Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જે માર્ગ મેં તેઓને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ વહેલા ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું છે, ને તેની પૂજા કરી છે, ને તેને અર્પણ ચઢાવ્યું છે, ને કહ્યું છે, ‘હે ઇઝરાયલ, તને મિસર દેશમાંથી કાઢી લાવનાર દેવ તે આ છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મેં તેમને જે માર્ગે ચાલવાની આજ્ઞા આપી હતી તેનાથી તેઓ બહુ જલદી ભટકી ગયા છે. તેમણે પોતાને માટે સોનાનો વાછરડો બનાવીને તેની પૂજા કરી છે અને બલિદાનો ચડાવ્યાં છે. વળી તેઓ કહે છે કે ઇજિપ્તમાંથી તેમને કાઢી લાવનાર એ જ તેમનો ઈશ્વર છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 મેં તેઓને જે માર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેઓએ પોતાના માટે વાછરડાની એક મૂર્તિ બનાવી છે, તેની પૂજા કરી છે અને તેને અર્પણ ચઢાવ્યા. તેઓએ કહ્યું, ‘હે ઇઝરાયલ, તને મિસરમાંથી બહાર લઈ આવનાર દેવ તે આ છે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 મેં તેમને જે માંર્ગે ચાલવાની આજ્ઞા કરી હતી તેનાથી આટલા વહેલા તેઓ ફરી ગયા છે. તેમણે પોતાના માંટે એક વાછરડાની મૂર્તિ બનાવી છે અને તેને પગે લાગીને તેને ભોગ ધરાવીને એમ બોલ્યા છે કે, ‘હે ઇસ્રાએલના પુત્રો, આ રહ્યા તમાંરા દેવ, જે તમને લોકોને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:8
18 Iomraidhean Croise  

તે પરથી રજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા. અને યરોબામે તેમને કહ્યું. “યરુશાલેમમાં જવું તમને ઘણું [મશ્કેલ] થઈ પડે છે. હે ઇઝરાયલ જો, તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા [તે આ રહ્યા].”


હા, તેઓએ પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવીને કહ્યું, ‘તને મિસરમાંથી કાઢી લાવનાર તારો દેવ તે આ છે, ’ એમ તેઓએ ઘણાં ક્રોધજનક કામો કર્યા.


તેઓએ હોરેબ આગળ વાછરડો બનાવ્યો, અને ઢાળેલી મૂર્તિની પૂજા કરી.


પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી, અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા.


મારી આગળ તમારે કોઈ [અન્ય દેવો] કરવા નહિ. તમારે પોતાને માટે રૂપાના કે સોનાના દેવો બનાવવા નહિ.


એકલા યહોવા વિના બીજા કોઈ દેવને યજ્ઞ કરનારાનો પૂરો સંહાર કરાય.


અને તેણે તેઓના હાથમાંથી તે લીધું, ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું; અને તેઓએ કહ્યું, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”


રખેને તું દેશનઅ રહેવાસીઓની સાથે કરાર કરે, ને તેઓ તેમના દેવોની પાછળ ભટકી જઈને તેમના દેવોને યજ્ઞ ચઢાવે, અને કોઈના નોતર્યાથી તું તેના નૈવેદમાંથી ખાય.


જેઓ થેલીમાંથી સોનું ઠાલવે છે, ને કાંટાએ રૂપું જોખે છે, તેઓ સોનીને રાખે છે, ને તે એનો દેવ બનાવે છે; તેઓ તેને પગે લાગે છે, અને પ્રણામ કરે છે.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


અને જે વનદેવતાઓની પાછળ તેઓ વંઠી ગયા હતા. તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચઢાવે. વંશપરંપરા તેઓને માટે હમેશનો એ વિધિ થાય.


તેઓએ ભૂતો [કે જેઓ] ઈશ્વર નહોતા તેઓને, જે દેવોને તેઓ ઓળખતા નહોતા તેઓને, ટૂંક મુદતથી પ્રસિદ્ધ થયેલા નવા [દેવો] કે જેઓથી તમારા પિતૃઓ બીતા નહોતા, તેઓને માટે તેઓએ યજ્ઞ કર્યા.


અને યહોવાએ મને કહ્યું, ‘ઊઠ, અહીંથી જલદી નીચે ઊતર, કેમ કે જે તારા લોકોને તું મિસરમાંથી કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું પૂતળું બનાવ્યું છે.’


અને મેં જોયું, તો જુઓ, તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે યહોવા તમારા ઈશ્વરની વિરુદ્ધ પાપ કર્યું હતું. તમે પોતાને માટે ઢાળેલું વાછરડું બનાવ્યું હતું. જે માર્ગ યહોવાએ તમને ફરમાવ્યો હતો તેમાંથી તમે જલદી ભટકી ગયા હતા.


તેઓએ ગિલ્યાદ પ્રાંતમાં રુબેનપુત્રોની તથા ગાદપુત્રોની તથા મનાશ્શાના અર્ધકુળની પાસે જઈને તેઓને કહ્યું,


તોપણ તેઓએ પોતાના ન્યાયાધીશોનું સાંભળ્યું નહિ, કેમ કે તેઓએ અન્ય દેવોની પાછળ વંઠી જઈને તેમને વંદન કર્યુ. તેઓના પિતૃઓ યહોવાની આ ઓ પાળીને જે માર્ગે ચાલતા હતા તેમાંથી તેઓ જલદી અવળે માર્ગે ફરી ગયા. તેઓની જેમ તેમણે કર્યું નહિ.


વળી ગિદિયોને તેઓને કહ્યું, “હું તમને એક વિનંતી કરવા ચાહું છું કે, જે કુંડળ તમે લૂટી લીધાં છે તે બધાં મને આપો.” (કેમ કે તેઓ ઇશ્માએલીઓ હતા, માટે તેઓનાં કુંડળ સોનાનાં હતાં.)


Lean sinn:

Sanasan


Sanasan