Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 34:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને એમ થયું કે મૂસા પર્વત પરથી ઊતર્યો, એટલે બે કરારપાટીઓ હાથમાં લઈને મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે મૂસા જાણતો ન હતો કે પોતનો ચહેરો યહોવાની સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 મોશે જ્યારે સાક્ષ્યલેખની બે શિલાપાટીઓ લઈને સિનાઈ પર્વત પરથી નીચે આવ્યો ત્યારે પ્રભુની સાથે વાત કર્યાને લીધે તેનું મુખ પ્રકાશતું હતું; જો કે મોશેને તેની ખબર નહોતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 જયારે મૂસા સિનાઈ પર્વત પરથી ઊતર્યો, ત્યારે તેના હાથમાં કરારના બે શિલાપાટીઓ હતી, મૂસા જાણતો ન હતો કે તેનો પોતાનો ચહેરો ઈશ્વર સાથે વાત કર્યાને લીધે પ્રકાશતો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 છેલ્લે મૂસા કરારની બે તકતીઓ લઈને સિનાઈ પર્વત ઉપરથી નીચે ઊતર્યો, ત્યારે તે જાણતો ન હતો કે યહોવાની સમક્ષ રહેવાથી તેનો ચહેરો પ્રકાશતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 34:29
22 Iomraidhean Croise  

અને ઇઝરાયલી લોકોએ તે જોઇને એકબીજાને પૂછયું, “એ શું છે?” કેમ કે તેઓ જાણતા નહોતા કે એ શું હશે. અને મૂસાએ તેઓને કહ્યું, “એ તો યહોવાએ તમને ખાવા માટે આપેલું અન્‍ન છે.


અને યહોવાએ સિનાઈ પર્વત ઉપર મૂસાની સાથે વાતચીત પૂરી કરીને તેને બે કરારપાટી, એટલે ઈશ્વરની આંગળીથી લખેલી બે શિલાપાટીઓ આપી.


અને મૂસા પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને બે કરારપાટી તેના હાથમાં હતી. તે પાટીઓની બન્‍ને બાજુએ લેખ લખેલો હતો; એક બાજુએ તથા બીજી બાજુએ તે લખેલો હતો.


અને ઇઝરાયલી લોકોએ મૂસાની સામે જોયું, તો મૂસાનો ચહેરો પ્રકાશતો હતો; અને મૂસા તેની સાથે વાર કરવાને માટે અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી ઘૂંઘટ રાખતો.


બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? હરકોઈ વાતનો અર્થ કોણ જાણે છે? હરકોઈ વાતનો અર્થ કોણ જાણે છે? માણસની બુદ્ધિ તેના ચહેરાને તેજસ્વી કરે છે, અને તેના ચહેરાની કઠોરતા બદલાઈ જાય છે.


તેઓની આગળ ઈસુનું રૂપાંતર થયું, એટલે તેમનું મોં સૂર્યના જેવું તેજસ્વી થયું, ને તેમનાં વસ્‍ત્ર પ્રકાશના જેવાં ઊજળાં થયાં.


અને પાછા આવીને તેમણે તેઓને ઊંઘતા જોયા; કેમ કે તેઓની આંખો [ઊંઘથી] ઘેરાયેલી હતી. તેમને શો જવાબ આપવો, એ તેઓ જાણતા ન હતા.


કેમ કે શું બોલવું એ તેને સૂઝ્યું નહિ, કેમ કે તેઓ બહુ બીધા હતા.


તેઓને તેણે કહ્યું, “તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતાં નહોતા કે મારા પિતાને ત્યાં મારે હોવું જોઈએ?”


તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનું સ્વરૂપ બદલાઈ ગયું, અને તેમનાં વસ્‍ત્ર ઊજળાં [તથા] ચળકતાં થયાં.


પણ તે કોણ છે, એ પેલો સાજો થયેલો માણસ જાણતો નહોતો; કેમ કે તે ઠેકાણે ભીડ હતી, માટે ઈસુ ત્યાંથી ખસી ગયા હતા.


તે બહાર નીકળીને તેની પાછળ ગયો. દૂત જે કરે છે તે ખરેખરું છે એમ તે સમજતો નહોતો, પણ મને દર્શન થાય છે એમ તે ધારતો હતો.


ત્યારે પાઉલે કહ્યું, “ભાઈઓ, એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો, કેમ કે લખેલું છે કે, ‘તારા લોકોના અધિકારીનું તારે ભૂંડું બોલવું નહિ.”


જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ તેની તરફ એકી નજરે જોઈ રહ્યા, અને તેઓને તેનું મોં ઈશ્વરદૂતોના મોં જેવું દેખાયું.


અને મૂસાની જેમ નહિ કે, જેણે ઇઝરાયલી લોકો ટળી જનારા [મહિમાનો] અંત નિહાળે નહિ માટે પોતાના મુખ પર મુખપટ નાખ્યો;


અને હું પાછો ફરીને પર્વત પરથી ઊતર્યો, ને જે કોશ મેં બનાવ્યો હતો તેમાં તે પાટીઓ મૂકી. અને યહોવાએ મને આ આપી હતી તે પ્રમાણે તેઓ ત્યાં છે.


અને તે સ્‍ત્રી તે બે માણસોને સંતાડ્યા. અને કહ્યું, “એ માણસો મારે ત્યાં આવ્યા હતા ખરા, પણ તેઓ ક્યાંના છે તે મને ખબર નથી.


અને આયના રાજાએ તે જોયું, ત્યારે એમ થયું કે, નગરના માણસો ઉતાવળથી વહેલા ઊઠ્યા, ને તે તથા તેના સર્વ લોકો ઇઝરાયલ સાથે લડવાને નીમેલે વખતે અરાબા આગળ બહાર નીકળી આવ્યા; પણ નગરની પાછળ પોતાની વિરુદ્ધ સંતાઈ રહેલા માણસો છે, એ તે જાણતો નહોતો.


તેમના જમણા હાથમાં સાત તારા હતા. તેમના મોંમાંથી બેધારી પાણીદાર તરવાર નીકળતી હતી. તેમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂર્યના જેવો હતો.


પછી મેં બીજા એક બળવાન દૂતને આકાશમાંથી ઊતરતો જોયો, તે વાદળાથી વેષ્ટિત હતો. તેના માથા પર મેઘધનુષ્ય હતું, તેનું મોં સૂર્યના જેવું તથા તેના પગ અગ્નિના સ્તંભો જેવા હતા.


પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan