Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 35:25 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને સર્વ બુદ્ધિમાન સ્‍ત્રીઓ પોતાને હાથે કાંતીને પોતાનું કાંતેલું, એટલે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ લાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

25 સર્વ કુશળ સ્ત્રીઓ ઝીણા કાંતેલા અળસી રેસાના તથા વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસાઓના દોરા કાંતી લાવી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સર્વ બુદ્ધિમાન સ્ત્રીઓ પોતે કાંતેલું, એટલે ભૂરા, જાંબુડા, કિરમજી રંગનું ઊન તથા ઝીણું શણ લાવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 જે સ્ત્રીઓ કાંતવામાં કુશળ હતી, તેમણે ભૂરું, જાંબુડિયું અને કિરમજી ઊન તથા બારીક શણ કાંતી આપ્યું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 35:25
16 Iomraidhean Croise  

યહોવાના મંદિરમાં આવેલું પુંમૈથુનીઓનાં ઘરો જેઓની અંદર સ્ત્રીઓ અશેરાને માટે પડદા વણતી હતી, તેઓને તેણે તોડી પાડ્યા.


ઈશ્વરના મંદિરની સર્વ સેવાને માટે યાજકોની તથા લેવીઓની વારા પ્રમાણે ટોળીઓ ઠરાવી છે; અને દરેક જાતના કામમાં નિપુણ માણસો રાજીખુશીથી સર્વ પ્રકારના કામમાં તારી સાથે રહેશે. વળી સર્વ સરદારો તથા સર્વ લોકો પૂરેપૂરી રીતે તારી આજ્ઞાને આધીન રહેશે.”


અને જે બુદ્ધિવંતો છે, એટલે જેઓને મેં બુદ્ધિના આત્માથી ભરપૂર કર્યા છે, તે બધાને તું કહે કે હારુનની પ્રતિષ્ઠા કરવા માટે તેનાં વસ્‍ત્રો તેઓ બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.


અને જુઓ, મેં દાનના કુળના અહીસામાખન દીકરા આહોલીઆબને તેની સાથે ઠરાવ્યો છે. અને જે બુદ્ધિમાન છે તે સર્વનાં હ્રદયોમાં મેં બુદ્ધિ મૂકી છે, એ માટે કે મેં તને જે આજ્ઞા આપી છે તે સર્વ તેઓ બનાવે;


પ્રત્યેક જણ જેણે રૂપાનું તથા પિત્તળનું અર્પણ ચઢાવ્યું તે યહોવાને માટે અર્પણ લાવ્યો; અને પ્રત્યેક માણસ જેની પાસે સેવાના કોઈ પણ કામને માટે બાવળનું લાકડું મળી આવ્યું તે તે લાવ્યો.


અને જે સર્વ સ્‍ત્રીઓના મનમાં પ્રેરણા થઈ, તેઓએ બકરાંના વાળ કાંત્યા.


અને બસાલેલ તથા આહોલીઆબ તથા જે બુદ્ધિમાન માણસોના મનમાં યહોવાએ પવિત્રસ્થાનની સેવાનું બધું કામ કરવાની બુદ્ધિ તથા અક્કલ મૂકેલી છે, તેઓ સર્વ યહોવાએ આપેલી સર્વ આજ્ઞા પ્રમાણે કામ કરે.


દરેક ડાહી સ્‍ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.


ત્યારે પિતર ઊઠીને તેઓની સાથે ગયો, અને તે આવી પહોંચ્યો એટલે તેઓ તેને મેડી ઉપર લઈ ગયા. બધી વિધવાઓ તેની પાસે ઊભી રહીને રુદન કરતી હતી, અને દરકાસ તેઓની સાથે હતી ત્યારે તેણે જે પહેરણ તથા વસ્‍ત્રો બનાવ્યાં હતાં તે તેઓ તેને બતાવતી હતી.


પ્રભુમાં મહેનત કરનારીઓ ત્રુફેનાને તથા ત્રુફોસાને સલામ કહેજો. વહાલી પેર્સિસ જેણે પ્રભુમાં ઘણી મહેનત કરી છે તેને સલામ કહેજો.


મરિયમ જેણે તમારે માટે ઘણી મહેનત કરી તેને સલામ કહેજો.


માટે હવે યહૂદી કે ગ્રીક કોઈ નથી, દાસ કે સ્વતંત્ર કોઈ નથી, પુરુષ કે સ્‍ત્રી કોઈ નથી; કેમ કે તમે બધાં ખ્રિસ્તમાં એક છો.


વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે.


Lean sinn:

Sanasan


Sanasan