Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 34:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હું આકે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો, હું એમોરીઓને તથા કનાનીઓને તથા હિત્તીઓને તથા પરીઝીઓને તથા હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી હાંકી કાઢું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 હું તમને આજે જે આજ્ઞાઓ આપું છું તેનું તમારે પાલન કરવાનું છે. હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરીઝીઓને, હિવ્વીઓને અને યબૂસીઓને તમારી આગળથી હાંકી કાઢીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હું આજે તને જે આજ્ઞા આપું છું તે તું પાળ. જો હું અમોરીઓને, કનાનીઓને, હિત્તીઓને, પરિઝીઓને, હિવ્વીઓને તથા યબૂસીઓને તારી આગળથી કાઢી મૂકું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 કરારનો તારો ભાગ આ છે કે તું માંરી સર્વ આજ્ઞાઓને આધીન થા. પછી હું તમાંરી વચ્ચેથી અમોરી, કનાની, હિત્તી, પરિઝઝી, હિવ્વી અને યબૂસી લોકોને હાંકી કાઢીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 34:11
23 Iomraidhean Croise  

યબૂસી, અમોરી, ગિર્ગાશી;


તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતાં તેઓને મેં જોયા.


વળી તારી આગળ હું ભમરીઓને મોકલીશ, ને તે હિવ્વી તથા કનાની તથા હિત્તી લોકોને તારી આગળથી હાંકી કાઢીશે.


અને કહ્યુમ છે કે, હું તમને મિસરનિ વિપત્તિમાંથી કાઢીને તમને કનાનીઓના તથા હિત્તીઓના તથા અમોરીઓના તથા પરીઝીઓના તથા હિવ્વીઓના તથા યબૂસીઓના દેશમાં, એટલે દૂધ તથા મધની રેલછેલવાળા દેશમાં, લઈ જઈશ.’


અને મિસરીઓના હાથમાંથી તેઓને છોડાવવા માટે, તે દેશમાંથી તોએને કાઢીને, એક સારો તથા વિશાળ દેશ, બલ્કે દૂધમધની રેલછેલવાળો દેશ જ્યાં કનાની તથા હિત્તી તથા અમોરી તથા પરીઝી તથા હિવ્વી તથા યબૂસી લોકો રહે છે, ત્યાં તેમને લઈ જવા માટે હું ઊતર્યો છું.


અને તારી આગળ હું દૂતને મોકલીશ; અને કનાની તથા અમોરી તથા હિત્તી તથા પરિઝી તથા હિવ્વી તથા યબૂસીને હું હાંકી કાઢીશ;


અમે તો ત્રણ દિવસની મજલ જેટલે અરણ્યમાં જઈશું, ને જેમ અમારા ઈશ્વર યહોવા અમને આજ્ઞા કરશે તેમ તેમની આગળ યજ્ઞ કરીશું”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


જેની પાસે મારી આજ્ઞાઓ છે, અને જે તેઓને પાળે છે, તે જ મારા પર પ્રેમ રાખે છે; અને જે મારા પર પ્રેમ રાખે છે, તેના પર મારા પિતા પ્રેમ રાખશે, અને હું તેના પર પ્રેમ રાખીશ, અને તેની આગળ હું પોતાને પ્રગટ કરીશ.”


આ જે બધાં વચનો હું તને ફરમાવું છું તે લક્ષ આપીને સાંભળ, એ માટે કે યહોવા તારા ઈશ્વરની નજરમાં જે સારું ને ઘટિત તે કર્યાથી તારું ને તારી પાછળ તારાં છોકરાંનું સદા ભલું થાય.


જે જે વિષે હું તમને આજ્ઞા આપું છું તે તે તમારે કાળજી રાખીને કરવું. તારે તેમાં કંઈ વધારો કે ઘટાડો કરવો નહિ


અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાળીને તું તેમને અમલમાં લાવશે, તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશજાતિઓ કરતાં તને શ્રેષ્ઠ દેશજાતિ કરશે.


સનાતન ઈશ્વર તે તારું રહેઠાણ છે, અને તારી નીચે અનંત બાહુઓ છે; અને તેમણે તારી આગળથી શત્રુને હાંકી કાઢ્યા, અને કહ્યું, કે નાશ કર.


અને જે તેમના વિધિઓ તથા તેમની આજ્ઞાઓ હું તને આજે ફરમાવું છું તે તારે પાળવાં કે, તારું તથા તારી પાછળ તારાં છોકરાંનું ભલું થાય, ને જે દેશ યહોવા તમારા ઈશ્વર તને સદાને માટે આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


માટે યહોવા તમારા ઈશ્વરે તમને આજ્ઞા આપી છે તે પ્રમાણે તમારે કાળજી રાખીને વર્તવું. તમારે ડાબે કે જમણે હાથે વળવું નહિ.


અને યહોવા આપણા ઈશ્વરે આપણને ફરમાવ્યું છે તે પ્રમાણે જો આપણે આ સર્વ આજ્ઞાઓ તેમની પ્રત્યે કાળજીથી પાળીએ, તો તે આપણા લાભમાં ન્યાયીપણાને અર્થે ગણાશે.


માટે, હે ઇઝરાયલ, સાંભળ, ને કાળજી રાખીને તે પાળ; એ માટે કે જેમ યહોવા તારા પિતૃઓના ઈશ્વરે તને વચન આપ્યું છે તેમ દૂધમધની રેલમછેલવાળા દેશમાં તારું ભલું થાય ને તમે બહુ જ વૃદ્ધિ પામો.


એટલે જે મોટાં પરીક્ષણો તેં તારી નજરે જોયાં તે, તથા ચિહ્નો તથા ચમત્કારો તથા પરાક્રમી હાથ, તથા લંબાવેલો બાહુ કે જેઓ વડે યહોવા તારા ઈશ્વર તને કાઢી લાવ્યા [તે યાદ રાખવાં]. જે બધી પ્રજાઓથી તું બીહે છે તેઓને યહોવા તારા ઈશ્વર એ જ પ્રમાણે કરશે.


યહોવા તમારા ઈશ્વર પોતે જ તેઓને તમારી આગળથી હાંકી કાઢીને તમારી દષ્ટિથી દૂર કરશે; અને તમારા ઈશ્વર યહોવાએ તમને કહ્યું હતું તેમ, તમે તેઓનો દેશ કબજામાં લેશો.


Lean sinn:

Sanasan


Sanasan