16 જો તમે અમારી સાથે ન આવો, તો તમે તમારા લોકો ઉપર તથા મારા પર પ્રસન્ન થયા છો તે કેવી રીતે જાણી શકાય? અમારી સાથેની તમારી હાજરીથી જ અમે પૃથ્વીના બીજા લોકોથી અલગ તરી આવીએ છીએ.”
16 કેમ કે હવે કેમ જણાય કે હું તથા તમારા લોકો તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે તમે અમારી સાથે આવો છો, એથી હું તથા તમારા લોકો પૃથ્વી ઉપરના સર્વ લોકોથી જુદા છીએ?”
16 અને તમે અમાંરી સાથે આવો એ સિવાય બીજી કઈ રીતે જાણી શકાય કે તમે અમાંરા પર પ્રસન્ન છો? તમે અમાંરી સાથે આવો તો જ અમે, તમાંરા લોકો અને હું પૃથ્વી પરના બીજા બધા લોકો કરતાં જુદા તરી આવીશું.”
અને તમારા લોક જેવી એટલે ઇઝરાયલ જેવી પૃથ્વી પર બીજી કઈ પ્રજા છે કે, જેને પોતાના લોકો થવા માટે છોડાવવા, પોતાનું નામ [અમર] કરવા, અને જે પોતાના લોકને તમે પોતાને માટે મિસરમાંથી, દેશજાતિઓ તથા તેઓનાં દેવદેવીઓ પાસેથી છોડાવ્યા છે તેઓના જોતાં તમારે માટે મહાન કૃત્યો તથા તમારા દેશને માટે ભયંકર કૃત્યો કરવા તમે જે ઈશ્વર તે સિધાવ્યા હોય?
કેમ કે, હે ઈશ્વર યહોવા, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતા સમયે તમારા સેવક મૂસાની હસ્તક બોલ્યા હતા, તે પ્રમાણે તમે તેઓને તમારો વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે.”
અને યહોવાએ કહ્યું, “જો, હું કરાર કરું છું. આખી પૃથ્વી પર તથા કોઈ પણ પ્રજામાં કદી કરાયાં ન હોય એવાં આશ્વર્યકૃત્યો તારા સર્વ લોકની આગળ હું કરીશ; અને જે લોકોમાં તું રહે છે તે બધા યહોવાનું કામ જોશે; કેમ કે તારા સંબંધી જે કામ હું કરવાનો છું તે ભયંકર છે.
અને તેણે કહ્યું, “હે યહોવા, જો હું તમારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને યહોવા અમારી મધ્યે ચાલે; કેમ કે આ લોક તો હઠીલા છે. અને અમારો અન્યાય તથા અમારું પાપ માફ કરો, ને અમોને તમારો વારસો કરી લો.”
અને તે દિવસે ગોશેન દેશ કે જેમાં મારા લોક રહે છે, તેને હું એવી રીતે અલાહિદો રાખીશ કે તેમાં માખીઓનાં ટોળાં આવે નહિ; એ માટે તું જાણે કે પૃથ્વી મધ્યે હું યહોવા છું.
પણ મેં તમને કહ્યું છે કે, તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓથી અગલ કરનાર તમારો ઈશ્વર યહોવા હું છું.
અને તેઓ આ દેશના રહેવાસીઓને તે કહેશે. તેઓએ સાંભળ્યું છે કે તમે યહોવા આ લોક મધ્યે છો; કેમ કે તમે યહોવા તેઓને મોઢામોઢ દેખાવ છો, ને તમારો મેઘ તેઓના ઉપર થોભે છે, ને દિવસે મેઘસ્તંભમાં તથા રાત્રે અગ્નિસ્તંભમાં તેઓની આગળ તમે ચાલો છો.
અથવા જે બધું યહોવા તમારા ઈશ્વરે મિસરમાં તમારે માટે તમારી નજર આગળ કર્યું, તેમ કરીને એટલે પરીક્ષણો, ચિહ્નો તથા ચમત્કારો તથા યુદ્ધ તથા પરાક્રમી હાથ તથા લંબાવેલા બાહુ તથા મોટાં ત્રાસદાયક કૃત્યો વડે [બીજી] દેશજાતિઓમાંથી પોતાને માટે દેશજાતિ પ્રાપ્ત કરવાનો શું કોઈ ઈશ્વરે યત્ન કર્યો છે?
કેમ કે એવી કઈ મોટી દેશજાતિ છે કે જેની સાથે કોઈ ઈશ્વર એટલો નિકટનો સંબંધ રાખે છે કે જેટલો યહોવા આપણા ઈશ્વર આપણે તેમની વિનંતી કરીએ ત્યારે આપણી સાથે રાખે છે?