Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 30:33 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 જે કોઈ તેના સરખું કંઈ બનાવે અથવા જે કોઈ તેમાંનું પરાક્રમ માણસ પર રેડે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

33 જો કોઈ વ્યક્તિ તેના જેવું તેલ બનાવે અથવા યજ્ઞકાર સિવાયની વ્યક્તિ માટે તેનો ઉપયોગ કરે તો તે મારા લોકમાંથી દૂર કરાશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે, તેને તેના સમાજમાંથી જુદો કરવામાં આવે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

33 જે કોઈ આ સુગંધીઓનું મિશ્રણ કરી આવું તેલ બનાવે અથવા જે યાજક નથી તેવી કોઈ વ્યક્તિ ઉપર તે રેડે તેને સમાંજમાંથી જુદો કરવામાં આવે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 30:33
27 Iomraidhean Croise  

અને સુન્‍નત વગરનો પુરુષ જેની સુન્‍નત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડયો છે.”


સાત દિવસ તમારે બેખમીર રોટલી ખાવી. પહેલા જ દિવસેથી તમારે તમારાં ઘરોમાંથી ખમીર દૂર કરવું, કેમ કે પહેલા દિવસથી તે સાતમા દિવસ સુધી જે કોઈ ખમીરી રોટલી ખાય તે માણસ ઇઝરાયલમાંથી નાબૂદ કરાશે.


સાત દિવસ તમારાં ઘરોમાં કંઈ પણ ખમીર રહેવું ન જોઈએ; કેમ કે જે કોઈ ખમીરી વસ્તુ ખાય તે માણસ ઇઝરાયલી લોકોમાંથી નાબૂદ કરાશે, પછી તે પરદેશી હોય કે દેશનો વતની હોય.


અને જેથી પ્રાયશ્ચિત કરાયું હોય તે વસ્‍તુઓ તેઓ ખાય, એ માટે કે તેઓ પ્રતિષ્ઠિત તથા પવિત્ર થાય; પણ તેઓમાંથી પારકો ન ખાય, કેમ કે તે પવિત્ર છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તું તારી પાસે સુગંધીદાર કરિયાણું લે, એટલે નાટાફ તથા શહેલેથ તથા હેલ્બનાએ, સુગંધીદાર કરિયાણું ચોખ્ખા લોબાન સહિત લે; દરેકને સરખા તોલ પ્રમાણે લે.


તેના જેવા જે કોઈ સૂંઘવાને માટે બનાવે, તે તેના સમાજમાંથી અલગ કરાય.”


માટે તમે વિશ્રામવાર પાળો; કેમ કે તે તમારે માટે પવિત્ર છે. જે કોઈ તેને અપવિત્ર કરે તે જરૂર મારી નંખાય; કેમ કે તેમાં જે કોઈ કંઈ પણ કામ કરે, તે માણસ તેના સમાજમાંથી અલગ કરાય.


અને ઇઝરાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્યે પ્રવાસ કરનાર પરદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યેથી તેને અલગ કરીશ.


કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિષે એમ જાણવું કે તેઓનું રક્ત તે જ તેઓનો જીવ છે; એ માટે મેં ઇઝરાયલી લોકોને કહ્યું કે, કોઈ પણ પ્રકારના દેહધારીનું રક્ત તમારે ન ખાવું; કેમ કે સર્વ દેહધારીઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. જે કોઈ તે ખાય, તે અલગ કરાય.


પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને માટે અર્પણ ચઢાવવા માટે મુલાકાતમંડપના દ્વારની પાસે તેને તે ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે; તેણે તો રક્ત વહેવડાવ્યું છે. અને તે પુરુષ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


તેમ છતાં યહોવા સમક્ષ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે મુલાકાતમંડપના દ્વાર પાસે ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


કેમ કે જે કોઈ એમાંનું કોઈ પણ અમંગળ કૃત્ય કરશે, હા, જેઓ તે કરશે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરાશે.


પણ જે કોઈ તેને ખાય, તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્‍તુ વટાળી છે; અને તે જન પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


અને જો કોઈ પુરુષ પોતાની બહેનને, એટલે પોતાના પિતાની દીકરીને કે પોતાની માની દીકરીને રાખે, ને તેની લજ્જા જુએ, ને પેલી પેલાની લજ્જા જુએ, તો તે લજ્જાકારક કૃત્ય છે; અને તેઓ પોતાના લોકોનાં સંતાનોના દેખતાં નાશ પામે; તેણે પોતાની બહેનની આબરૂ લીધી છે; તેનો અન્યાય તેને માથે.


અને જો કોઈ માણસ રજસ્વલા સ્‍ત્રીની સાથે સંયોગ કરીને તેની લાજ લે, તો તેણે તેનો રક્તકૂપ ઉઘાડો કર્યો છે, ને તેણે પોતાનો રક્તકૂપ ઉઘાડો મૂક્યો છે; અને તે બન્‍ને પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.


હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ; કારણ કે તેણે પોતાનાં સંતાનમાંથી મોલેખને અર્પીને મારા પવિત્ર નામને કલંક લગાડયું છે.


તેઓને કહે કે, તમારી વંશપરંપરા તમારા વંશજોમાંનો જે પુરુષ અભડાયેલો છતાં જે પવિત્ર વસ્તુઓ ઇઝરાયલી લોકો યહોવાને માટે અલગ કરે છે તેઓની પાસે જાય, તે જન મારી સમક્ષથી અલગ કરાશે; હું યહોવા છું.


કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહિ કરે, તે પોતાના લોકો મધ્યેથી અલગ કરાશે.


પણ આ દેશમાંનાઓનો કે પરદેશીઓમાંનો જે માણસ મદોન્મત્તપણાથી કંઈ કરે તે યહોવાની વિરુદ્ધ દુર્ભાષણ કરે છે. અને તે માણસ પોતાના લોકમાંથી અલગ કરાય.


તેણે યહોવાનું વચન તુચ્છ કર્યું છે, ને તેમની આજ્ઞા તોડી છે. માટે તે માણસ તદન અલગ કરાય, તેનો અન્યાય તેને માથે.”


જો કોઈ મરેલા માણસના મુડદાનો સ્પર્શ કરે, ને તેમ છતાં પોતાને શુદ્ધ ન કરે, તો તે યહોવાના મંડપને વટાળે છે; અને તે માણસ ઇઝરાયલમાંથી અલગ કરાય; કેમ કે તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું, તે અશુદ્ધ ગણાય. હજી તેના પર પોતાનું અશુદ્ધપણું છે.


પણ જે માણસ અશુદ્ધ થયા છતાં પોતાને શુદ્ધ ન કરે, તે માણસ મંડળીમાંથી અલગ કરાય, કેમ કે તેણે યહોવના પવિત્રસ્થાનને વટાળ્યું છે. તેના પર શુદ્ધિનું પાણી છંટાયું નહોતું; તે અશુદ્ધ છે.


“લેવીઓમાંથી કહાથીઓનાં કુટુંબોના કુળને બાતલ ન કરો.


પણ જે માણસ શુદ્ધ હોવા છતાં, ને મુસાફરીમાં ન હોવા છતાં પાસ્ખાપર્વ પાળવાનું ચૂકે, તે પોતાના લોકોમાંથી અલગ કરાય; કેમ કે તેણે યહોવાનું અર્પણ તેને માટે ઠરાવેલે સમયે કર્યું નહિ, તે માણસનું પાપ તેને માથે.


Lean sinn:

Sanasan


Sanasan