Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને યહોવાએ મૂસાને કહ્યું, “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 પ્રભુએ કહ્યું, “હું તો મારી વિરુદ્ધ પાપ કરનારનું નામ મારા પુસ્તકમાંથી કાઢી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 યહોવાહે મૂસાને કહ્યું, “જેણે મારી વિરુદ્ધ પાપ કર્યું હશે, તેનું નામ હું મારા પુસ્તકમાંથી ભૂંસી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 પરંતુ યહોવાએ મૂસાને જવાબ આપ્યો, “નહિ, જે લોકોએ માંરી વિરુદ્ધ જઈને પાપ કર્યુ છે તેમનું જ નામ હું માંરા ચોપડામાંથી ભૂસી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:33
13 Iomraidhean Croise  

તેઓ [નાં નામ] જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, અને ન્યાયીઓની સાથે તેઓ [નાં નામ] નોંધાય નહિ.


પણ હું તો દીન તથા દુ:ખી છું; હે ઈશ્વર, તમારું તારણ મને ઊંચો કરો.


તમે વિદેશીઓને ધમકાવ્યા છે, તમે દુષ્ટોનો નાશ કર્યો છે, તમે તેઓનું નામ સદાને માટે ભૂંસી નાખ્યું છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “આ વાત યાદગીરીને માટે પુસ્તકમાં લખ, ને યહોશુઆના કાનમાં તે કહી સંભળાવ. કેમ કે હું અમાલેકનું સ્મરણ આકાશ તળેથી ભૂંસી નાખીશ.”


જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો પિતાની દુષ્ટતા [નું ફળ] ભોગવશે નહિ, તેમ જ પિતા દીકરાની દુષ્ટતા [નું ફળ] ભોગવશે નહિ. નેકીવાનની નેકી તેને શિર રહેશે, ને ભૂંડાની ભૂંડાઈ તેને શિર રહેશે.


જુઓ, સર્વ જીવો મારા છે; જેમ પિતાનો જીવ તેમ જ પુત્રનો જીવ પણ મારો છે. જે જીવ પાપ કરશે તે માર્યો જશે.


અને જે જન તે દિવસે કોઈ જાતનું કામ કરશે, તેનો હું તેના લોકો મધ્યેથી નાશ કરીશ.


યહોવા તેને માફ નહિ કરે, પણ યહોવાનો કોપ તથા તેમનો જુસ્‍સો તે માણસ પર તપી ઊઠશે, અને આ પુસ્તકમાં જે સર્વ શાપ લખેલા છે તે તેના પર આવી પડશે, ને યહોવા તેનું નામ આકાશ નીચેથી ભૂંસી નાખશે.


વળી મારા ખરા જોડીદાર, હું તને વિનંતી કરું છું કે તું એ બાઈઓને સહાય કરજે, કારણ કે તેઓએ મારી સાથે, કલેમેન્ટની સાથે તથા મારા બીજા સહકારીઓ, જેઓનાં નામ જીવનના પુસ્તકમાં છે, તેઓની સાથે સુવાર્તા [ના પ્રચાર] માં ઘણો પ્રયાસ કર્યો છે.


જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી મારી નંખાયેલા હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં નથી., એવાં પૃથ્વી પર રહેનારાં સર્વ તેની આરાધના કરશે.


પછી મેં મૂએલાંને, મોટાં તથા નાનાં સર્વને, ઈશ્વરની સમક્ષ ઊભાં રહેલાં જોયાં. અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યાં, અને એક બીજું પુસ્તક જે જીવનનું [પુસ્તક] છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મૂએલાંઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો.


જે જીતે છે તેને એ જ પ્રમાણે ઊજળાં વસ્‍ત્ર પહેરાવવામાં આવશે અને જીવનના પુસ્તકમાંથી તેનું નામ ભૂંસી નાખીશ નહિ. પણ મારા પિતાની આગળ તથા તેમના દૂતોની આગળ હું તેનું નામ કબૂલ કરીશ.


Lean sinn:

Sanasan


Sanasan