નિર્ગમન 34:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
10 અને યહોવાએ કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્વર્યકૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ; અને જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાનું કામ જોશે; કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
10 પ્રભુએ મોશેને કહ્યું, “હવે હું ઇઝરાયલી લોકો સાથે કરાર કરું છું. આ પૃથ્વી પર કોઈપણ પ્રજામાં ન થયાં હોય એવાં મહાન કાર્યો હું આ લોકો સમક્ષ કરીશ. હું પ્રભુ કેવાં મહાન કાર્યો કરી શકું છું તે સર્વ લોકો જોશે; કારણ, હું તમારે માટે અજાયબ કાર્યો કરવાનો છું.
10 યહોવાહે કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્ચર્યકૃત્યો તારા સર્વ લોકોની આગળ હું કરીશ. જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાહનું કામ જોશે, કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
10 યહોવાએ કહ્યું, “જુઓ, હું અત્યારે જ તમાંરી સાથે આ કરાર કરનાર છું. અગાઉ પૃથ્વી પર કોઈ પણ દેશમાં ન થયા હોય તેવા ચમત્કારો હું કરીશ. તારા લોકો તે જોશે કે હું, દેવ ખૂબ મહાન છું. હું જે તારા માંટે અદભુત કાર્યો કરીશ, તે લોકો જોશે.”
અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
અને તે ત્યાં યહોવાની સાથે ચાળીસ દિવસ તથા ચાળીસ રાત હતો. તેણે રોટલી ખાધી ન હતી, તેમ જ પાણી પણ પીધું ન હતું. અને તેણે પાટીઓ ઉપર કરારના શબ્દો, એટલે દશ આજ્ઞાઓ, લખી.
ત્યારે લોકોએ હોકારો કર્યો અને [યાજકોએ] રણશિંગડાં વાગડ્યાં. અને એમ થયું કે, લોકોએ રણશિંગડાનો અવાજ સાંભળતાં જ ઘાંટો કાઢીને મોટો હોકારો કર્યો, ત્યારે કોટ એમને એમ તૂટી પડ્યો; એટલે લોકોમાંનો પ્રત્યેક પુરુષ સીધો નગરમાં ઘસી ગયો, અને તેઓએ નગર લીધું.