Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 29:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 જ્યારે મારા ઇઝરાયલી લોકો મને સંગતબલિ ચડાવે ત્યારે બલિના સીનાનો અને જાંઘનો ભાગ યજ્ઞકારોને ફાળે જાય; આ મારી કાયમી વ્યવસ્થા છે. એ તો લોકોએ મને પ્રભુને ચડાવેલી ભેટ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તે હારુનનો તથા તેના પુત્રોનો ઇઝરાયલ પુત્રો પાસેથી સદાનો નિયમ થશે. કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે; અને તે ઇઝરાયલપુત્રો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞોનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાહને સારુ તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 માંરા શાશ્વત નિયમાંનુસાર એ હારુનને અને તેના પુત્રોને ઇસ્રાએલીઓ તરફથી મળવો જોઈતો હિસ્સો છે; કારણ કે ઇસ્રાએલીઓએ શાંત્યર્પણમાંથી યહોવાને ધરાવેલી એ ભેટ છે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 29:28
18 Iomraidhean Croise  

અને તારા ભાઈ હારુનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્‍ત્રો બનાવ.


અને પ્રતિષ્ઠાના ઘેટાની આરત્યર્પણવાળી છાતી તથા ઉચ્છાલીયાર્પણવાળો ખભો, જેની આરતી કરવામાં આવે છે ને જે ઉછાળાય છે, એટલે જે હારુન તથા તેના દીકરાઓને હિસ્સે આવેલું છે તે તું પવિત્ર કર;


અને હારુનનાં પવિત્ર વસ્‍ત્રો તેની પછીના તેના દીકરાઓને માટે થાય કે, તેઓ તે પહેરીને અભિષિક્ત તથા પ્રતિષ્ઠિત થાય.


અને જો તેનું અર્પણ શાંત્યર્પણનો યજ્ઞ હોય, અને જો તે ઢોર ચઢાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવા પ્રત્યે તે ખોડખાંપણ વગરનું ચઢાવે.


તમારા પ્રથમ લોંદાનું પેઢી દરપેઢી યહોવા પ્રત્યે તમારે ઉચ્છાલીયાર્પણ કરવું.


અને ઇઝરાયલી લોકોનો જે દશાંશ તેઓ ઉચ્છાલીયાર્પણરૂપે યહોવાને ચઢાવે, તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. એ માટે મેં તેઓને કહ્યું છે, કે ઇઝરાયલીઓમાં તમોને વતન નહિ મળે.”


તમારાં સર્વ દાનોમાંથી, તેમના સર્વ ઉત્તમ તથા અલગ કરેલા ભાગમાંથી યહોવાનું હરેક ઉચ્છાલીયાર્પણ ચઢાવો.


અને યહોવાએ હારુનને કહ્યું, “અને મેં, જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકોની અર્પિત વસ્તુઓ [તમારા] અભિષેકના કારણથી મેં તને તથા તારા દિકરાઓને સદાના હક તરીકે આપી છે.


અને મૂસાએ હારુનના વસ્‍ત્ર ઉતારીને તેના પુત્ર એલાઝારને પહેરાવ્યાં. અને ત્યાં પર્વતના શિખર પર હારુન મરી ગયો. અને મૂસા તથા એલાઝાર પર્વત પરથી ઊતર્યા.


તેઓના અર્ધામાંથી તે લો, ને યહોવાના ઉચ્છાલીયાર્પણને માટે એલાઝાર યાજકને તે આપો.


અને યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ મૂસાએ એ કર, એટલે યહોવાનું ઉચ્છાલીયાર્પણ, એલાઝાર યાજકને આપ્યો.


અને પ્રત્યેક પુરુષની અર્પિત વસ્તુઓ તેની થાય; કોઈ પણ પુરુષ જે કંઈ યાજકને આપે તે તેનું થાય.”


અને ઇઝરાયલી લોકોની સેર્વ પવિત્ર વસ્‍તુઓનું પ્રત્યેક ઉચ્છાલીયાર્પણ કે જે તેઓ યાજકની પાસે લાવે તે તેનું થાય.


અને યાજક યહોવાની આગળ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. આ, તેમ જ આરત્યાર્પણનો છાતીનો ભાગ તથા ઉચ્છાલીયાર્પણનું બાવડું યાજકને માટે શુદ્ધ છે. અને ત્યાર પછી નાજીરીને દ્રાક્ષારસ પીવાની છૂટ છે.


અને લોકો તરફથી એટલે વાછરડાનો કે ઘેટાંનો યજ્ઞ ચઢાવનારા તરફથી યાજકોને આ દાપું મળે કે, તેઓ યાજકને બાવડું તથા બન્‍ને ગલોફાં તથા હોજરી આપે.


Lean sinn:

Sanasan


Sanasan