Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:20 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 વળી યહોવાએ કહ્યું, “તું મારું મુખ જોઈ શકતો નથી; કેમ કે મને જોઈને કોઈ માણસ જીવતો રહી શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

20 તું મારું મુખ જોઈ શકીશ નહિ; કારણ, મને જોઈને કોઈ વ્યક્તિ જીવતી રહી શક્તી નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 પણ યહોવાહે કહ્યું, “તું મારું મુખ જોઈ શકીશ નહિ, કારણ કે, કોઈ પણ માણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

20 વધુમાં તેમણે કહ્યું, “પણ માંરું મુખ તું જોઈ શકીશ નહિ, કારણ, કોઈ પણ માંણસ મને જોઈને જીવતો રહી શકે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:20
14 Iomraidhean Croise  

અને યાકૂબે તે જગાનું નામ પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.”


અને તેઓએ ઇઝરાયલના ઈશ્વરને જોયા. અને ઈશ્વરના પગ નીચે જાણે નીલમના જેવી ફરસબંધી હતી, અને તે આકાશના જેવી નિર્મળ હતી.


ત્યારે મૂસા તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના સિત્તેર વડીલો ઉપર ચઢયા.


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


અને મૂસાએ કહ્યું, “કૃપા કરીને તમારું ગૌરવ મને દેખાડો.”


પછી હું મારો હાથ લઈ લઈશ, ને તું મારી પીઠ જોશે. પણ મારું મુખ તું જોવા પામશે નહિ.”


ત્યારે મેં કહ્યું, “અફસોસ છે મને! મારું આવી બન્યું છે; કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું ને અશુદ્ધ હોઠોના લોકમાં હું રહું છું; કેમ કે મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે.”


ઈશ્વરને કોઈ માણસે કદી જોયા નથી. એકાકીજનિત દીકરો કે, જે પિતાની ગોદમાં છે, તેમણે તેમને પ્રગટ કર્યા છે.


અને તમે કહ્યું, ‘જો, યહોવા આપણા ઈશ્વરે આપણને પોતાનું ગૌરવ તથા પોતાનું માહાત્મ્ય બતાવ્યું છે, ને અગ્નિજ્વાળા મધ્યેથી તેમની વાણી આપણે સાંભળી છે. આપણે આજે જોયું છે કે ઈશ્વર મનુષ્યની સાથે બોલે છે, ને તેમ છતાંય એ [મનુષ્ય] જીવતો રહે છે.


તેમને એકલાને અમરપણું છે, પાસે જઈ શકાય નહિ એવા પ્રકાશમાં જે રહે છે, જેમને કોઈ માણસે જોયા નથી, ને જોઈ શકતા પણ નથી તેમને સદાકાળ ગૌરવ તથા સામર્થ્ય હો. આમીન.


પણ ઈશ્વરે કયા દૂતને કદી એમ કહ્યું છે, “હું તારા શત્રુઓને તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણે હાથે બેસ?”


પછી માનોઆએ પોતાની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્વય મરી જઈશું.”


ગિદિયોને જોયું કે તે તો યહોવાનો દૂત હતો. ત્યારે ગિદિયોને કહ્યું, “હે ઈશ્વર યહોવા, મને અફસોસ! કેમ કે મેં યહોવાના દૂતને મોઢામોઢ જોયો છે.”


Lean sinn:

Sanasan


Sanasan