાવવા માટે બાવળના લાકડાની વેદી બનાવી. તે વેદી ચોરસ હતી. તેની લંબાઈ 45 સેન્ટીમીટર, પહોળાઈ 45 સેન્ટીમીટર અને ઊંચાઈ 90 સેન્ટીમીટર હતી. તેના ચાર ખૂણાઓ પરનાં શિંગ વેદી સાથે એવાં એકરૂપ બનાવ્યાં હતાં કે જેથી તે આખી સળંગ વસ્તુ બની રહી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201925 બસાલેલે ધૂપ માટેની વેદી બાવળના લાકડામાંથી બનાવી. તેની લંબાઈ એક હાથ, પહોળાઈ એક હાથ તથા ઊંચાઈ બે હાથ અને સમચોરસ હતી. તેના શિંગ તેની સાથે સળંગ જોડેલાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ25 ધૂપ માંટેની વેદી તેણે બાવળના લાકડામાંથી બનાવી. તે 1 હાથ લાંબી, 1 હાથ પહોળી અને 2 હાથ ઊચી ને સમચોરસ હતી. વેદી પર ચાર શિંગ હતાં દરેક ખૂણામાં એક શિંગ હતું. આ શિંગો એકબીજા સાથે જોડેલા હતા, એક નંગ બનાવવા એક ભાગ તરીકે એક જ એકમમાં તેના ખુણાઓ ઉપર શિંગ તૈયાર કરેલાં હતાં. Faic an caibideil |