Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:39 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

39 એક હલવાન સવારે અને બીજું સાંજે ચડાવવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 એક હલવાન તારે સવારમાં અને બીજું હલવાન તારે સાંજે ચઢાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

39 એક સવારે અને બીજું સાંજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:39
15 Iomraidhean Croise  

બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.


આહાઝ રાજાએ ઊરિયા યાજકને આજ્ઞા કરી, “મોટી વેદી પર સવારના દહનીયાર્પણનું, સાંજના દહનીયાર્પણનું, રાજાના દહનીયાર્પણનું, તથા તેના ખાદ્યાર્પણનું, તેમજ દેશના સર્વ લોકનાં દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા તેમનાં પેયાર્પણનું દહન કરવું. દહનીયાર્પણનું બધું રકત તથા યજ્ઞનું બધું રક્ત તે પર છાંટવું. પણ પિત્તળની વેદી તો મારે સલાહ પૂછવાનું સાધન થશે.”


સવારે સુમારે અર્પણ ચઢાવવાના સમયે એમ થયું કે, જુઓ, અદોમ તરફથી પાણી આવ્યું, ને દેશમાં બધે પાણી પાણી થઈ રહ્યું.


તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.


સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને કહાવ્યું, “તમે મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યા, ને તેમને મહેલ બાંધવા માટે એરેજવૃક્ષો મોકલી આપ્યાં હતાં. [તેમ જ તમે મારી સાથે વર્તજો.]


આ સમયે બંદીવાસવાળાઓના પાપને લીધે ઇઝરાયલના ઈશ્વરનાં વચનોથી જેઓ ધ્રૂજતા હતા, તે સર્વ મારી પાસે એકત્ર થયા. સાંજના અર્પણ સુધી હું સ્તબ્ધ થઈને બેસી રહ્યો.


મારી પ્રાર્થના તમારી સમક્ષ ધૂપ જેવી થાઓ; અને મારા હાથોનું ઊંચું થવું તે સાયંકાળના યજ્ઞ જેવું થાઓ.


હે યહોવા, સવારમાં તમે મારી પ્રાર્થના સાંભળશો; સવારમાં તે સિદ્ધ કરીને [ઉત્તરને માટે] હું તાકી રહીશ.


અને તે જ માસના ચૌદમા દિવસ સુધી તમારે તે રાખી મૂકવો; અને ઇઝરાયલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો.


અને એક હલવાનની સાથે પા હીન પીલેલા તેલમાં મોહેલો [એફાહનો] એક દશાંશ મેંદો લેવામાં આવે; અને પેયાર્પણને માટે પા હીન દ્રાક્ષારસ.


હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે [પ્રભુની] આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો.


ધૂપ કરતી વેળાએ લોકોની આખી સભા બહાર પ્રાર્થના કરતી હતી.


અમારાં બારે કુળો પણ [ઈશ્વરની] સેવા આતુરતાથી રાતદિવસ કરીને તે [વચન] ફળીભૂત થવાની આશા રાખે છે. અને, હે રાજા, એ જ આશાની ખાતર યહૂદીઓ મારા પર તહોમત મૂકે છે!


Lean sinn:

Sanasan


Sanasan