Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 31:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય; કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 તેથી તમારે સાબ્બાથદિન જરૂરથી પાળવો; કારણ કે તે પવિત્ર છે. સાબ્બાથદિન નહિ પાળતાં તે દિવસે કામ કરનારને નિશ્ર્વે મારી નાખવો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 આથી તમારે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમારા માટે એ પવિત્ર દિવસ છે. જે કોઈ તેની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી. જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાજમાંથી બહિષ્કાર કરજો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 “‘આથી તમાંરે વિશ્રામવારનું પાલન કરવાનું છે, કારણ કે તમાંરા માંટે એ પવિત્ર દિવસ છે, જે કોઈ એની પવિત્રતાનો ભંગ કરે, તેને મોતની સજા કરવી જે કોઈ વિશ્રામવારે કામ કરે તેનો સમાંજમાંથી બહિષ્કાર કરજો.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 31:14
17 Iomraidhean Croise  

તમે તમારા પવિત્ર સાબ્બાથો વિષે તેઓને જ્ઞાન આપ્યું. તમારા સેવક મૂસાની મારફતે તમે તેઓને આજ્ઞાઓ, વિધિઓ તથા નિયમશાસ્ત્ર ફરમાવ્યાં.


સાબ્બાથ દિનને પવિત્ર પાળવાને તું યાદ રાખ.


જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


તેના જેવા જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


છ દિવસ સુધી કામ કરવામાં આવે. પણ સાતમે દિવસે યહોવાને માટે પવિત્ર એવો વિશ્રામનો સાબ્બાથ છે; જે કોઈ વિશ્રામવારે કંઈ પણ કામ કરે, તે જરૂર મારી નંખાય.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અનાદર કર્યો, ને મારા વિધિઓમાં ચાલ્યા નહિ, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા કેમ કે તેમનું મન તેમની મૂર્તિઓ તરફ ખેંચાતું હતું.


પણ તે છોકરાંઓએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નહિ, તેમ જ તેઓએ મારી આજ્ઞાઓ પાળીને તેમનો અમલ કર્યો નહિ. તે વિધિઓ તો એવા છે કે જો કોઈ માણસ તેઓને પાળે તો તે તેઓ વડે જીવે, તેઓએ મારા સાબ્બાતથોને ભ્રષ્ટ કર્યા. ત્યારે મેં કહ્યું કે, હું મારો કોપ તેમના પર રેડીને તેમના પર મારો રોષ અરણ્યમાં પૂરો કરીશ.


કેમ કે તેઓએ મારી આજ્ઞાઓનો અમલ નહોતો કર્યો, પણ મારા વિધિઓનો અનાદર કર્યો હતો, ને મારા સાબ્બાથોને ભ્રષ્ટ કર્યા હતા, ને તેઓના પિતાઓની મૂર્તિઓ તરફ તેઓની ર્દષ્ટિ હતી.


વળી તકરારની બાબતમાં તેઓ ન્યાય કરવા ઊભા રહે, મારા કનૂનો પ્રમાણે તેઓ તેનો ન્યાયકરે, અને મારાં સર્વ મુકરર પર્વોમાં તેઓ મારા નિયમો તથા મારા વિધિઓ પાળે; અને મારા સાબ્બાથોને તેઓ પવિત્ર માને.


અને એ સદાને માટે તમારો વિધિ થાય. સાતમા માસમાં તે માસને દશમે દિવસે તમે આત્મકષ્ટ કરો, ને કોઈ પ્રકારનું કામ ન કરો, પછી આ દેશનો હો, કે તમારા મધ્યે પ્રવાસ કરતો પરદેશી હો;


મૂસાના નિયમશાસ્‍ત્રનું ઉલ્લંઘન ન થાય, એટલા માટે જો કોઈ માણસની સુન્‍નત વિશ્રામવારે કરવામાં આવે છે; તો મેં વિશ્રામવારે એક માણસને પૂરો સાજો કર્યો, તે માટે શું તમે મારા પર ગુસ્સે થયા છો?


Lean sinn:

Sanasan


Sanasan