Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 3:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 અને ઈશ્વરે મૂસાને એમ પણ કહ્યું, “ઇઝરાયલીઓને કહે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદા એ જ છે, ને મારી યાદગીરી વંશપરંપરા એ જ છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 તેમને કહેજે કે તમારા પૂર્વજોના ઈશ્વર યાહવેએ એટલે અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. એ જ મારું સદાકાળનું નામ છે અને આવનાર બધી પેઢીઓ એ જ નામે મારું સ્મરણ કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 વળી ઈશ્વરે મૂસાને એવું પણ કહ્યું, “તું ઇઝરાયલીઓને કહેજે કે, ‘તમારા પિતૃઓના ઈશ્વર યહોવાહે એટલે કે ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે. મારું નામ સદાને માટે એ જ છે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ યાદ રાખશે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 દેવે મૂસાને એ પણ કહ્યું, “તમે લોકોને જે કહેશો તે એ કે, ‘તમાંરા પિતૃઓના દેવ યહોવાઓ, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે. માંરું નામ સદાને માંટે યહોવા રહેશે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ ઓળખશે.’”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 3:15
41 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “હે યહોવા, મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર, હું તમારી વિનંતી કરું છું કે, આજે મારું કામ સફળ કરો, ને મારા ધણી ઇબ્રાહિમ પર દયા કરો.


ઈબ્રાહિમની સાથે જે કરાર તેમણે કર્યો, અને ઇસહાકની સાથે જે પ્રતિજ્ઞા તેમણે લીધી;


હે અમારા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક તથા ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા લોકના અંત:કરણ તથા વિચારો સર્વકાળ એવાં જ રાખો, ને તમારી તરફ તેઓનાં અંત:કરણ વાળો


ત્યાં યહોવાનો એક પ્રબોધક હતો, જેનું નામ ઓદેદ હતું; જે સૈન્ય સમરુનમાં આવ્યું તેને તે મળવા ગયો, ને તેઓને કહ્યું, “જુઓ તમારા પિતૃઓના ઈશ્વર યહોવા યહૂદિયા ઉપર કોપાયમાન થયા છે, એથી તેમણે તેઓને તમારા હાથમાં સોંપી દીધા છે, તમે ક્રોધાવેશમાં તેઓને મારી નાખ્યા છે, ને તે તમારો ક્રોધ આકાશ સુધી પહોંચ્યો છે.


પણ, હે યહોવા, તમે સર્વકાળ ટકનાર છો; તમારું સ્મરણ પેઢી દરપેઢી રહેશે.


તમે સિયોન પર દયા કરશો; તેના પર દયા કરવાનો વખત, એટલે ઠરાવેલો સમય, આવ્યો છે.


હે યહોવા, તમારું નામ અનંતકાળ [ટકનાર] છે; હે યહોવા, તમારું સ્મરણ પેઢી દરપેઢી [ટકી રહેનાર] છે.


હે યહોવાના ભક્તો, તેમનાં સ્તોત્ર ગાઓ, અને તેમના પવિત્ર નામની અભારસ્તુતિ કરો.


કેમ કે તેમનો કોપ માત્ર ક્ષણિક છે; પણ તેમની મહેરબાની જિંદગીભર છે. રુદન રાતપર્યંત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.


અનાથોના પિતા, અને વિધવાઓના ન્યાયાધીશ, એવા ઈશ્વર પોતાના પવિત્રસ્થાનમાં છે.


તેઓનું નામ સર્વદા રહેશે; સૂર્ય તપે ત્યાં સુધી તેમનું નામ ટકશે; અને તેમનાથી લોકો આશીર્વાદ પામશે; સર્વ દેશજાતિઓ તેમને ધન્યવાદ આપશે.


સર્વકાળ માટે તેમના ગૌરવી નામને ધન્ય હોજો; આખી પૃથ્વી તેમના મહિમાથી ભરપૂર થાઓ. આમીન તથા આમીન.


યાહ મારું સામર્થ્ય તથા ગીત છે, ને તે મારું તારણ થયા છે; તે મારા ઈશ્વર છે, ને હું તેમની સ્તુતિ કરીશ; તે મારા પિતાના ઈશ્વર છે, ને હું તેમને મોટા માનીશ;


યહોવા તો યોદ્ધો છે; તેમનું નામ યહોવા છે.


અને મૂસાએ ઈશ્વરને કહ્યું, “જો હું ઇઝરાયલીઓની પાસે જઈને તેઓને કહું ‘તમારા પિતૃઓના ઈશ્વરે મને તમારી પાસે મોકલ્યો છે, અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે’ તો તેઓને હું શું કહું?”


વળી તેણે કહ્યું, “હું તારા પિતાનો ઈશ્વર, ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું” અને મૂસાએ પોતાનું મુખ સંતાડયું; કેમ કે ઈશ્વરની તરફ જોતાં તે બીધો.


ત્યારે મૂસાએ ઉત્તર આપ્યો, “પણ જોજો, તેઓ મારું કહેવું ખરું નહિ માને, ને મારી વાણી નહિ સંભળે; કેમ કે તેઓ કહેશે કે, યહોવાએ તને દર્શન દીધું નથી.”


