Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને યહોવાએ કહ્યું, “હું મારી સઘળી ભલાઈનું દર્શન તને કરાવીશ, ને હું તારી આગળ યહોવાનું નામ પ્રગટ કરીશ, અને જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ, ને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 પ્રભુએ તેને કહ્યું, “હું તને મારા ગૌરવનું દર્શન કરાવીશ અને તારી સમક્ષ મારું પવિત્ર નામ જાહેર કરીશ. હું પ્રભુ છું, અને જેમને હું પસંદ કરું છું તેમને મારી કૃપા તથા દયા દર્શાવું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 યહોવાહે કહ્યું, “હું મારી સંપૂર્ણ ભલાઈ તારા મુખ આગળથી પસાર કરીશ અને તારી સમક્ષ મારું નામ ‘યહોવાહ’ તરીકે જાહેર કરીશ. હું જેના પર કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ અને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 યહોવાએ કહ્યું, “હું માંરી સંપૂર્ણ ભલમનસાઈ તને દેખાડીશ, અને તારી સમક્ષ માંરું નામ ‘યહોવા દેવ’ તરીકે જાહેર કરીશ. હું જેને પસંદ કરીશ એ લોકો પર દયા અને કરુણા વરસાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:19
16 Iomraidhean Croise  

તેઓએ કિલ્લાવાળાં શહેરો તથા રસાળ ભૂમી લઈ લીધાં. સર્વ ઉત્તમ વસ્તુઓથી ભરપૂર ધરો, ખોદેલા કૂવા, દ્રાક્ષાવાડીઓ, જૈતવાડીઓ, તથા પુષ્કળ ફળઝાડો તેઓના કબજામાં આવ્યાં. આ સર્વ સમૃદ્ધિથી તેઓ તૃપ્ત થયા, ને તમારી મોટી કૃપાથી આનંદ પામ્યા.


તેનો જીવ સુખમાં રહેશે; તેનાં સંતાન દેશનો વારસો પામશે.


જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.


તે દિવસે તમે કહેશો, “યહોવાની આભારસ્તુતિ કરો, તેમનું નામ લઈને તેમને હાંક મારો, લોકોમાં તેમનાં કૃત્યો જાહેર કરો, તેમનું નામ શ્રેષ્ઠ છે એવું પ્રગટ કરો.


તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્રને જન્મ આપશે, અને તેનું નામ તે ઈમાનુએલ પાડશે.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


તેઓ આવીને સિયોનના ઉચ્ચસ્થાન પર ગાયન કરશે, અને ધાન્ય, દ્રાક્ષારસ, તેલ ને ઘેટાંનાં તથા ઢોરનાં ટોળાંનાં બચ્ચાં એ બધાંમાં યહોવાની કૃપા પામવા માટે તેઓ ભેગા થશે; અને તેઓના જીવ બાગાયત જમીનની વાડી જેવા થશે; અને તેઓ કદી પણ ફરીથી શોક કરશે નહિ.


વળી હું યાજકોના જીવને મિષ્ટાન્નથી તૃપ્ત કરીશ, ને મારા લોકો મારી કૃપાથી સંતોષ પામશે.” એવું યહોવા કહે છે.


કેમ કે તેઓની જાહોજલાલી કેટલી બધી છે, ને તેઓની શોભા કેટલી બધી છે! જુવાનોને ધાન્ય તથા યુવતીઓને નવો દ્રાક્ષારસ હ્રષ્ટપુષ્ટ કરશે.


અથવા ઈશ્વરનો ઉપકાર તને પસ્તાવો કરવા તરફ પ્રેરે છે, એથી અજ્ઞાન રહીને શું તેમના ઉપકારની, સહનશીલતાની તથા વિપુલધૈર્યની સંપત્તિને તું તુચ્છ ગણે છે?


અને જો મહિમાને માટે આગળ તૈયાર કરેલાં દયાનાં પાત્રો પર,


કેમ કે હું યહોવાનું નામ પ્રગટ કરીશ. આપણા ઈશ્વરના મહાત્મ્યને લીધે તેમને સ્તુત્ય માનો.


Lean sinn:

Sanasan


Sanasan