Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:40 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

40 વળી હારુનના દીકરાઓને માટે તું અંગરખાઓકમરબંધો બનાવ, ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને માટે ફાળિયાં બનાવ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

40 “તારે આરોનના પુત્રો માટે ડગલા, કમરપટ્ટા અને સાફા બનાવવા. એ વસ્ત્રો તેમને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્ર બને.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

40 હારુનના પ્રત્યેક પુત્રને માટે તેને માન અને આદર આપવા સારુ જામો, કમરબંધ અને પાઘડી બનાવવાં જેથી તેનો આદર અને ગૌરવ જળવાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

40 હારુનના પ્રત્યેક પુત્રોને માંટે તેને માંન અને આદર આપવા જામો, કમરબંધ અને પાઘડી બનાવવા જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:40
16 Iomraidhean Croise  

અને તારા ભાઈ હારુનને માટે ગૌરવ તથા શોભાને અર્થે તું પવિત્ર વસ્‍ત્રો બનાવ.


અને તેઓએ જે વસ્‍ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્‍ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.


વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ.


અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુણે તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.


પવિત્રસ્થાનમાં સેવા કરવાને ઝીણાં વણેલાં વસ્‍ત્રો, તથા યાજકપદ બજાવવા માટે હારુન યાજકને માટે પવિત્ર વસ્‍ત્રો, તથા તેના દીકરાઓને માટે વસ્‍ત્રો [તે બધું તેઓ લાવ્યા].


હે સિયોન જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ઠિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્ર પહેર; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પેસશે નહિ.


અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્‍ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનીયાર્પણ તથા લોકો દહનીયાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને મૂસાએ હારુનના પુત્રોને હાજર કરીને તેઓને અંગરખા પહેરાવ્યા, ને તેઓની કમરે પટક બાંધ્યા, ને તેઓને માથે ફાળિયાં બાંધ્યા. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


ઉચાપત ન કરવાને, પણ સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર થવાને બોધ કર, જેથી તેઓ સર્વ વાતે આપણા તારનાર ઈશ્વરના સુબોધને દીપાવે.


સારી કરણીઓ કરીને તું પોતે સર્વ વાતે નમૂનારૂપ થા. તારા ઉપદેશમાં પવિત્રતા, ગંભીરતા,


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan