Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 ત્યારે મૂસાએ છાવણીની ભાગળમાં ઊભા રહીને કહ્યું, “યહોવાના પક્ષનો હોય, તે મારી પાસે આવે.” અને લેવીના સર્વ પુત્રો તેની પાસે એકત્ર થયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 તેથી મોશેએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને કહ્યું, “જેઓ પ્રભુના પક્ષમાં હોય તેઓ અહીં આવે!” તેથી લેવીના સર્વ વંશજો તેની આસપાસ એકઠા થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 પછી મૂસાએ છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાહના પક્ષમાં હોય તે મારી પાસે આવે.” એટલે સર્વ લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 છાવણીના પ્રવેશદ્વાર આગળ ઊભા રહીને તેણે મોટા અવાજે પોકાર કર્યો. “યહોવાના પક્ષમાં હોય તે માંરી પાસે આવે.” એટલે બધા લેવીઓ તેની પાસે ભેગા થઈ ગયા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:26
8 Iomraidhean Croise  

યોઆબના જુવાનોમાંથી એકે તેની પાસે ઊભા રહીને કહ્યું, “જે યોઆબનો પક્ષ કરતો હોય ને જે દાઉદની તરફનો હોય, તે યોઆબની પાછળ જાય.


અને યેહૂએ બારી તરફ ઊંચું જોઈને કહ્યું, “મારા પક્ષનો કોણ છે? કોણ છે?” અને બે ત્રણ ખોજાઓએ બહાર ડોકિયું કર્યું.


મારે માટે દુષ્કર્મીઓની સામે કોણ ઊઠશે? મારે માટે અન્યાય કરનારની વિરુદ્ધ કોણ ઊભો થશે?


અને મૂસાએ જોયું કે લોકો છકી ગયા છે; કેમ કે હારુને તેમને છકી જવા દઈને તેઓના શત્રુઓ મધ્યે હાસ્યપાત્ર થવા દીધઅ હતા;


અને તેણે તેઓને કહ્યું, “ઇઝરાયલનો ઈશ્વર યહોવા એમ કહે છે, પ્રત્યેક માણસ પોતાની કમરે તરવાર બાંધે, ને છાવણીમાં ભાગળે ભાગળે ફરે, ને પ્રત્યેક માણસ પોતાના ભાઈને તથા પ્રત્યેક માણસ પોતાના પડોશીને મારી નાખે.”


જે મારા પક્ષનો નથી તે મારી વિરુદ્ધ છે, ને જે મારી સાથે સંગ્રહ નથી કરતો, તે વેરી નાખે છે.


તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું, કે મેં તેમને જોયાં નથી; અને તેને પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યા નહિ, અને તેણે પોતાનાં છોકરાંને પણ ઓળખ્યાં નહિ; કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતાં આવ્યાં છે, અને તમારો કરાર તેઓ પાળે છે.


અને યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “તું અમારી બાજુનો છે કે, અમારા શત્રુઓની બાજુનો?”


Lean sinn:

Sanasan


Sanasan