Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 36:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 અને તેઓમાંનો પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણના તથા નિપુણ કારીગરની કારીગરીના કરૂબોવાળા દશ પડદાનો મંડપ બનાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 કારીગરોમાંથી સૌથી નિપુણ કારીગરોએ મુલાકાતમંડપ બનાવ્યો. તેમણે વાદળી, જાંબુડી તથા ઘેરા લાલ રંગના રેસા તથા ઝીણા કાંતેલા અળસી રેસાના દસ પડદામાંથી તે મંડપ બનાવ્યો. વળી, પડદા પર નિપુણ કારીગરીથી કરુબોની આકૃતિઓનું ભરતકામ કરેલું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેઓમાંના પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે કરુબના આકૃતિ સાથે ભૂરા, જાંબુડા, કિરમજી રંગના, ઝીણા કાંતેલા શણના તથા લાલ ઊનના દશ પડદાઓનો મંડપ બનાવ્યો. આ કામ બસાલેલનું હતું, જે હોશિયાર કારીગર હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 સૌથી કુશળ કારીગરોએ પવિત્રમંડપ બનાવ્યો. ઝીણાં કાંતેલા શણ અને ભૂરા કિરમજી અને લાલ ઊનના દશ પડદાઓથી તેમણે તંબુ બનાવ્યો. એના ઉપર કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 36:8
14 Iomraidhean Croise  

તેણે પરમપવિત્રસ્થાનમાં જૈતકાષ્ટના બે કરુબો બનાવ્યા. દરેકની ઊંચાઈ દશ હાથ હતી.


દાઉદનગરમાં [દાઉદે] પોતાને માટે મહેલો બનાવ્યા. અને તેણે ઈશ્વરના કોશને માટે જગા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.


પછી તે પોતાની સાથે સમગ્ર પ્રજાને લઈને ગિબ્યોનના ઉચ્ચસ્થાને ગયો, કેમ કે ઈશ્વરનો મુલાકાતમંડપ જે યહોવાના સેવક મૂસાએ અરણ્યમાં બનાવ્યો હતો તે ત્યાં હતો.


તેણે પરમપવિત્રસ્થાનમાં બે કરુબોનાં પૂતળાં બનાવ્યાં. અને તેઓને ચોખ્ખા સોનાથી મઢ્યાં.


અને તું સોનાના બે કરૂબો બનાવ. તેઓ દયાસનના બે છેડા પર, ઘડતર કામના થાય.


અને ત્યાં હું તને મળીશ, ને ઇઝરાયલી લોકો માટે જે આજ્ઞાઓ હું તને આપીશ તે સર્વ વિષે, કરારલેખના કોશ પરના દયાસન ઉપરથી, બે કરૂબોની વચમાંથી, હું તારી સાથે વાત કરીશ.


અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખન દીકરા આહોલીઆબને તેની સાથે ઠરાવ્યો છે. અને જે બુદ્ધિમાન છે તે સર્વનાં હ્રદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે;


એટલે મુલાકાતમંડપ, તથા કરારકોશ, તથા તે પરનું દયાસન, તથા મંડપનો સરસામાન;


અને તમારામાંના સર્વ બુદ્ધિમાન માણસો આવે, ને જે સર્વ યહોવાએ ફરમાવ્યું છે તે બનાવે;


દરેક પડદાની લંબાઈ અઠ્ઠાવીસ હાથ, તથા દરેક પડદાની પહોળાઈ ચાર હાથ હતી. સર્વ પડદા એક જ માપના હતા.


અને તેમણે સોનાનાં પાતળાં પતરાં ઘડીને તેમને કાપીને તેના તાર બનાવ્યા, એ માટે કે તેમને નીલ તથા જાંબુડા તથા કિરમજી તથા ઝીણા શણની સાથે નિપુણ કારીગરીથી વણે.


Lean sinn:

Sanasan


Sanasan