Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 36:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી હતી તે સર્વને એટલે પ્રત્યેક માણસ જેનું હ્રદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કાર્યમાં દાખલ થઈને તે કરવું તેઓને મૂસાએ બોલાવ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 બસાલએલ, ઓહોલીઆબ તથા પ્રભુએ જેમને કૌશલ્ય બક્ષ્યું હતું તથા જેઓ મદદ કરવા તૈયાર હતા તેવા સૌને બોલાવીને મોશેએ કાર્ય શરૂ કરવા જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પછી મૂસાએ બસાલેલ, આહોલીઆબ તથા જે કારીગરોને યહોવાહે કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે સર્વને બોલાવ્યા અને કામ શરૂ કરવા જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પછી મૂસાએ બઝાલએલને, આહોલીઆબને અને જે કારીગરોને યહોવાએ કૌશલ્ય આપ્યું હતું અને જેઓ કામ કરવાને તૈયાર હતા તે બધાને બોલાવ્યા અને સૌને કામ શરૂ કરવા જણાવ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 36:2
15 Iomraidhean Croise  

ઈશ્વરના મંદિરની સર્વ સેવાને માટે યાજકોની તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવી છે; અને દરેક જાતના કામમાં નિપુણ માણસો રાજીખુશીથી સર્વ પ્રકારના કામમાં તારી સાથે રહેશે. વળી સર્વ સરદારો તથા સર્વ લોકો પૂરેપૂરી રીતે તારી આજ્ઞાને આધીન રહેશે.”


એટલે કારીગરો દ્વારા [કરવાની] સર્વ પ્રકારની સોનારૂપા [ની ચીજોને માટે] સોનુંરૂપું આપું છું. તો આજે યહોવાને રાજીખુશીથી અર્પણ થવાને માટે બીજો કોણ આગળ આવે છે?”


“ઇઝરાયલી લોકોને કહે કે, તેઓ મારે માટે દાન ઉઘરાવે. જેના મનમાં આપવાની હોંસ હોય તે પ્રત્યેક માણસની પાસેથી મારું દાન ઉઘરાવો.


અને જોજે, તેઓનો જે નમૂનો તને પર્વત પર બતાવવામાં આવ્યો છે, તે પ્રમાણે તું તેઓને બનાવ.


અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્‍ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.


અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખન દીકરા આહોલીઆબને તેની સાથે ઠરાવ્યો છે. અને જે બુદ્ધિમાન છે તે સર્વનાં હ્રદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે;


અને તમારામાંના સર્વ બુદ્ધિમાન માણસો આવે, ને જે સર્વ યહોવાએ ફરમાવ્યું છે તે બનાવે;


છ દિવસ કામ કરવું, પણ સાતમો દિવસ તે તમારે માટે પવિત્ર દિવસ થાય, યહોવાને માટે તે વિશ્રામનો સાબ્બાથ થાય; તેમાં જે કોઈ કંઈ કામ કરે તે મારી નંખાય.


અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.


અને જે બધું અર્પણ ઇઝરાયલી લોકો પવિત્રસ્થાનની સેવાના કામને માટે તેના સાધન તરીકે લાવ્યા હતા તે મૂસાએ તેમને સ્વાધીન કર્યું. અને હજી પણ લોકો દર સવારે રાજીખુશીથી અર્પણ લાવતા હતા.


વળી તેઓએ દરેક મંડળીમાં [મત લઈને] તેઓને માટે વડીલો નીમ્યા, અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને જે પ્રભુ ઉપર તેઓએ વિશ્વાસ કર્યો હતો તેમને સોંપ્યા.


વળી આર્ખિપસને કહેજો કે, પ્રભુમાં જે સેવા [કરવાનું કામ] તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ રીતે કરવાને તારે સાવધ રહેવું.


અને હારુનની જેમ જેને ઈશ્વરે બોલાવ્યો હોય તે‍સિવાય કોઈ બીજો પોતે આ માન લેતો નથી.


Lean sinn:

Sanasan


Sanasan