Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 27:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને પાંચ હાથ લાંબી તથા પાંચ હાથ પહોળી, એવી બાવળની વેદી બનાવ. વેદી સમચોરસ ને ત્રણ હાથ ઊંચી હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 “તારે બાવળના લાકડાની વેદી બનાવવી. તે વેદી ચોરસ હોય; તેની લંબાઈ ચાર મીટર, પહોળાઈ 2.2 મીટર અને ઊંચાઈ 1.3 મીટર હોય.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 વેદી બાવળના લાકડાની બનાવજે, તે ચોરસ હોય અને પાંચ હાથ લાંબી, પાંચ હાથ પહોળી અને ત્રણ હાથ ઊંચી હોય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 “વેદી બાવળના લાકડાની બનાવવી, જે ચોરસ હોય અને 5 હાથ લાંબી, 5 હાથ પહોળી અને 3 હાથ ઊંચી હોય.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 27:1
20 Iomraidhean Croise  

તે દિવસે ગાદે દાઉદ પાસે આવીને તેને કહ્યું, “જઈને અરાવ્નાહ યબૂસીની ખળીમાં યહોવાને માટે વેદી બાંધ.”


યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી, તેને મંદિરને મોખરેથી, એટલે પોતાની વેદી તથા યહોવાના મંદિરની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર બાજુએ મૂકી.


પણ હારુન તથા તેના પુત્રો દહનીયાર્પણની વેદી પર તથા ધૂપવેદી પર, પરમપવિત્રસ્થાનના સર્વ કામને માટે, તથા ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા માટે ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે, અર્પણ ચઢાવતા હતા.


વળી સુલેમાને પિત્તળની એક વેદી બનાવી. તેની લંબાઈ વીસ હાથ, પહોળાઈ વીસ હાથ તથા ઊંચાઈ દશ હાથ હતી.


તે સમયે યોસાદાકનો પુત્ર યેશૂઆ, તેના યાજક ભાઈઓ, શાલ્તીએલનો પુત્ર ઝરુબ્બાબેલ તથા તેના ભાઈઓએ ઊઠીને ઇઝરાયલના ઈશ્વરની વેદી બાંધી, જેથી ઈશ્વરભક્ત મૂસાના નિયમશાસ્ત્રમાં લખ્યા પ્રમાણે તે પર તેઓ દહનીયાર્પણ ચઢાવે.


અને મૂસાએ એક વેદી બંધાવી, ને તેનું નામ યહોવા-નિસ્સી પાડયું.


અને મૂસાએ યહોવાની સર્વ વાતો લખી, ને સવારે વહેલા ઊઠીને તેણે પર્વતની તળેટીમાં એક વેદી બાંધી તથા ઇઝરાયલનાં બાર કુળ પ્રમાણે બાર સ્તંભ ઊભા કર્યા.


તથા તેની સર્વ સામગ્રી સહિત યજ્ઞવેદી, તથા હોજ ને તેનું તળિયું,


અને યજ્ઞવેદી, તથા તેની પિત્તળની જાળી, તેના દાંડા, તથા તેનાં સર્વ પાત્રો, હોજ તથા તેનું તળિયું;


પિત્તળની જાળી, તેના દાંડા, તથા તેનાં સર્વ પાત્રો, હોજ તથા તેનું તળિયું;


અને તું યજ્ઞ વેદીનો તથા તેનાં સર્વ પાત્રોનો અભિષેક કરીને વેદીને પાવન કર, એટલે વેદી પરમપવિત્ર થશે.


અને યજ્ઞવેદીને તેણે મુલાકાતમંડપના માંડવાના દરવાજાની પાસે મૂકી, ને તેની ઉપર તેણે દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ ચઢાવ્યાં; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને તું યજ્ઞ વેદીને મુલાકાતમંડપના માંડવાના દરવાજાની સામે મૂક.


અને કોશ તથા મેજ તથા દીપવૃક્ષ તથા વેદીઓ, પવિત્રસ્થાનની સેવા કરવાની સામગ્રી તથા પડદો, તથા તેને લગતું સર્વ કામ તેઓના હવાલામાં રહે.


અને તેઓ વેદી પરથી રાખ કાઢી નાખીને તેના ઉપર જાંબુડા રંગનું કપડું પાથરે.


અને તેના ઉપર તેઓ તેને લગતું કામ કરવાની સર્વ સામગ્રી એટલે સગડીઓ, તથા ત્રિશૂળો, તથા પાવડા, તથા તપેલીઓ, એટલે વેદીનાં સર્વ પાત્રો મૂકે. અને તેના ઉપર તેઓ સીલના ચામડાનું આચ્છાદાન નાખે, ને તેના દાંડા તેમાં નાખે.


આપણી વેદી એવી છે કે મંડપની સેવા કરનારાઓને તે પરનું ખાવાનો અધિકાર નથી.


Lean sinn:

Sanasan


Sanasan