નિર્ગમન 29:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)43 અને ત્યાં હું ઇઝરાયલી લોકોની મુલાકાત લઈશ; અને [મંડપ] મારા ગૌરવથી પવિત્ર થશે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.43 ત્યાં હું મારા ઇઝરાયલી લોકને મળીશ અને મારા ગૌરવની હાજરીથી તે સ્થાન પવિત્ર બની જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201943 હું ત્યાં જ તમને મળીશ અને ઇઝરાયલીઓને પણ મળીશ. મારા મહિમાથી એ સ્થાન પવિત્ર થઈ જશે. Faic an caibideilપવિત્ર બાઈબલ43 હું ત્યાં જ તમને મળીશ; અને ત્યાં જ હું ઇસ્રાએલીઓને પણ મળીશ. અને માંરા મહિમાંથી એ સ્થાન પવિત્ર થઈ જશે. Faic an caibideil |
અને જ્યારે રણશિંગડાંવાળાએ તથા ગાનારાઓએ યહોવાની સ્તુતિ કરવા તથા આભાર માનવા માટે ઉચ્ચ સ્વરથી એક સરખો આવાજ કર્યો; અને જ્યારે તેઓએ રણશિંગડાંથી, ઝાંઝોથી તથા વાજિંત્રોથી મોટો નાદ કાઢ્યો, ને યહોવાની સ્તુતિ કરીને કહ્યું, “તે સારા છે, કેમ કે તેમની કૃપા સર્વકાળ [ટકે] છે.” તે વખતે યહોવાનું મંદિર મેઘથી ભરાઈ ગયું,