Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 36:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “બસાલએલ, ઓહોલીઆબ અને અન્ય સર્વ કારીગરો જેમને પ્રભુએ સર્વ વસ્તુઓ બનાવવા કૌશલ્ય અને સમજશક્તિ આપ્યાં છે તેમણે સર્વ વસ્તુઓ પ્રભુની આજ્ઞા પ્રમાણે જ બનાવવી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બસાલેલ, આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના હૃદયમાં યહોવાહે પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ, અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાહે આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “બઝાલએલ, આહોલીઆબ અને અન્ય બધા કારીગરો, જેઓને યહોવાએ કૌશલ્ય અને સમજ આપ્યાં છે જેથી તેઓને મુલાકાતમંડપના બાંધકામને લગતું બધું કામ કરતાં આવડે, તેમણે બરાબર યહોવાની આજ્ઞા મુજબ જ બધું બનાવવાનું છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 36:1
19 Iomraidhean Croise  

તે નફતાલી કુળની એક વિધવા સ્ત્રીનો દીકરો હતો. તેનો પિતા તૂરનો રહેવાસી હતો, તે પિત્તળનો કારીગર હતો. તે પિત્તળનાં સર્વ કામ કરવામાં જ્ઞાન, અક્કલને ચતુરાઈથી ભરપૂર હતો. તેણે સુલેમાન રાજાની પાસે આવીને તેનાં સર્વ કામ કર્યાં.


પછી હૂરથી ઉરી થયો, ને ઉરીથી બસાલેલ થયો.


ઈશ્વરના મંદિરની સર્વ સેવાને માટે યાજકોની તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવી છે; અને દરેક જાતના કામમાં નિપુણ માણસો રાજીખુશીથી સર્વ પ્રકારના કામમાં તારી સાથે રહેશે. વળી સર્વ સરદારો તથા સર્વ લોકો પૂરેપૂરી રીતે તારી આજ્ઞાને આધીન રહેશે.”


હું તમારી સર્વ આજ્ઞાઓનું સન્માન કરું, તો પછી હું ફજેત થનાર નથી.


અને ઇઝરાયલી લોકોએ જઈને તે પ્રમાણે કર્યું. જેમ યહોવાએ મૂસાને તથા હારુનને આજ્ઞા આપી હતી, તેમ તેઓએ કર્યું.


અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.


અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્‍ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.


તથા અભિષેકનું તેલ, તથા પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ:તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ કરે.”


અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ અક્કલ મૂકી હતી તે સર્વને એટલે પ્રત્યેક માણસ જેનું હ્રદય તેને એવી પ્રેરણા કરતું હતું કે કાર્યમાં દાખલ થઈને તે કરવું તેઓને મૂસાએ બોલાવ્યા.


અને તેની સાથે દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબાબ હતો, તે નકશી કોતરનાર તથા બાહોશ કારીગર, તથા નીલ, તથા જાંબુંડા, તથા કિરમજી તથા ઝીણા શણનું ભરત ભરનાર હતો.


અને યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તે પ્રમાણે તેઓએ પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનાં ઝીણાં વસ્‍ત્ર બનાવ્યાં. તેમ હારુનને માટે પણ તેઓએ પવિત્ર વસ્‍ત્ર બનાવ્યાં.


પણ કહાથના દિકરાઓને તેણે કંઈ આપ્યું નહિ, કેમ કે તેમનું કામ પવિત્રસ્થાનના સંબંધમાં હતું, ને તેઓ તેને પોતાને ખભે ઊંચકી લેતા.


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


તેઓ બન્‍ને ઈશ્વરની આગળ ન્યાયી હતાં, ને પ્રભુની સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ પ્રમાણે નિર્દોષ રીતે ચાલતાં હતાં.


અને પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે, તેના તે સેવક છે.


Lean sinn:

Sanasan


Sanasan