Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 26:31 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 વળી તું નીલ તથા જાબુંડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ. તેને નિપુણ વણકરની કારીગરીના કરુબોવાળો બનાવવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

31 “તારે વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રંગના રેસામાંથી અને ઝીણા કાંતેલા અળસી રેસામાંથી પડદો બનાવવો અને તેના પર કરુબોની આકૃતિઓનું ભરતકામ કરવું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માટે બનાવજે. એના ઉપર જરી વડે કલામય રીતે કરુબોની આકૃતિઓ ભરાવજે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

31 “તું ભૂરા, કિરમજી અને લાલ ઊનનો અને ઝીણા કાંતેલા શણાનો એક ખાસ પડદો તંબુમાં ભાગ પાડવા માંટે બનાવજે. એના ઉપર જરીની કલામય રીતે કરૂબ દેવદૂતોની આકૃતિઓ ભરાવજે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 26:31
30 Iomraidhean Croise  

તેણે નીલા, જાબુંડા, કિરમજી તથા ઝીણા શણનો પડદો બનાવ્યો, ને તેના ઉપર તેણે કરુબો પાડ્યા.


હે યરુશાલેમ, જો હું તને વીસરી જાઉં તો મારો જમણો હાથ [પોતાનું કર્તવ્ય] વીસરી જાય.


અને તું સોનાના બે કરૂબો બનાવ. તેઓ દયાસનના બે છેડા પર, ઘડતર કામના થાય.


અને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગો, ને શણ ને બકરાંના વાળ;


વળી તું દશ પડદાનો મંડપ બનાવ. ઝીણા કાંતેલા શણના, ને નીલ જાબુંડા તથા કિરમજી રંગના, નિપુણ વણકરની કારીગરીના કરૂબોવાળા પડદા બનાવ.


અને તું તેને સોનાથી મઢેલા બાવળના ચાર થાંભલા પર લટકાવ, તેઓના આંકડા સોનાના, ને તેઓની કૂંભીઓ રૂપાની હોય.


અને આંગણાના ઝાંપાને માટે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો બનેલો વીસ હાથ લાંબો બુટ્ટાદાર પડદો હોય. તેના થાંભલા ચાર, ને તેઓની કૂંભીઓ ચાર હોય.


મુલાકાતમંડપમાં કરારકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના દીકરાઓ સાંજથી તે સવાર સુધી યહોવા આગળ તેની વ્યવસ્થા કરે. ઇઝરાયલીઓને માટે પેઢી દરપેઢી તે સદાનો વિધિ થાય.


અને તું નિપુણ વણકરની કારીગરીનું ન્યાયકરણનું ઉરપત્ર બનાવ; તું તેને એફોદની બનાવટ પ્રમાણે બનાવ. સોનાનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા કાંતેલા શણનું તું તે બનાવ.


કોશ, તથા તેના દાંડા, દયાસન તથા ઓથાનો પડદો;


અને સર્વ બુદ્ધિમાન સ્‍ત્રીઓ પોતાને હાથે કાંતીને પોતાનું કાંતેલું, એટલે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ લાવી.


તેઓનાં હ્રદયોમાં તેણે જ્ઞાન ભર્યું છે કે તેઓ કોતરનારની, તથા નિપુણ કારીગરની, અને નીલ તથા જાંબુડા, કિરમજી તથા ઝીણા શણમાં ભરત ભરનારની, અને વણકરની સર્વ પ્રકારની કારીગરી એટલે હરકોઈ પ્રકારની કારીગરી કરનારની તથા નિપુણ કાર્યો યોજનારાઓની [કારીગરી] કરે.


અને નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનું તથા ઝીણું શણ તથા બકરાંના વાળ.


અને મૂસાએ નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગનો તથા ઝીણા કાંતેલા શણનો પડદો બનાવ્યો. નિપુણ કારીગરે કરૂબોવાળો તે બનાવ્યો.


અને તેણે તેને માટે બાવળના લાકડાના ચાર સ્તંભ બનાવ્યા, ને તેઓને સોનાથી મઢયા. તેઓને માટે રૂપાની ચાર કૂંભીઓ ઢાળી.


અને તેઓમાંનો પ્રત્યેક બુદ્ધિમાન માણસ જે તે કામ કરતો હતો તેણે નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના તથા ઝીણા કાંતેલા શણના તથા નિપુણ કારીગરની કારીગરીના કરૂબોવાળા દશ પડદાનો મંડપ બનાવ્યો.


અને તેની સાથે દાનના કુળના અહીસામાખનો દીકરો આહોલીઆબાબ હતો, તે નકશી કોતરનાર તથા બાહોશ કારીગર, તથા નીલ, તથા જાંબુંડા, તથા કિરમજી તથા ઝીણા શણનું ભરત ભરનાર હતો.


અને મૂસા કોશને મંડપમાં લાવ્યો, ને અંતરપટ લટકાવીને કરારકોશને ઓથો કર્યો; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


અને તેની અંદર કરારકોશ મૂક, ને કોશને પડદાનો ઓથો કર.


હે રાજકુમારી ચંપલોમાં તારા પગ કેવા સુંદર છે! તારી જાંઘોના વળાંક નિપુણ કારીગરે જડેલા જવાહિર જેવા છે.


અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થાર્પણનો જે બકરો તેને તે કાપે તે તેના રક્તનું પણ કરે, એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “તારા ભાઈ હારુનને કહે કે, તે પવિત્રસ્‍થાનમાં પડદાની અંદરની બાજુએ કોશ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય; કેમ કે હું દયાસન પર મેધમાં દર્શન આપીશ.


અને છાવણી ઊપડતી વખતે હારુન તથા તેના દિકરા અંદર જઈને ઓથાનો પડદો ઉતારે, ને તેને કરારકોશ ઉપર ઓઢાડે.


ત્યારે જુઓ, મંદિરનો પડદો ઉપરથી નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા, ને ધરતી કાંપી, ને ખડકો ફાટી ગયા,


[તે જ વખતે] મંદિરનો પડદો ઉપરથી તે નીચે સુધી ફાટીને તેના બે ભાગ થઈ ગયા.


વળી મંદિરનો પડદો વચમાંથી ફાટી ગયો.


કેમ કે તે આપણું સમાધાન છે, તેમણે બન્‍નેનું એક કર્યું, અને [આપણી] વચ્ચેની આડી ભીંત પાડી નાખી છે.


Lean sinn:

Sanasan


Sanasan