Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 32:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 મારો કોપ તેઓ પર તપી ઊઠે ને હું તેઓનો સંહાર કરું, માટે મને અટકાવીશ નહિ. અને હું તારાથી એક મોટી દેશજાતિ કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હવે તું મને વારીશ નહિ; મારો ક્રોધ તેમના પર ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરી નાખીશ. પછી હું તને તથા તારા વંશજોને એક મહાન પ્રજા બનાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હવે પછી તું મને અટકાવીશ નહિ. મારો ક્રોધ તેઓ પર તપી ઊઠે અને હું તેઓનો નાશ કરીશ. પછી હું તારાથી એક મોટી દેશજાતિ ઉત્પન્ન કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 એટલે હવે તમે મને અટકાવશો નહિ, એમના પર માંરો ક્રોધ ભભૂકી ઊઠયો છે અને હું તેમનો નાશ કરીશ, અને તેઓના સ્થાને હે મૂસા, હું તમાંરામાંથી મહાન પ્રજા પેદા કરીશ.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 32:10
21 Iomraidhean Croise  

અને હું તારામાંથી એક મોટી કોમ ઉત્પન્‍ન કરીશ, ને તને આશીર્વાદ આપીશ, ને તારું નામ મોટું કરીશ; અને તું આશીર્વાદરૂપ થશે:


માટે તેમણે તેઓનો સંહાર કરવાને કહ્યું; પણ તેઓનો સંહાર કરવાને થયેલા આ કોપને શમાવવાને તેમનો પસંદ કરેલો મૂસા વચ્ચે પડ્યો, અને પ્રભુની સમક્ષ આવીને ઊભો રહ્યો.


અને મારો ક્રોધ તપી ઊઠશે, ને હું તમને તરવારથી મારી નાખીશ. અને તમારી પત્નીઓ વિધવાઓ તથા તમારાં છોકરાં અનાથ થશે.


અને મૂસાએ પોતાના ઈશ્વર યહોવાની વિનંતી કરીને કહ્યું, “હે યહોવા, તમારા જે લોકોને તમે મોટા પરાક્રમ વડે તથા બળવાન હાથે મિસર દેશમાંથી કાઢી લાવ્યા છો, તેઓની વિરુદ્ધ તમારો કોપ કેમ તપી ઊઠે છે?


અને એમ થયું કે તે છાવણી આગળ પહોંચ્યા ત્યારે તેણે વાછરડું તથા નાચ જોયાં; ત્યારે મૂસાનો ક્રોધ તપી ઊઠયો, ને તેણે પોતાના હાથમાંથી પાટીઓ ફેંકી દીધી, તેથી તે પર્વતની હેઠળ ભાંગી ગિઇ.


એટલે દૂધ તથા મધની રેલમછેલવાળા દેશમાં જા. તું તો હઠીલી પ્રજા છે, માટે હું તારી મધ્યે ચાલીશ નહિ, રખેને હું રસ્તામાં તારો સંહાર કરું.”


તે માટે તું આ લોકને માટે વિનંતી ન કર, ને તેમને માટે કાલાવાલા અથવા પ્રાર્થના ન કર; કેમ કે જ્યારે તેઓ પોતાની વિપત્તિને લીધે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.


વળી યહોવાએ મને કહ્યું, “આ લોકોના હિતને અર્થે પ્રાર્થના ન કર.


પછી યહોવાએ મને કહ્યું, “જો મૂસા તથા શમુએલ મારી આગળ ઊભા રહેત, તોપણ મારું મન આ લોકોની તરફ થાત નહિ. મારી આગળથી તેઓને કાઢી મૂક, તેઓ દૂર જતા રહે.


તે માટે તું આ લોકોને માટે વિનંતી ન કર, ને તેને માટે વિલાપ તથા પ્રાર્થના ન કર, ને મારી પાસે તેમના હકમાં મધ્યસ્થી ન કર; કેમ કે હું તારું સાંભળનાર નથી.


પણ ઇઝરાયલ લોકોએ અરણ્યમાં મારી વિરુદ્ધ બંડ કર્યું; તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો. [એ વિધિઓ] એવા છે કે, જો કોઈ માણસ તેઓને પાળે તો તેઓ વડે તે જીવે; અને મારા સાબ્બાથોને પણ તેઓએ ઘણા જ ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું અરણ્યમાં તેઓ પર મારો કોપ રેડીને તેમનો સંહાર કરીશ.


હું તેઓને મરકીથી મારીશ, ને તેઓને બિનવતન કરી નાખીશ, ને તેઓના કરતાં મોટી તથા બળવાન દેશજાતિ તારાથી ઉત્પન્‍ન કરીશ.”


“આ પ્રજામાંથી જુદા નીકળો, કે એક પળમાં હું તેઓનો સંહાર કરું.”


અને તેઓએ ઊંધા પડીને કહ્યું, “હે ઈશ્વર, સર્વ દેહના આત્માઓના ઈશ્વર, શું એક માણસ પાપ કરે, તેથી તમે સમગ્ર પ્રજા પર કોપાયમાન થશો?”


મારી આડે આવીશ નહિ, મને તેઓનો નાશ કરવા દે, ને આકાશ નીચેથી તેઓનું નામ મને ભૂંસી નાખવા દે. અને તેઓના કરતાં હું તારાથી એક સમર્થ તથા મોટી દેશજાતિ ઉત્પન્‍ન કરીશ.’


કેમ કે તમારો વિનાશ કરે એટલા બધા યહોવા તમારા પર કોપાયમાન તથા સખત નારાજ થવાથી હું બીધો. પણ તે વખતે પણ યહોવાએ મારું સાંભળ્યું.


તમે નીરોગી થાઓ માટે તમારાં પાપ એકબીજાની આગળ કબૂલ કરો, અને એકબીજાને માટે પ્રાર્થના કરો. ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.


Lean sinn:

Sanasan


Sanasan