Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને એમ થયું કે તે છાવણી આગળ પહોંચ્યા ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયાં; ત્યારે મૂસાનો ક્રોધ તપી ઊઠયો, ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી, તેથી તે પર્વતની હેઠળ ભાંગી ગિઇ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 છાવણીની નજીક આવતાં મોશેએ વાછરડો જોયો અને લોકોને નાચતા જોયા. તેથી તેનો ક્રોધ ભભૂકી ઊઠયો. તેણે ત્યાં પર્વતની તળેટીમાં જ શિલાપાટીઓ ફેંકી દઈને તેમને ભાંગી નાખી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 જ્યારે મૂસા છાવણી પાસે પહોંચ્યો, ત્યારે વાછરડું અને નાચગાન જોયાં. મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠ્યો. તેણે પોતાના હાથમાંથી શિલાપાટીઓ ફેંકી દીધી તેથી તે પર્વતની નીચે ભાંગી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 જ્યારે તેઓ છાવણી પાસે આવ્યા ત્યારે મૂસાએ વાછરડું અને નાચગાન જોયાં, મૂસાનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેણે પર્વતની તળેટીમાં હાથમાંની તકતીઓ નીચે પછાડીને ચૂરેચૂરા કરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:19
20 Iomraidhean Croise  

અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.


જે ભૂંડાઓ તમારા નિયમને તજે છે. તેઓને જોઈને મને ઝનૂન ચઢી આવે છે.


અને હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું; અને સર્વ સ્‍ત્રીઓ ડફ વગાડતાં ને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?


અને મૂસાએ કહ્યું, “એ તો જીત્યાને લીધે હોકારા પાડનારઓનો સાદ નથી, તેમ હાર્યાને લીધે પોકાર કરનારાઓનો સાદ પણ નથી. પણ ગાયન કરનારાઓનો સાદ હું સાંભળું છું.”


અને યહોવાએ મૂસાને કહ્યું, “પહેલીના જેવી બે શિલાપાટીઓ તારે માટે ઘડ; અને તારાથી ભાંગી ગયેલી પાટીઓ પર જે શબ્દો હતા, તે હું આ પાટીઓ પર લખીશ.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


અમારા હૃદયનો આનંદ પતી ચૂક્યો છે; નાચને બદલે રડાપીટ થાય છે.


પછી યહૂદા તથા ઈઝરાયલ વચ્ચેનો ભાઈપણાનો સંબંધ તોડી નાખવાને મેં મારી બીજી લાકડી ઐક્યને કાપી નાખી.”


હવે તે માણસ મૂસા પૃથ્વીની પીઠ પરના સર્વ લોક કરતાં નમ્ર હતો.


પણ હું તમને કહું છું કે, જે કોઈ પોતાના ભાઈ પર અમથો ક્રોધ કરે છે, તે અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે પોતાના ભાઈને ‘પાજી’ કહેશે તે ન્યાયસભાથી અપરાધી ઠરવાના જોખમમાં આવશે. અને જે તેને કહેશે કે, ‘તું મૂર્ખ છે, ’ તે અગ્નિની ગેહેન્‍નાના જોખમમાં આવશે.


પણ ઈસુ તે જોઈને નાખુશ થયા, ને તેમણે તેઓને કહ્યું, “બાળકોને મારી પાસે આવવા દો, ને તેઓને રોકો નહિ; કેમ કે ઈશ્વરનું રાજ્ય એવાંઓનું છે.


અને તેઓનાં હ્રદયની કઠણતાને લીધે તે દુ:ખી થઈને ગુસ્સાસહિત ચોતરફ તેઓ તરફ જોઈને તે માણસને કહે છે, “તારો હાથ લાંબો કર.” અને તેણે તે લાંબો કર્યો; ને તેનો હાથ સાજો થયો.


જેમ તેઓમાંના કેટલાક મૂર્તિપૂજક થયા, તેમ તમે ન થાઓ. લખેલું છે, “લોક ખાવાપીવા બેઠા, અને ઊઠીને નાચવા લાગ્યા.”


ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.


અને પહેલી પાટીઓ જે તેં ભાંગી નાખી તેઓ ઉપર જે વચનો હતાં તે હું એ પાટીઓ પર લખીશ, ને તું તેઓને કરારકોશમાં રાખી મૂકજે.”


‘આ નિયમના શબ્દોને જે કોઈ અમલમાં ન લાવે તે શાપિત હો.’ ત્યારે સર્વ લોકો કહે, ‘આમીન.’


Lean sinn:

Sanasan


Sanasan