Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 પ્રભુએ મોશેને કહ્યું, “તું નાટાફ, શહેલેથ અને હેલ્બાના એ ખુશબોદાર તેજાનાઓ સરખા ભાગે લે. વળી, ચોખ્ખું લોબાન લે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 યહોવાહે મૂસાને કહ્યું, “તારે મિષ્ટ સુગંધીઓ વાપરવી નાટાફ, શહેલેથ, હેલ્બના અને શુદ્ધ લોબાન પ્રત્યેકને સરખે ભાગે લેવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 યહોવાએ મૂસાને ધૂપ બનાવવા માંટે આ સૂચનાઓ આપી:

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:34
20 Iomraidhean Croise  

તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓરડી બનાવી હતી. જેમ અગાઉ ખાદ્યાર્પણો, લોબાન તથા પાત્રો અને, અને લેવીઓને, ગવૈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશો, તથા યાજકોનાં ઉચ્છાલીયાર્પણો ભરી રાખવામાં આવતાં હતાં.


બત્તીને માટે તેલ, અભિષેકના તેલને માટે તથા સુવાસિત ધૂપને માટે સુંગધીઓ;


“તું તારી પાસે મુખ્ય સુગંધીઓ પણ લે, અડધો ભાગ એટલે અઢીસો શેકેલ સુગંધીદાર તજ, ને અઢીસો શેકેલ સુગંધીદાર બરુ,


જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


અને તેનો ધૂપ એટલે સુગંધી બનાવવનારના હુન્‍નર મુજબ સુગંધી બનાવ, તે મીઠાનો પટ દીધેલું નિર્મળ તથા પવિત્ર હોય.


અને હારુન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે.


તથા અભિષેકનું તેલ, તથા પવિત્રસ્થાનને માટે સુગંધીદાર ધૂપ:તે સર્વ સંબંધી મેં તને જે આજ્ઞા આપી છે તે પ્રમાણે તેઓ કરે.”


અને ધૂપવેદી તથા તેના દાંડા, તથા અભિષેકનું તેલ, તથા સુગંધીદાર ધૂપ, તથા મંડપના દરવજા આગળનો પડદો;


અને તેણે ગાંધીના હુન્‍નર પ્રમાણે અભિષેક કરવાનું પવિત્ર તેલ, તથા ખુશબોદાર સુગંધીઓનો ચોખ્ખો ધૂપ બનાવ્યાં.


ધુમાડાના સ્તંભો જેવો, અને બોળ, લોબાન તથા વેપારીઓનાં સર્વ [સુગંધી દ્રવ્યો] થી મહેંકતો, આ વગડાની વાટે આવતો દેખાય છે તે કોણ છે?


તારાં દહનીયાર્પણોનાં ઘેટાં તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞો વડે તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો મૂક્યો નથી, અને ધૂપ માગીને તને કાયર કર્યો નથી.


અને યહોવાની સમક્ષ વેદી ઉપરથી એક ધૂપદાની ભરીને અગ્નિન અંગારા, તથા પોતાના [બન્‍ને] ખોબા ભરીને બારીક કૂટેલો સુવાસિત ધૂપ લઈને પડદાની અંદરની બાજુએ તે લાવે.


અને જયારે કોઈ જન યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેંદાનું હોય; અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે.


અને તે પર તારે તેલ રેડવું, ને તે પર તારે તેલ રેડવું, ને તે પર લોબાન મૂકવો; તે ખાદ્યાર્પણ છે.


અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય.


અને જો બે હોલા કે કબૂતરનાં બે બચ્ચાં મેળવવાં એ તેના ગજા ઉપરાંત હોય, તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાર્પણને માટે એક દશાંશ એફાહ મેંદાનું તે પોતાને માટે અર્પણ લાવે. તે પર તે કંઈ તેલ ન રેડે, ને તે પર તે કંઈ લોબાન ન મૂકે; કેમ કે તે તો પાપાર્થાર્પણ છે.


અને હારુન યાજકના પુત્ર એલાઝારનુમ કામ આ છે: એટલે રોશનીને માટે તેલ, તતા સુવાસિત સુગંધી, તથા નિત્યનું ખાદ્યાર્પણ, તથા અભિષેકને માટે તેલ, ને મંડપ તથા તેમાંનું બધું, પવિત્રસ્થાન તથા તેના સરસામાનની સંભાળ રાખવાનુ.”


દશ [શેકેલ] સોનાનું એક ધૂપપાત્ર, ધૂપથી ભરેલું;


અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે જોયો, ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની ઝોળી છોડીને તેને સોના, લોબાન તથા બોળનું નજરાણું કર્યું.


Lean sinn:

Sanasan


Sanasan