Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 33:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જેમ માણસ પોતાના મિત્રની સાથે વાત કરે, તેમ યહોવા મૂસાની સાથે મોઢામોઢ વાત કરતા. પછી તે છાવણીમાં પાછો આવતો; પણ તેનો સેવક, નૂનનો દીકરો યહોશુઆ, જે જુવાન માણસ હતો, તે મંડપમાંથી નીકળતો ન હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 માણસ જેમ પોતાના મિત્ર સાથે વાત કરે તેમ પ્રભુ મોશે સાથે રૂબરૂ વાત કરતા. પછી મોશે છાવણીમાં પાછો આવતો. પરંતુ મોશેનો સેવક, નૂનનો પુત્ર યહોશુઆ તો મંડપમાં જ રહેતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 યહોવાહ મૂસા સાથે એક માણસ બીજા માણસ સાથે વાત કરે એ રીતે મુખોપમુખ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો, પણ તેનો નવયુવાન સેવક નૂનનો દીકરો યહોશુઆ કદી મંડપમાંથી બહાર નીકળતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 યહોવા મૂસા સાથે એક માંણસ બીજા માંણસ સાથે વાત કરે એ રીતે મોઢામોઢ વાત કરતા. ત્યાર પછી મૂસા પાછો છાવણીમાં આવતો. તેનો નવયુવાન સેવક નૂનનો પુત્ર યહોશુઆ કદી તંબુમાંથી બહાર નીકળતો નહિ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 33:11
19 Iomraidhean Croise  

અને યાકૂબે તે જગાનું નામ પનીએલ પાડયું; કેમ કે તેણે કહ્યું, “મેં ઈશ્વરને મોઢેમોઢ દીઠા છે, તોપણ મારો જીવ બચ્ચો છે.”


હે અમારા ઈશ્વર શું, આ દેશના મૂળ રહેવાસીઓને તમારા ઇઝરાયલ લોકથી હાંકી કાઢીને તમે તે દેશ સદાને માટે તમારા મિત્ર ઇબ્રાહિમના વંશજોને આપ્યો નથી?


એ માટે કે ઈશ્વર માણસના વાજબી હકને તથા પોતાના પડોશી સાથે મનુષ્યના હકને જાળવી રાખે!


અને મૂસાએ યહોશુઆને કહ્યું, “આપણે માટે માણસો ચૂટી કાઢ, ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં ઇશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ.”


અને મૂસા તથા તેનો સેવક યહોશુઆ ઊઠયા; અને મૂસા ઈશ્વરના પર્વત પર ગયો.


અને લોકો ઘોંઘાટ કરતા હતા, તેમનો અવાજ યહોશુઆએ સાંભળ્યો, ત્યારે તેણે મૂસાને કહ્યું “છાવણીમાં લડાઈનો ઘોંઘાટ થાય છે.”


અને સર્વ લોકો મેઘસ્તંભને મંડપના દ્વાર પાસે ઊભો રહેલો જોતા. અને સર્વ લોકો ઊઠીને પોતપોતાના તંબુના બારણા આગળ ભજન કરતા.


અને એમ થયું કે મૂસા મંડપમાં પેસતો એટલે મેઘસ્તંભ ઊતરતો ને મંડપના દ્વાર પાસે થોભતો; અને [યહોવા] મૂસાની સાથે વાત કરતા.


હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.


અને મૂસાના સેવકે, તેના માનીતાઓમાંના એકે એટલે નૂનના દિકરા યહોશુઆએ ઉત્તર આપીને કહ્યું, “મારા ધણી, મૂસા, તેઓને મના કર.”


મારો સેવક મૂસા એવો નથી. તે મારા આખા ઘરમાં વિશ્વાસુ છે.


હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?”


તેમણે એ વાતો કહી, અને ત્યાર પછી તે તેઓને કહે છે, “આપણો મિત્ર લાજરસ ઊંઘી ગયો છે. પણ હું તેને ઊંઘમાંથી જગાડવા માટે જવાનો છું.”


જેને કન્યા છે તે જ વરરાજા છે; પણ વરરાજાનો મિત્ર જે ઊભો રહીને તેનું સાંભળે છે, તે વરરાજાની વાણીથી બહુ આનંદ પામે છે; એ માટે મારો એ આનંદ સંપૂર્ણ થયો છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તારા મરણના દિવસ પાસે આવ્યા છે. યહોશુઆને બોલાવ, ને મુલાકાતમંડપમાં તમે બન્‍ને હાજર થાઓ કે હું તેને સોંપણી કરું.” અને મૂસા તથા યહોશુઆ જઈને મુલાકાતમંડપમાં હાજર થયા.


અને મૂસા કે જેને યહોવા મોઢામોઢ ઓળખતા હતા તેના જેવો પ્રબોધક હજી સુધી ઇઝરાયલમાં ઊઠ્યો નથી:


યહોવાએ પર્વત પર અગ્નિજ્વાળા મધ્યેથી તમારી સાથે મોઢામોઢ વાત કરી,


એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે. “ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે તેને માટે ન્યાયીપણા તરીકે ગણવામાં આવ્યો, અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.”


Lean sinn:

Sanasan


Sanasan