Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 ત્યારે ઈશ્વરે કહ્યું, “અહીં નજીક ના આવતો. તારા પગમાંથી તારાં ચંપલ કાઢ, કેમ કે જે જગાએ તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે તેમણે કહ્યું, “અહીં નજીક આવીશ નહિ. તારા પગમાંથી તારાં ચંપલ ઉતાર; કારણ, જ્યાં તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 ત્યારે યહોવાહે કહ્યું, “નજીક આવીશ નહિ, તારાં પગરખાં ઉતાર. કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:5
12 Iomraidhean Croise  

અને તું લોકોને માટે ચોગરદમ હદ ઠરાવીને કહે કે, ખબરદાર રહેજો, પર્વત પર ચઢતા ના, ને તેની કોરને અડકતા ના. જે કોઇ પર્વતને અડકશે તે નિશ્ચે માર્યો જશે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “નીચે ઊતરીને લોકોને મના કર, રખેને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે, ને તેઓમાંના ઘણા નાશ પામે.


અને યહોવાએ પોતાનો જે સંદેશો લઈને મૂસાને મોકલ્યો હતો, તથા જે ચિહ્નો વિષે તેને આજ્ઞા આપી હતી, તે સર્વ મૂસાએ હારુનને કહી સંભળાવ્યાં.


ઈશ્વરના મંદિરમાં તું જાય ત્યારે તારો પગ સંભાળ; કેમ કે મૂર્ખો ભૂંડું કરે છે એમ તેઓ જાણતા નથી; તેથી તેમના યજ્ઞાર્પણ કરતાં શ્રવણ કરવાને પાસે જવું તે સારું છે.


તેમનો યુવરાજ તેઓમાંનો જ થશે, ને તેઓમાંથી તેમનો અધિકારી થશે; અને હું તેને પાસે લાવીશ, ને તે મારી પાસે આવશે. કેમ કે મારી પાસે આવવા જેણે હિમ્મત ધરી છે તે કોણ? એવું યહોવા કહે છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


પ્રભુએ તેને કહ્યું, ‘તું તારા પગમાંથી ચંપલ કાઢ; કેમ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે.


કેમ કે યહોવા તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારા ઈશ્વર તને ઉગારવાને ને તારી સામે તારા શત્રુઓને તારા હાથમાં સોંપવાને, તારી છાવણી મધ્યે ચાલે છે. માટે તારી છાવણી શુદ્ધ રહે. એ માટે કે તારામાં કોઈ અશુદ્ધ વસ્તુ જોઈને તે તારાથી દૂર ન જાય.


કેમ કે જો કોઈ જાનવર પણ પહાડને અડકે, તો તે પથ્થરથી માર્યું જાય, એવી જે આજ્ઞા થઈ, તે તેઓથી સહન થઈ શકી નહિ,


અને યહોવાના સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું, “તારા પગમાંથી ચંપલ કાઢ; કેમ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.


જ્યારે અમે તેમની સાથે પવિત્ર પહાડ પર હતા ત્યારે અમે તે આકાશવાણી સાંભળી હતી.


Lean sinn:

Sanasan


Sanasan