Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

36 અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

36 “તું શુદ્ધ સોનાનું એક પાત્ર લે અને તારે તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતરવા: ‘યાહવેને સમર્પિત.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

36 પછી શુદ્ધ સોનાનું એક પાત્ર બનાવજે અને તેના પર ‘યહોવાહને પવિત્ર’ એમ કોતરાવવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

36 “પછી શુદ્ધ સોનાનું એક પત્ર બનાવવું અને તેના પર ‘યહોવાને સમર્પિત’ એમ કોતરાવવું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:36
22 Iomraidhean Croise  

આમ્રામના પુત્રો:હારુન તથા મૂસા. હારુન તથા તેના પુત્રો સદા પરમપવિત્ર અસ્તુઓ અર્પે, સદા યહોવાની આગળ ધૂપ બાળે, તેમની સેવા કરે, તથા તેમના નામે આશીર્વાદ આપે, માટે હારુનને જુદો ગણવામાં આવ્યો.


તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે; હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.


અને મારે માટે તમે યાજકોનું રાજ્ય તથા પવિત્ર દેશજાતિ થશો. એ જ વાત તારે ઇઝરાયલીઓને કહેવી.”


પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.


અને સેવા કરતી વખતે હારુન તે પહેરે; અને તે યહોવાની આગળ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ પવિત્રસ્થાનમાં જાય ને ત્યાંથી બહાર આવે, ત્યારે તેનો અવાજ સંભળાય, એ માટે કે તે મરે નહિ.


અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીની આગળ રાખ.


અને બે ગોમેદ પાષાણો લઈને તું તેમના પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર;


અને તેને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ.


અને તેઓએ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે ઝીણા વણેલા શણના અંગરખા,


અને તેઓએ ચોખ્ખા સોનાનું પવિત્ર મુગટનું પતરું બનાવ્યું, ને તેના પર, ‘યહોવાને માટે પવિત્ર, ’ એવો લેખ, મુદ્રાના જેવી કોતરણીથી કોતર્યો.


નઅએ તેને પાઘડીની ટોચે બાંધવા માટે તેઓએ તેને નીલ રંગની ફીત લગાડી; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મુકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે કે, તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.


મંદિરનો નિયમ એ છે કે, પર્વતનાં શિખર પરની આખી સપાટી ચોતરફ પરમપવિત્ર ગણાય. જો મંદિરનો નિયમ એ છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


“ઇઝરાલી લોકોને વાત કરતાં કહે કે, તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર પવિત્ર છું.


અને તેણે તેને માથે પાઘડી પહેરાવી. અને પાઘડીની આગળ તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુગટ ચોઢયો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


તે દિવસે ઘોડાઓની ઘંટડીઓ ઉપર ‘યહોવાને માટે પવિત્ર’ [એ શબ્દો] હશે; અને યહોવાના મંદિરમાંનાં તપેલાં વેદી આગળના પ્યાલા જેવાં થશે.


સર્વની સાથે શાંતિથી વર્તો, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને જોશે નહિ તેને ધોરણે તમે ચાલો.


વળી આપણને એવા પ્રમુખયાજકની જરૂર હતી કે, જે પવિત્ર, નિર્દોષ, નિષ્કલંક, પાપીઓથી અલગ છે, અને જેમને આકાશ કરતાં વધારે ઊંચે ચઢાવેલા છે.


પણ તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, પવિત્ર પ્રજા તથા [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan