Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 તું જઈને ઇઝરાયલના વડીલોએ ભેગા કરીને તેઓને કહે, યહોવા તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમના તથા ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, તેમણે મને દર્શન દઈને કહ્યું કે, મેં નિશ્ચે તમારી ખબર લીધી છે, ને મિસરમાં તમારા ઉપર જે વીતે છે તે [મેં જોયું છે].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 “તું જઈને ઇઝરાયલીઓના આગેવાનોને એકઠા કરીને તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે, અબ્રાહામ, ઇસ્હાક તથા યાકોબના ઈશ્વરે મને દર્શન આપીને આમ કહ્યું છે: ‘મેં તમારી ખબર લીધી છે અને ઇજિપ્તમાં તમારા પર પડતાં દુ:ખો પણ જોયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 વળી ઈશ્વરે કહ્યું, “તું જા અને ઇઝરાયલના વડીલોને ભેગા કરીને તેઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના પ્રભુએ, મને દર્શન આપીને કહ્યું છે મેં નિશ્ચે તમારી ખબર લીધી છે અને મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી રહ્યા છો તે મેં જોઈ છે;

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:16
31 Iomraidhean Croise  

અને ઈશ્વરે અંતરિક્ષ બનાવ્યું, ને અંતરિક્ષની નીચેનાં પાણીને અંતરિક્ષની ઉપરનાં પાણથી જુદાં કર્યા; અને તેવું થયું.


અને યહોવાએ જેમ કહ્યું હતું તેમ સારા પર તેમણે કૃપાદષ્ટિ કરી, જેવું યહોવાએ તેને કહ્યું હતું તેવું તેમણે સારાને કર્યું.


અને જુઓ, તેના ઉપર યહોવા ઊભા રહ્યા હતા, ને તે બોલ્યા, “હું યહોવા તારા પિતા ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહકનો ઈશ્વર છું. જે ભૂમિ પર તું સૂતો છે તે હું તને તથા તારાં સંતાનને આપીશ.


અને તેણે યૂસફને આશીર્વાદ આપ્યો, ને કહ્યું, જે ઈશ્વરનીઇ આગળ મારા પિતૃઓ ઇબ્રાહિમ તથા ઇસહાક ચાલ્યા, જે ઈશ્વરે મને મારા આખા આયુષ્યમાં આજ પર્યંત પાળ્યો,


અને યૂસફે તેના ભાઈઓને કહ્યું, “હું તો મરવઅ પડયો છું; પણ ઇશ્વર તમારી ખબર ખચીત લેશે, ને તેમણે જે દેશ સંબંધી ઇબ્રાહિમ તથા ઇસહાક તથા યાકૂબની આગળ સમ ખાધા હતા, તે દેશમાં તે તમને આ દેશમાંથી લઈ જશે.”


સિયોનમાં યહોવાનું નામ, તથા યરુશાલેમમાં તેમની સ્તુતિ પ્રસિદ્ધ કરવામાં આવે.


જુઓ, યહોવાના ભકતો તથા તેમની કૃપા પર આશા રાખનારાં ઉપર તેમની કૃપાદષ્ટિ છે;


ત્યારે [હું કહું છું કે,] માણસ તે કોણ છે કે, તમે તેનું સ્મરણ કરો છો? અને મનુષ્યપુત્ર કોણ કે, તમે તેની મુલાકાત લો છો?


હવે મિસર દેશ ઉપર એક નવો રાજા થયો કે જે યૂસફને ઓળખતો નહોતો.


અને મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં; કેમ કે તેણે ઇઝરાયલીઓને પ્રતિ લેવડાવીને કહ્યું હતું, “યહોવા ખરેખર તમારી ખબર લેશે, ને તમે અહીંથી મારાં હાડકાં તમારી સાથે લઈ જજો.”


લોક સાંભળીને કાંપે છે; પેલેશેથવાસીઓને વેદના થઈ છે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારી સાથે ઇઝરાયલના કેટલાક વડીલોને લઈને લોકોની આગળ ચાલ્યો જા; અને જે લાકડી તેં નદી પર મારી હતી તે તારા હાથમાં લેતો જા.


અને મૂસાના સસરા યિથ્રોએ ઈશ્વરને માટે દહનીયાર્પણ તથા યજ્ઞ કર્યાં; અને હારુન તથા ઇઝરાયલના સર્વ વડીલો ઈશ્વરની હજૂરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા.


અને ઈશ્વરે ઇઝરાયલીઓને જોયા, ને ઈશ્વરે તેઓની ખબર લીધી.


અને ઈશ્વરે ઇઝરાયલી લોકોના વડીલો પર હાથ ઉપાડો નહિ, અને તેઓએ ઈશ્વરને જોયા, ને ખાધું તથા પીધું.


અને યહોવાના દૂતે ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું. અને તે જોતો હતો, તો જુઓ, ઝાડવું અગ્નિથી બળતું હતું, [તેમ છતાં] ઝાડવું ભસ્મ થતું નહોતું.


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, “પણ જોજો, તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સંભળે; કેમ કે તેઓ કહેશે કે, યહોવાએ તને દર્શન દીધું નથી.”


અને મૂસા તથા હારુને જઈને ઇઝરાયલીઓના સર્વ વડીલોને એકઠા કર્યાં;


અને લોકોનો વિશ્વાસ બેઠો; અને જ્યારે તેઓએ સાંભળ્યું કે, યહોવાએ ઇઝરાયલી લોકોની ખબર લીધી છે, ને તેઓનાં દુ:ખ જોયાં છે, ત્યારે તેઓએ માથાં નમાવીને ભજન કર્યું.


એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


ત્યારે મુખ્ય યાજકો તથા લોકોના વડીલો કાયાફા નામે પ્રમુખ યાજકની કચેરીમાં એકઠા થયા.


“ઇઝરાયલના ઈશ્વર પ્રભુ સ્તુતિમાન થાઓ; કેમ કે તેમણે પોતાના લોકોની મુલાકાત લઈને તેઓનો ઉદ્ધાર કર્યો છે.


તેઓ તને તથા તારામાં વસતાં તારાં છોકરાંને જમીન પર પછાડી નાખશે. અને તેઓ તારામાં એક પથ્થર પર બીજો પથ્થર રહેવા દેશે નહિ. કેમ કે તારી કૃપાદષ્ટિનો સમય તેં જાણ્યો નહિ.”


તેઓએ તેમ કર્યું, અને બાર્નાબાસ તથા શાઉલની મારફતે વડીલો પર તે મોકલી.


પહેલાં ઈશ્વરે વિદેશીઓમાંથી પોતાના નામની ખાતર એક પ્રજાને [પસંદ કરી] લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી સંભળાવ્યું છે.


પછી તેણે મિલેતસથી એફેસસ [સંદેશો] મોકલીને મંડળીના વડીલોને પોતાની પાસે બોલાવ્યા.


અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.


તમારામાં જે વડીલો છે, તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તનાં દુ:ખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું, એથી તેઓને વિનંતી કરું છું કે,


આથી તે પોતાની પુત્રવધૂઓની સાથે મોઆબ દેશમાંથી પાછી [પોતાના વતન] જવા માટે તૈયાર થઈ; કેમ કે તેણે મોઆબ દેશમાં સાંભળ્યું હતું કે, યહોવાએ પોતાના લોકોની ખબર લીધી છે, એટલે કે તેઓને અન્‍ન આપ્યું છે.


Lean sinn:

Sanasan


Sanasan