Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 28:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 પાષાણ કોતરનારના કામથી, મુદ્રાની કોતરણી પ્રમાણે, તું બન્‍ને પાષાણ પર ઇઝરાયલના પુત્રોનાં નામ કોતર; તું તેમને સોનાનાં ચોકઠાંમાં બેસાડ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 એ રીતે મુદ્રા બનાવનાર કારીગરના કૌશલથી કોતરવાં અને એ પથ્થરોને સોનાના ચોકઠામાં બેસાડવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 આ મુદ્રા બનાવનાર કલાકાર પાસે તારે બે પાષાણ પર ઇઝરાયલ પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાના ચોકઠામાં જડવાં. અને ઇઝરાયલ પુત્રોના સ્મારક તરીકે ઉરાવરણની સ્કંધપટી સાથે જડી દેવા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 આ મુદ્રા બનાવનાર કારીગર પાસે તારે બે પાષાણ પર ઇસ્રાએલના પુત્રોનાં નામ કોતરાવવાં અને તેમને સોનાનાં ચોકઠામાં જડવાં અને ઇસ્રાએલના પુત્રોના સ્માંરક તરીકે ઉરાવરણના ખભાના પટા સાથે જડી દેવા.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 28:11
16 Iomraidhean Croise  

તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે, તો કેવું સારું!


એક પાષાણ પર તેઓમાંના છનાં નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે.


ઇઝરાયલી લોકોને માટે સ્મરણાર્થે પાષાણો થવા માટે તું એફોદની સ્કંધપટીઓ ઉપર તે બન્‍ને પાષાણો જડ; અને હારુન તેના બન્‍ને ખભા પર તેઓનાં નામ યહોવાની આગળ સ્મરણાર્થે રાખે.


અને ઇઝરાયલના પુત્રોનાં નામ પ્રમાણે, એટલે તેઓનાં નામની સંખ્યા પ્રમાણે, પાષાણો બાર હોય. તેઓ બાર કુળને માટે થાય, એટલે પ્રત્યેક પર મુદ્રા કોતરવાની રીત પ્રમાણે અમુક કુળનું નામ કોતરેલું હોય.


અને બે ગૂંથેલી સાંકળીઓના બીજા બે છેડા તું બે ચોકઠાંને લગાડ, ને તેઓને એફોદની સ્‍કંધપટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ.


અને તું ચોખ્ખા સોનાનું પત્ર બનાવ, ને તેના પર મુદ્રાની કોતરણી પ્રમાણે આ શબ્દો કોતર કે, યહોવાને માટે પવિત્ર.


અને ચોથી હાર પિરોજ તથા ગોમેદ તથા યાસપિસની. તેઓએ તેઓનાં ઘરોમાં બેસાડીને તેમને ચોકઠામાં જડયા હતા.


અને તે ગૂંથેલી બે સાંકળીઓના બાકીના બે છેડાને બે ચોકઠાંમાં જડીને તેઓએ તેમને એફોદના આગલા ભાગમાં તેની સ્કંધપટીઓ પર લગાડયા.


અને તેઓએ ગોમેદ પાષાણો તૈયાર કરીને, તેમના પર ઇઝરાયલી કુળના નામ મુદ્રાની કોતરણીથી કોતરીને, તેમને સોનાના ચોકઠામાં બેસાડયાં.


યહોવા પોતાના જીવના સમ ખાઈને કહે છે, “જો યહૂદિયાનો રાજા, એટલે યહોયાકીમનો પુત્ર કોનિયા, મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ [હે કોનિયા,] હું ત્યાંથી તને ઉતારી મૂકત!


કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’


તમે પણ સત્યનું વચન એટલે તમારા તારણની સુવાર્તા સાંભળીને, અને તેમના પર વિશ્વાસ રાખીને, તેમનામાં વચનના પવિત્ર આત્માથી મુદ્રાંકિત થયા.


વળી ઉદ્ધારના દિવસને માટે તમને મુદ્રાંકિત કરનાર ઈશ્વરના પવિત્ર આત્માને તમે ખિન્‍ન ન કરો,


પણ ઈશ્વરે નાખેલો પાયો દઢ રહે છે. તેના પર આ મુદ્રાછાપ મારેલી છે, “જે પોતાનાં છે તેઓને પ્રભુ ઓળખે છે, ” અને આ પણ કે, જે કોઈ ખ્રિસ્તનું નામ લે છે તેણે પાપથી દૂર રહેવું.


વળી મેં બીજા એક દૂતને પૂર્વ દિશાથી ચઢતો જોયો, તેની પાસે જીવતા ઈશ્વરની મુદ્રા હતી. અને જે ચાર દૂતોને પૃથ્વી તથા સમુદ્રને ઉપદ્રવ કરવાની [સત્તા] આપવામાં આવી હતી, તેઓને તેણે મોટે અવાજે હાંક મારીને કહ્યું,


Lean sinn:

Sanasan


Sanasan