Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:38 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

38 હવે વેદી પર તારે જે ચઢાવવું તે આ પ્રમાણે:તું રોજ રોજ પહેલા વર્ષના બે હલવાન હમેશને ચઢાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

38 “તારે કાયમને માટે દરરોજ એક વર્ષની વયના બે હલવાનનું વેદી પર અર્પણ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

38 તારે વેદી પર આટલા બલિ ચઢાવવા, કાયમને માટે પ્રતિદિન એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

38 “તારે વેદી પર આટલી બલિ ચઢાવવી: પ્રતિદિન કાયમને માંટે એક વર્ષની ઉંમરના બે હલવાન અર્પણ કરવાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:38
25 Iomraidhean Croise  

અને ઇસહાકે પોતાના પિતા ઇબ્રાહિમને કહ્યું, “મારા પિતા”; અને તેણે કહ્યું, “મારા દિકરા, હું આ રહ્યો.” અને તેણે કહ્યું, “જો, અગ્નિ તથા લાકડાં તો છે; પણ દહનીયાર્પણને માટે ઘેટું ક્યાં છે?”


યહોવાએ ઇઝરાયલને ફરમાવેલા નિયમશાસ્ત્રમાં જે સર્વ લખેલું છે, તે પ્રમાણે દરરોજ સવારે તથા સાંજે દહનીયાર્પણની વેદી પર યહોવાને દહનીયાર્પણો ચઢાવવા માટે [નીમ્યા.]


તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.


સુલેમાને તૂરના રાજા હિરામની પાસે સંદેશો મોકલીને કહાવ્યું, “તમે મારા પિતા દાઉદની સાથે જેમ વર્ત્યા, ને તેમને મહેલ બાંધવા માટે એરેજવૃક્ષો મોકલી આપ્યાં હતાં. [તેમ જ તમે મારી સાથે વર્તજો.]


મારા ઈશ્વર યહોવાને અર્પણ કરવાને, તેમની આગળ ખુશ્બોદાર સુંગધીઓનો ધૂપ બાળવાને, નિત્યની અર્પિત રોટલીને માટે, ને સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ તથા અમારા ઈશ્વર યહોવાનાં નક્કી કરેલા પર્વોએ, સવાર તથા સાંજના દહનીયાર્પણોને માટે, તેમના નામને માટે, હું મંદિર બાંધું છું ઇઝરાયલને માટે સર્વકાળને માટે એ [વિધિઓ] ઠરાવેલા છે.


વળી તેઓએ તેની પરસાળનાં બારણા બંધ કરી દીધાં છે. દીવા હોલવી નાખ્યા છે. ઇઝરાયલના ઈશ્વરની આગળ ધૂપ બાળ્યો નથી, ને પવિત્રસ્થાનમાં દહનીયાર્પણો ચઢાવ્યાં નથી.


વળી રાજાની સંપત્તિનો એક ભાગ પણ દહનીયાર્પણોને માટે, એટલે સવારનાં તથા સાંજનાં દહનીયાર્પણોને માટે, તેમ જ સાબ્બાથોનાં, ચંદ્ર દર્શનના દિવસોનાં તથા નિયુક્ત પર્વોનાં દહનીયાર્પણોને માટે યહોવાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે [તેણે આપવાનો ઠરાવ કર્યો].


દરરોજના કાર્યક્રમ પ્રમાણે સાબ્બાથોએ, ચંદ્રદર્શનના દિવસોએ, તથા મુકરર પર્વોએ, એટલે વર્ષમાં ત્રણ વાર, બેખમીર રોટલીના પર્વમાં સપ્તાહોના પર્વમાં, તથા માંડવાઓના પર્વમાં મૂસાની આજ્ઞા પ્રમાણે તે અર્પણ કરતો.


તેઓને દેશોના લોકોનો ભય હતો તેથી તેઓએ તે વેદી પ્રથમ હતી તે જ જગાએ બાંધી. દરરોજ સવારે તથા સાંજે તેઓએ યહોવાને દહનીયાર્પણો ચઢાવ્યાં.


તે પછી નિત્યનાં દહનીયાર્પણ, ચંદ્રદર્શનનાં, યહોવાનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં, તથા યહોવાને માટે રાજીખુશીથી અર્પણ કરનારનાં ઐચ્છાકાર્પણ, [ચઢાવ્યાં].


અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


પહેલા વર્ષનું ખોડખાંપણ વગરનું હલવાન યહોવાને માટે દહનીયાર્પણ તરીકે તારે દરરોજ રજૂ કરવું. દર સવારે તારે તે રજૂ કરવું.


એવી રીતે તેઓ દર સવારે હમેશના દહનીયાર્પણ તરીકે હલવાન, ખાદ્યાર્પણ તથા તેલ રજૂ કરે.”


નિત્યનું દહનીયાર્પણ બંધ કરવામાં આવશે, ને [તેની જગાએ] વેરાનકારક ધિક્કારપાત્ર વસ્તુ ત્યાં રાખવામાં આવશે તે વખતથી એક હજાર બસો નેવું દિવસ થશે.


હા, હું પ્રાર્થના કરતો હતો તે દરમિયાન ગાબ્રિયેલ એટલે જે માણસને મેં સંદર્શનમાં પ્રથમ જોયો હતો, તેણે [પ્રભુની] આજ્ઞાથી વેગે ઊડી આવીને આશરે સાંજના અર્પણની વેળાએ મને સ્પર્શ કર્યો.


તે ઘણાઓની સાથે એક અઠવાડિયા સુધીનો પાકો કરાર કરશે; અને એ અઠવાડિયાની અધવચમાં તે બલિદાન તથા અર્પણ બંધ કરાવશે. પછી ધિક્કારપાત્ર વસ્તુઓની પાંખ પર વેરાન કરનાર [આવશે] ; અને જે નિર્માણ થયેલું છે તે પૂરું થતાં સુધી વેરાન કરનાર પર [ક્રોધ] રેડવામાં આવશે.”


અને હારુનના પુત્રો વેદી પરના અગ્નિ પરનાં લાકડાં ઉપરના દહનીયાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ છે.


“હારુનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે, દહનીયાર્પણનો નિયમ આ છે: દહનીર્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે, અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખવો.


પછી તેણે ખાદ્યાર્પણ રજૂ કર્યું, ને તેમાંથી એક ખોબાભર લઈને, સવારના દહનીયાર્પણ ઉપરાંત, વેદી પર તેનું દહન કર્યું.


અમાવાસ્યાનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા નિત્યનું દહનીયાર્પણ તથા તેનું ખાદ્યાર્પણ તથા તેઓનાં પેયાર્પણો, કે જે તેઓના વિધિ પ્રમાણે સુવાસને અર્થે યહોવાને હોમયજ્ઞ તરીકે [ચઢાવવામાં આવે છે] તે ઉપરાંત એ [ચઢાવવાં].


બીજે દિવસે યોહાન પોતાની પાસે ઈસુને આવતા જોઈને કહે છે, જુઓ, ઈશ્વરનું હલવાન, જે જગતનું પાપ દૂર કરે છે!


પ્રથમ પ્રમુખયાજકોની જેમ પોતાનાં પાપોને માટે, અને પછી લોકોનાં પાપોને માટે બલિદાન આપવાની દરરોજ તેમને અગત્ય રહેતી નથી; કેમ કે તેમણે પોતાનું સ્વાર્પણ કરીને એ કામ એક જ વખત કર્યું.


પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે


Lean sinn:

Sanasan


Sanasan