Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે તાણતો હતો; અને તેણે તેનું [નામ] મુલાકાતમંડપ પાડયું. અને એમ થયું કે યહોવાને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ઇઝરાયલીઓ જ્યાં જ્યાં પડાવ નાખતા ત્યાં મોશે છાવણીથી થોડે દૂર મંડપ ઊભો કરતો. તે મુલાકાતમંડપ કહેવાતો; કારણ, પ્રભુની દોરવણી શોધનાર પ્રત્યેક માણસ એ છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 મૂસા મંડપ લઈને છાવણી બહાર દૂર તે માંડવો ઊભો કરતો હતો અને તેણે તેનું નામ મુલાકાતમંડપ પાડ્યું. યહોવાહને શોધનાર પ્રત્યેક માણસ નીકળીને છાવણી બહારના મુલાકાતમંડપમાં જતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મૂસા હંમેશા છાવણીની બહાર દૂર માંડવો ઊભો કરતો હતો અને જે કોઈને યહોવાની ઈચ્છા જાણવી હોય તે છાવણી બહાર “મુલાકાતમંડપમાં” જતો. જે મૂસાએ છાવણી બહાર ઊભો કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:7
17 Iomraidhean Croise  

દાઉદના દિવસોમાં લાગલગાટ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો. દાઉદે યહોવાને એ વિષે પૂછ્યું. યહોવાએ કહ્યું, “એ તો શાઉલ તથા તેના ખૂની કુટુંબને લીધે છે, કેમ કે તેણે ગિબ્યોનીઓને મારી નાખ્યા હતા.”


હે યહોવા, તમે કેમ આઘા રહો છો? સંકટના સમયમાં તમે કેમ સંતાઈ જાઓ છો?


“મારું મુખ શોધ” [એમ તમે મને કહ્યું, ત્યારે] મારા હ્રદયે તમને કહ્યું કે, હે યહોવા, હું તમારું મુખ શોધીશ.


હે યહોવા, તમે તે જોયું છે; તમે ચૂપ ન રહો; હે પ્રભુ, મારાથી દૂર ન રહો.


અને મૂસાના સસરા યિથ્રોએ ઈશ્વરને માટે દહનીયાર્પણ તથા યજ્ઞ કર્યાં; અને હારુન તથા ઇઝરાયલના સર્વ વડીલો ઈશ્વરની હજૂરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા.


અને મૂસા તેના સસરાને મળવાને બહાર આવ્યો, ને પ્રણામ કરીને તેણે તેને ચૂંબન કર્યું. અને તેઓએ એકબીજાની ખબરઅંતર પૂછી; અને તંબુમાં ગયા.


અને હોરેબ પર્વતથી માંડીને ઇઝરાયલી લોકોએ પોતાનાં ઘરેણાં ઉતારી મૂક્યાં.


અને એમ થયું કે મૂસા નીકળીને પોતપોતાના તંબુના બારણામાં ઊભાર રહેતા, ને મંડપમાં મૂસાના પેસતાં સુધી તેની પાછળ જોઈ રહેતા.


યહોવા દુષ્ટથી દૂર છે; પણ તે સદાચારીની પ્રાર્થના સાંભળે છે.


પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.


જો કે તેઓ પોતાનાં છોકરાં ઉછેરે છે, તોપણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નસંતાન કરીશ; હા, હું તેમનાથી દૂર રહીશ, ત્યારે પણ તેમને અફસોસ!


પણ જો ત્યાંથી તમે યહોવા તમારા ઈશ્વરને શોધશો, ને જો તું તારા પૂરા અંત:કરણથી તથા તારા પૂરા જીવથી તેની શોધ કરશે, તો તે તને મળશે.


અને પવિત્રસ્થાનનો તથા જે ખરો મંડપ માણસોએ નહિ પણ પ્રભુએ ઊભો કરેલો છે, તેના તે સેવક છે.


Lean sinn:

Sanasan


Sanasan