Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને તેઓએ સવારે વહેલા ઊઠીને દહનીયાર્પણ કર્યાં, ને શાંત્યર્પણો રજૂ કર્યાં; અને લોકો ખાવાપીવા બેઠા, ને રમવા ઊઠયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 બીજે દિવસે સવારે તેમણે પશુઓ લાવીને દહનબલિ અને સંગતબલિ ચડાવ્યાં. લોકો ખાવાપીવા બેઠા અને પછી ઊઠીને મોજમજા કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનીયાર્પણ અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 બીજે દિવસે સવારમાં વહેલા ઊઠીને લોકોએ દહનાર્પણો અને શાંત્યર્પણો ચઢાવ્યાં અને ત્યાર પછી તેઓએ ખાધું પીધું અને મોજમજા કરવા લાગ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:6
10 Iomraidhean Croise  

અને હારુને તે જોયું, ત્યારે તેણે તેની આગળ વેદી બાંધી; અને હારુને ઢંઢેરો પિટાવ્યો, “કાલે યહોવાને માટે પર્વ પાળવામાં આવશે.”


તેઓ પ્રત્યેક વેદીની બાજુએ ધરેણે લીધેલાં લૂગડાં પર સૂએ છે, ને જેઓને દંડ થયેલો હોય તેવાઓનો દ્રાક્ષારસ તેઓ પોતાના ઈશ્વરના મંદિરમાં પીએ છે.


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


કેમ કે તેઓ પોતાના દેવોન ય ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.


જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેમ તમે ન થાઓ. લખેલું છે, “લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.”


પૃથ્વી પરનાં રહેનારાંઓ તેઓને લીધે ખુશી થાય છે અને આનંદ કરે છે. તેઓ એકબીજા પર ભેટ મોકલશે, કેમ કે તે બે પ્રબોધકોએ પૃથ્વી પરનાં રહેનારાંઓને દુ:ખ દીધું હતું.


Lean sinn:

Sanasan


Sanasan