Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 અને તેઓએ જે વસ્‍ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્‍ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તું તેમને ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, ભરત ભરેલો ડગલો, પાઘડી અને કમરપટ્ટો બનાવવાનું કહે. તેઓ તારા ભાઈ આરોન તથા તેના પુત્રો માટે યજ્ઞકારનાં વસ્ત્રો બનાવે; જેથી તેઓ મારી સન્મુખ યજ્ઞકાર તરીકે સેવા કરી શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેઓ આ પોષાક બનાવે: ઉરપત્રક, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો લાંબો જામો, પાઘડી તથા કમરબંધ; તેઓએ તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માટે મારા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે ગણવેશ તરીકે પહેરવાના અલગ પવિત્ર વસ્ત્રો બનાવવાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેઓએ આ પોષાક બનાવવાનાં છે. ઉરપત્ર, એફોદ, ઝભ્ભો, સફેદ ગૂંથેલો ડગલો, પાઘડી તથા કમરબંધ; તેમણે તારા ભાઈ હારુન તથા તેના પુત્રો માંટે માંરા યાજકો તરીકે સેવા બજાવે ત્યારે પહેરવાં માંટે પવિત્ર વસ્ત્રો બનાવવાં.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:4
20 Iomraidhean Croise  

અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.


ગોમેદ પાષાણો. ને એફોદ તથા ઉરપત્રને માટે જડવાના પાષાણો.


અને તેને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ.


તથા ઝીણ શણની પાઘડીઓ, તથા ઝીણા શણનાં સુશોભિત ફાળિયાંમ તથા ઝીણા કાંતેલા શણની ઇજારો [બનાવ્યાં].


ન્યાયીપણું તેનો કમરપટો, ને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે.


પ્રભુએ બખતર તરીકે ન્યાયીપણું સજ્યું, ને ટોપ તરીકે માથા પર તારણ રાખ્યું; પોશાક તરીકે તેમણે પ્રતિકારરૂપી વસ્ત્ર પહેર્યાં, ને ઝભ્ભા તરીકે ઉત્કંઠા ઓઢી.


કેમ કે ઇઝરાયલ લાંબી મુદત સુધી રાજારહિત, અધિકારીરહિત, યજ્ઞરહિત, ભજનસ્તંભરહિત તથા એફોદ કે તરાફીમરહિત રહેશે;


માટે સત્યથી તમારી કમર બાંધીને તથા ન્યાયીપણાનું બખતર પહેરીને


પણ આપણે દિવસના છીએ, માટે વિશ્વાસનું તથા પ્રેમનું બખતર, અને તારણની આશાનો ટોપ પહેરીને સાવધ રહીએ.


આવી રીતે દર્શનમાં મેં ઘોડાઓને તથા તેઓ પર બેઠેલાઓને જોયા. તેઓનાં બખ્તર અગ્નિ જેવાં રાતાં તથા જાંબુડાં તથા ગંધકના રંગનાં હતાં, તે ઘોડાઓનાં માથાં સિંહોના માથાં જેવાં છે, અને તેઓનાં મોંમાંથી અગ્નિ, ધુમાડો, તથા ગંધક નીકળે છે.


પણ શમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝભ્ભો પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.


ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.


અને એમ થયું કે અહીમેલેખનો દિકરો અબ્યાથાર દાઉદ પાસે કઈલા નાસી આવ્યો, ત્યારે તે પોતાના હાથમાં એક એફોદ લેતો આવ્યો હતો.


પછી દાઉદે અહીમેલેખના પુત્ર અબ્યાથાર યાજકને કહ્યું, “કૃપા કરીને એફોદ અહીં મારી પાસે લાવ.” એટલે અબ્યાથાર દાઉદ પાસે એફોદ લઈ આવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan