Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 તેમને એફોદના ખભા પરના પટ્ટાઓમાં ઇઝરાયલનાં બારે કુળોના સ્મરણ અર્થે જોડવા. એ રીતે આરોન તેમનાં નામ પોતાના ખભા પર ધારણ કરશે અને હું પ્રભુ મારા લોકને હમેશાં સ્મરણમાં રાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હારુને આ નામો પોતાના બે ખભા પર કિંમતી પથ્થર ધારણ કરીને યહોવાહ પાસે જવું જેથી તેને ઇઝરાયલીઓનું સ્મરણ રહે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હારુને આ નામો પોતાના બે ખભા ઉપર ધારણ કરીને યહોવા પાસે જવું જેથી તેને એમનું સ્મરણ થાય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:12
23 Iomraidhean Croise  

ખરેખર હું તેને મારા ખભા પર ઊંચકીને ફરત; મુગટની જેમ હું તેને મારે માથે પહેરત.


ત્યારે તમે દર્શનમાં તમારા ભક્તોને કહ્યું, “જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાને મેં ઊંચો કર્યો છે.


અને આ દિવસ તમારે માટે યાદગીરીનો દિવસ થાય, ને તમારે યહોવા પ્રત્યે એનું પર્વ પાળવું. વંશપરંપરા તમારે નિત્યના વિધિથી તે પર્વ પાળવું.


અને એ તારા હાથ પર ચિહ્ન જેવું ને તારી આંખોની વચમાં યાદગીરી જેવું થશે, એ માટે કે યહોવાનો નિયમ તારે મોઢે રહે; કેમ કે યહોવા તને બળવાન હાથે મિસરમાંથી કાઢી લાવ્યા છે.


પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.


અને હારુન પવિત્રસ્થાનમાં પ્રવેશ કરે, ત્યારે તે પોતાની છાતી પર ન્યાયકરણના ઉરપત્રમાં ઇઝરાયલપુત્રોનાં નામ યહોવાની આગળ સતત સ્મરણાર્થે રાખે.


બન્‍ને છેડે જોડેલી બે સ્કંધપટી તેને હોય, એ માટે કે તે જોડાય.


જુઓ, ઈશ્વર મારું તારણ છે; હું [તેમના પર] ભરોસો રાખીશ, ને બીશ નહિ; કેમ કે યહોવા ઈશ્વર મારું સામર્થ્ય તથા મારું સ્તોત્ર છે; અને તે મારું તારણ થયા છે.”


હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.


કેમ કે આપણે માટે છોકરો જન્મ્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે; તેની ખાંધ પર રાજ્યાધિકાર રહેશે; અને તેને “અદભૂત મંત્રી, પરાક્રમી ઈશ્વર, સનાતન પિતા, ને શાંતિનો સરદાર, ” એ નામ આપવામાં આવશે.


અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરીરૂપ થાય, એટલે યહોવાને માટે હોમયજ્ઞ થાય.


એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ.


અને મૂસા તથા એલાઝાર યાજક હજારહજારના તથા સોસોના આગેવાનોનું સોનું લઈને યહોવાની સમક્ષ ઇઝરાયલ પ્રજાના સ્મરણને અર્થે મુલાકાતમંડપમાં તે લાવ્યા.


આપણા બાપદાદાઓને તેમના કહ્યા પ્રમાણે, ઇબ્રાહિમ પર તથા તેના વંશ પર


એ માટે કે તે આપણા બાપદાદાઓ પ્રત્યે દયા દર્શાવે, તથા પોતાનો પવિત્ર કરાર સંભારે;


ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું, પ્રભુ, શું છે?” પ્રભુએ તેને કહ્યું, તારી પ્રાર્થનાઓ તથા તારાં દાન ઈશ્વરની આગળ યાદગીરીને માટે પહોંચ્યાં છે.


અને સ્તુતિ કરીને ભાંગી, અને કહ્યું, “એ મારું શરીર છે, એને તમારે માટે [ભાંગવામાં આવ્યું] છે. મારી યાદગીરીને માટે એ કરો.”


બિન્યામીન વિષે તેણે કહ્યું: “યહોવાનો વહાલો તેની પાસે સહીસલામત રહેશે; આખો દિવસ તે તેનું આચ્છાદન કરે છે, અને તે તેના ખભાઓની વચ્ચે રહે છે.


ત્યારે તમે તેઓને એમ કહો કે, ‘ [આનું કારણ એ છે કે] યહોવાના કરારકોશની આગળ યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. જ્યારે યર્દનને પાર તે ઊતરતો હતો ત્યારે યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. અને એ પથ્થરો ઇઝરાયલી લોકોના સ્મરણાર્થે સદાકાળ રહેશે.’”


Lean sinn:

Sanasan


Sanasan