Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 35:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમારા રહેઠાણોમાં વિશ્રામવારે કંઈ પણ આગ સળગાવવી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 સાબ્બાથદિને તમારે રાંધવા માટે તમારા ઘરમાં અગ્નિ પણ સળગાવવો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 વિશ્રામવારના દિવસે તમે જ્યાં પણ રહેતા હોય ત્યાં આગ સળગાવવી નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 સાબ્બાથના દિવસે તમે જ્યા પણ રહેતા હોય ત્યાં આગ પેટાવાની મનાઈ છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 35:3
9 Iomraidhean Croise  

અને પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવડો, ને સાતમે દિવસે તમારે પવિત્ર મેળાવડો ભરવો. તેઓમાં કંઈ કામ ન કરવું, માત્ર પ્રત્યેક માણસને ખાવાની જરૂર હોય, તેટલું જ તમારે કરવું.


અને તેણે તેઓને કહ્યું, “યહોવાએ જે કહ્યું છે તે એ છે કે, કાલે પવિત્ર વિશ્રામ, એટલે યહોવાનો પવિત્ર સાબ્બાથ છે. એ માટે તમારે જે શેકવું હોય તે શેકો, ને બાફવું હોય તે બાફો. અને જે વધે તે તમારે કાજે સવારને માટે રાખી મૂકો.”


છ દિવસ તું ઉદ્યોગ કર ને તારું બધું કામ કર;


છ દિવસ તું તારું કામ કર, ને સાતમે દિવસે વિશ્રામ લે; કે તારા બળદને તથા તારા ગધેડાને વિસામો મળે, ને તારી દાસીનો દીકરો તથા પરદેશી વિશ્રામ લે.


છ દિવસ સુધી કામ કરવામાં આવે. પણ સાતમે દિવસે યહોવાને માટે પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાથ છે; જે કોઈ વિશ્રામવારે કંઈ પણ કામ કરે, તે જરૂર મારી નંખાય.


અને મૂસાએ ઇઝરાયલના સર્વ લોકોને કહ્યું, “જે આજ્ઞા યહોવાએ આપી તે આ પ્રમાણે છે:


જો તું સાબ્બાથ [ને દિવસે] , મારા પવિત્ર દિવસે, પોતાનું કામકાજ કરવું બંધ રાખીશ, અને સાબ્બાથને આનંદદાયક, યહોવાના પવિત્ર [દિવસ] ને માનનીય ગણીશ, અને પોતાના માર્ગોમાં નહિ ચાલતાં તથા પોતાનો ધંધોરોજગાર નહિ કરતાં, તથા કૂથલી નહિ કરતાં, તેને માન આપીશ;


છ દિવસ કામ કરવું, પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબ્બાથ તથા પવિત્ર મેળાવડો છે; તમારે કંઈ પણ કામ ન કરવું. તમારાં સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબ્બાથ છે.


Lean sinn:

Sanasan


Sanasan