એ માટે કે તેઓ એવો વિશ્વાસ કરે કે તેઓના પિતૃઓના ઈશ્વર યહોવાએ, એટલે ઇબ્રાહિમના ઈશ્વરે તથા ઇસહાકના ઈશ્વરે તથા યાકૂબના ઈશ્વરે તને દર્શન દીધું છે.”


અને ઈશ્વરે મૂસાની સાથે બોલતાં તેને કહ્યું, “હું યહોવા છું.


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


હે યહોવા, અમે તમારાં ન્યાયશાસનોને માર્ગે [ચાલીને] તમારી રાહ જોતા આવ્યા છીએ; અમારા જીવને તમારા નામની તથા તમારા સ્મરણની આતુરતા છે.


હું યહોવા છું; એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને, તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.


જેમણે મૂસાને જમણે હાથે પોતાનો પ્રતાપી ભુજ ચાલતો રાખ્યો હતો, જેમણે પોતાને માટે અમર નામ કરવાને અમારી આગળ [સમુદ્રના] પાણીના બે ભાગ કર્યા,


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


યહોવા જે જગતના ઉત્પન્ન કરનાર, તેના રચનાર ને તેને સ્થિર કરનાર છે, તેમનું નામ યહોવા છે, તે કહે છે,


હે મારા પૂર્વજોના ઈશ્વર, હું તમારો આભાર માનું છું ને તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે મને જ્ઞાન તથા પરાક્રમ આપ્યાં છે, અને જે અમે તમારી પાસેથી માગ્યું જે હમણાં તમે મને જણાવ્યું છે; કેમ કે તમે અમને રાજાની વાત પ્રગટ કરી છે.”


હા, યહોવા, જે સૈન્યોના ઈશ્વર છે તે [આપણી સાથે બોલ્યા] ; યહોવા, એ તેમનું સ્મારક નામ છે.


તે માટે તું તારા ઈશ્વરની પાસે પાછો આવ, કૃપાળુ થા, ને ન્યાય માર્ગે ચાલ, ને નિરંતર તારા ઈશ્વરની સેવામાં રહે.


અને ઇઝરાયલી સ્‍ત્રીના દીકરાએ [યહોવાના] નામનું દુર્ભાષણ કરીને શાપ દીધો. અને લોકો તેને મૂસા પાસે લાવ્યા. અને તેની માનું નામ શલોમીથ હતું, તે દાનના કુળના દિબ્રીની દીકરી હતી.


સર્વ પ્રજાઓ પોતપોતાના દેવના નામ પર શ્રદ્ધા રાખીને ચાલે છે, પણ અમે તો સદાસર્વકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું.


“કેમ કે હું યહોવા અવિકારી છું. એ માટે, હે યાકૂબના પુત્રો, તમારો સંહાર થયો નથી.


કે, હું ઇબ્રાહિમનો ઈશ્વર તથા ઇસહાકનો ઈશ્વર તથા યાકૂબનો ઈશ્વર છું?’ તે મૂએલાંઓનો ઈશ્વર નથી, પણ જીવતાંઓનો છે.”


ઇબ્રાહિમના, ઇસહાકના તથા યાકૂબના ઈશ્વર, એટલે આપણા પૂર્વજોના ઈશ્વરે, પોતાના સેવક ઈસુને મહિમાવાન કર્યા, જેને તમે પકડાવ્યા, અને પિલાતે તેમને છોડી મૂકવાનું ઠરાવ્યું હતું ત્યારે તમે તેની આગળ તેમનો નકાર કર્યો.


‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, એટલે ઇબ્રાહિમનો, ઇસહાકનો, તથા યાકૂબનો ઈશ્વર છું. ત્યારે મૂસાને ધ્રૂજારી છૂટી અને તેને જોવાની તેની છાતી ચાલી નહિ.


તમારા પિતૃઓના ઈશ્વર યહોવા તેમણે તમને આપેલા વચન પ્રમાણે, તમે છો તે કરતાં હજારગણા તમને વધારો ને તમને આશીર્વાદ આપો!


‘જે સારો દેશ તમારા પિતૃઓને આપવાને મેં પ્રતિજ્ઞા લીધી છે. તે આ દુષ્ટ પેઢીના આ માણસોમાંથી એક પણ જોશે નહિ.


અને હવે, હે ઇઝરાયલ, જે વિધિઓ તથા કાનૂનો હું તમને શીખવું છું તે પર લક્ષ દઈને તેમનો અમલ કરો. એ માટે કે તમે જીવતા રહો, ને જે દેશ યહોવા તમારા પિતૃઓના ઈશ્વર તમને આપે છે તેમાં પ્રવેશ કરીને તેનું વતન પામો.


પણ હવે તેઓ વધારે સારા [દેશની] , એટલે સ્વર્ગીય દેશની, ઇચ્છા રાખે છે; માટે ઈશ્વર તેઓના ઈશ્વર કહેવાતાં શરમાતા નથી. કેમ કે તેમણે તેઓને માટે એક શહેર તૈયાર કર્યું છે.


ઈસુ ખ્રિસ્ત ગઈ કાલે, આજે તથા સદાકાળ એવા ને એવા જ છે.


Lean sinn:

Sanasan


Sanasan