Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 34:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને તેણે કહ્યું, “હે યહોવા, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવા અમારી મધ્યે ચાલે; કેમ કે આ લોક તો હઠીલા છે. અને અમારો અન્યાય તથા અમારું પાપ માફ કરો, ને અમોને તમારો વારસો કરી લો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેણે કહ્યું, “હે પ્રભુ, જો તમે મારા પર ખરેખર પ્રસન્‍ન થયા હો તો કૃપા કરીને અમારી સાથે ચાલો. આ લોકો તો હઠીલા છે; છતાં અમારી દુષ્ટતા અને અમારાં પાપોની ક્ષમા આપો, અને તમારા પોતાના લોકો તરીકે અમારો સ્વીકાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પછી તેણે કહ્યું, “હે પ્રભુ યહોવાહ, જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવાહ અમારી મધ્યે ચાલે, કેમ કે આ લોકો તો હઠીલા છે. અમારો અધર્મ અને અમારાં પાપ માફ કરો અને અમોને તમારો વારસો કરી લો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તેણે કહ્યું, “હે યહોવા, તમે કહો છો કે તમે માંરા પર પ્રસન્ન છો તે જો સત્ય હોય તો કૃપા કરી અમાંરી સાથે આવો. આ લોકો ગમે તેટલા હઠીલા હોય તો પણ તમે અમાંરો અધર્મ અને અમાંરાં પાપ માંફ કરો અને તમાંરાં પોતાના લોકો તરીકે અમાંરો સ્વીકાર કરો.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 34:9
23 Iomraidhean Croise  

યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે, તેમણે ઇઝરાયલને પોતાની ખાસ મિલકત થવા માટે [પસંદ કર્યો છે].


હે યહોવા, તમારા નામની ખાતર મારા અન્યાયની ક્ષમા કરો, કેમ કે તે ઘણા છે.


તમારા લોકને તારો, અને તમારા વારસાને આશીર્વાદ આપો; વળી તેઓનું પાલનપોષણ કરો, અને સદા તેઓને ઊંચકી રાખો.


જે પ્રજાના ઈશ્વર યહોવા છે, અને જે લોકને તેમણે પોતાના વારસાને માટે પસંદ કર્યા છે, તેઓને ધન્ય છે!


વળી તેમણે પોતાના લોક તરવારને સ્વાધીન કર્યા; અને પોતાના વારસા પર તે કોપાયમાન થયા.


યહોવા પોતાના લોકને તજશે નહિ, તે પોતાના વારસાનો ત્યાગ કરશે નહિ.


તો હવે જો તમે મારું કહેવું માનશો, ને મારો કરાર પાળશો, તો સર્વ લોકોમાંથી તમે મારું ખાસ ધન થશો; કેમ કે આખી પૃથ્વી મારી છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે ને જો, તે તો હઠીલા લોકો છે.


અને મૂસાએ યહોવાને કહ્યું, “જુઓ, તમે મને કહો છો, ‘આ લોકોને દોરી લઈ જા;’ પણ મારી સાથે તમે કોને મોકલશો તે તમે મને જણાવ્યું નથી. પરંતુ તમે કહ્યું છે, ‘હું તને ઓળખું છું, તારું નામ પણ જાણું છું, ને વળી મારી દષ્ટિમાં તું કૃપા પામ્યો છે.’


હજારો પર કૃપા રાખનાર, અન્યાય તથા ઉલ્લંઘન તથા પાપની ક્ષમા કરનાર; પિતાના અન્યાયને લીધે છોકરાં પર અને છોકરાનાં છોકરાં પર, ત્રીજીચોથી પેઢી સુધી બદલો વાળનાર.”


મેં જાણ્યું કે તું જિદ્દી છે, અને તારા ડોકાના સ્નાયુઓ લોખંડ જેવા છે, ને તારું કપાળ પિત્તળ જેવું છે;


યાકૂબનો હિસ્સો તેમના જેવો નથી, કેમ કે તે સર્વના બનાવનાર છે; અને ઇઝરાયલ તેમના વારસાની કોમ છે: તેમનુમ નામ સૈન્યોના [ઈશ્વર] યહોવા છે.


તમારા જેવો ઈશ્વર કોણ છે? કેમ કે તમે તો પાપ માફ કરો છો, ને તમારા વારસાના બચેલા ભાગના અપરાધને દરગુજર કરો છો. તે પોતાનો ક્રોધ હમેશાં રાખતા નથી, કેમ કે તે દયા કરવામાં આનંદ માને છે.


યહોવા યહૂદિયાને પવિત્ર ભૂમિમાં પોતાના વારસા તરીકે ગણી લેશે, તે હજી પણ યરુશાલેમને પસંદ કરશે.


હું તમારી વિનંતી કરું છું, કે તમારી દયાના માહાત્મ્ય પ્રમાણે, ને જેમ તમે મિસરથી માંડીને અત્યાર સુધી આ લોકને માફી બક્ષી છે, તે પ્રમાણે તેઓને ક્ષમા કરો.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


કેમ કે યહોવાનો હિસ્સો તે તેમના લોક છે; યાકૂબ તેમના વારસાનો ભાગ છે.


પણ યહોવા તને લોઢાની ભઠ્ઠીમાંથી એટલે મિસરમાંથી કાઢી લાવ્યા છે, એ માટે કે જેમ આજે છો તેમ તેમના વારસાના લોક થાઓ.


અને યહોવાની નજરમાં ભૂંડું કરવાથી જે પાપો કરીને તમે તેમને કોપાયમાન કર્યા હતા તે સર્વને લીધે હું યહોવાની સમક્ષ આગળની જેમ ચાળીસ રાત દિવસ [ઊંધો] પડી રહ્યો, અને મેં અન્‍ન ન ખાધું તેમજ પાણી પણ ન પીધું


તે માટે મેં યહોવાની પ્રાર્થના કરતાં કહ્યું કે, હે યહોવા ઈશ્વર, તમારા લોક તથા તમારો વારસો જેઓને તમે તમારા મહત્વ વડે છોડાવ્યા છે, જેઓને તમે પરાક્રમી હાથ વડે મિસરમાંથી કાઢી લાવ્યા છો, તેઓનો નાશ ન કરો.


તો પણ તેઓ તમારા લોક તથા તમારો વારસો છે કે, જેઓને તમે તમારા મહાન સામર્થ્ય વડે તથા તમારા લંબાવેલા બાહુ વડે કાઢી લાવ્યા છો.


Lean sinn:

Sanasan


Sanasan