Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને યહોવાએ મૂસાને કહ્યું, “જા, નીચે ઊતર; કેમ કે તારા જે લોકોને તું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પછી યહોવાહે મૂસાને કહ્યું, “જા જલ્દીથી નીચે જા, કારણ કે તારા જે લોકોને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તરત નીચે જા, કારણ, તારા લોકો, જેમને તું મિસરમાંથી બહાર લઈ આવ્યો છે, તેઓ એ ભયંકર પાપ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:7
17 Iomraidhean Croise  

તેના પિતા ઉઝિયાએ જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની ર્દષ્ટિમાં જે સારું હતું તે કર્યું. પરંતું યહોવાના મંદિરમાં તે પેઠો નહિ. હજી સુધી લોકો અમંગળ કર્મો કર્યા કરતા હતા.


પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી, અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા.


અને યહોવાએ તેને કહ્યું, “જા, નીચે ઊતર, અને તું તથા તારી સાથે હારુન ઉપર આવો, પણ યાજકો તથા લોકો યહોવા પાસે આવીને હદ ઓળંગે નહિ, રખેને તે તેઓ ઉપર તૂટી પડે.”


અને લોકોએ જોયું કે મૂસાને પર્વત પરથી ઊતરતા વિલંબ થાય છે, ત્યારે તેઓ હારુનની પાસે એકઠા થયા, ને તેને કહ્યું, “ઊઠ, અમારી આગળ ચાલવા માટે અમારે માટે દેવ બનાવ; કેમ કે જે માણસ અમને મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે મૂસાનું શું થયું, તે અમે જાણતા નથી.”


અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?


અને તેણે તેઓના હાથમાંથી તે લીધું, ને કોતરણીથી ઘાટ બનાવીને તેનું ઢાળેલું વાછરડું બનાવ્યું; અને તેઓએ કહ્યું, “હે ઇઝરાયલ, મિસર દેશમાંથી તને કાઢી લાવનાર ઈશ્વર તે આ છે.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “ચાલ, ને જે લોકોને તું મિસર દેશમાંથી કાઢી લાવ્યો, તેઓને લઈને જે દેશ વિષે મેં ઇબ્રાહિમને, ઇસહાકને તથા યાકૂબને સમ ખાઈને કહ્યું ‘તારા સંતાનને હું તે આપીશ, ’ તે દેશમાં જા.


અરે! પાપ કરનારી પ્રજા, અન્યાયથી લદાએલા લોકો, પાપ કરનારાં સંતાન, વંઠી ગએલાં છોકરાં; તેઓએ યહોવાનો ત્યાગ કર્યો છે, તેઓએ ઇઝરાયલના પવિત્ર [ઈશ્વર] ને ધિકકાર્યા છે, તેઓ વિમુખ થઈને પાછા [ફરી ગયા છે].


અપરાધ બંધ પાડવાને, પાપનો અંત લાવવાને, ને દુરાચરનું પ્રાયશ્ચિત કરવાને, ને સદાકાળનું ન્યાયીપણું દાખલ કરવાને, ને સંદર્શન તથા ભવિષ્યવાદ પર સિક્કો મારીને નક્કી કરવાને, તારા લોકોને શિર તથા તારા પવિત્ર નગરને શિર સિત્તેર અઠવાડિયાં નિર્માણ કરેલાં છે.


ગિબયાના દિવસોમાં થયા હતા તેમ તેઓ અતિ ભ્રષ્ટ થઈ ગયા છે. તેઓના દુરાચરણનું સ્મરણ કરીને તે તેઓનાં પાપની શિક્ષા કરશે.


કેમ કે હું જાણું છું, કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો, ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો. અને પાછલા દિવસોમાં તમારા પર દુ:ખ આવી પડશે; કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેમને રોષ ચઢાવશો.”


લોકોએ પોતાને ભ્રષ્ટ કર્યા છે, [તેઓ] યહોવાનાં છોકરાં [રહ્યાં] નથી, [એ] તેઓનું કલંક [છે]. [તેઓ] અડિયલ તથા વાંકી પેઢી છે.


રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા,


અને યહોવાએ મને કહ્યું, ‘ઊઠ, અહીંથી જલદી નીચે ઊતર, કેમ કે જે તારા લોકોને તું મિસરમાંથી કાઢી લાવ્યો છે તેઓ ભ્રષ્ટ થઈ ગયા છે. જે માર્ગ મેં તેમને ફરમાવ્યો હતો તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે. તેઓએ પોતાને માટે ઢાળેલું પૂતળું બનાવ્યું છે.’


હોરેબમાં પણ તમે યહોવાને કોપાવ્યા, ને યહોવા તમારા પર એટલા બધા કોપાયમાન થયા કે તેમણે તમારો નાશ કરી નાખ્યો હોત.


પણ ન્યાયાધીશના મરણ પછી એમ થતું કે તેઓ પાછા ફરી જતા, તથા અન્ય દેવોની ઉપાસના કરીને તથા તેઓને પગે લાગીને તેઓ તેમના પિતૃઓ કરતાં વધારે ભ્રષ્ટ થઈ જતા. તેઓ પોતાનાં કામથી તથા દુરાગ્રહથી પાછા હઠતા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan