Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 25:37 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 વળી તેના તું સાત દીવા બનાવજે; અને તેની આગળ અજવાળું આપવા માટે તેઓ દીવા સળગાવે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

37 વળી, દીપવૃક્ષ માટે સાત દીવા બનાવવા અને દીપવૃક્ષની મોખરે પ્રકાશ પડે એ રીતે તેમને ગોઠવવા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 દીવી માટે સાત કોડિયાં બનાવવાં અને તે એવી રીતે ગોઠવવાં કે તેઓનો પ્રકાશ સામેની બાજુએ પડે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

37 દીવી માંટે સાત કોડિયાં બનાવવાં અને એવી રીતે ગોઠવવાં કે તેમનો પ્રકાશ સામેની બાજુએ પડે.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 25:37
28 Iomraidhean Croise  

તેઓ દર સવારે તથા સાંજે યહોવાની આગળ દહનીયાર્પણો તથા સુવાસિત ધૂપ બાળે છે. અર્પિત રોટલી પણ પવિત્ર મેજ પર [તેઓ ગોઠવે છે] , અને દરરોજ સાંજે સોનાના દીપવૃક્ષના દીવા પણ સળગાવે છે. અમે તો અમારા ઈશ્વર યહોવાની આજ્ઞાઓ પાળીએ છીએ; પણ તમે તેને તજી દીધા છે.


વિધિ પ્રમાણે પરમપવિત્રસ્થાનની આગળ સળગાવવા માટે દીપવૃક્ષો;


મારા પગોને માટે તમારું વચન દીવારૂપ છે; તે મારા માર્ગને માટે અજવાળારૂપ છે.


અને તેના ચીપિયા તથા તેની તબકડીઓ ચોખ્ખા સોનાનાં થાય.


મુલાકાતમંડપમાં કરારકોશ આગળના પડદાની બહારની બાજુએ હારુન તથા તેના દીકરાઓ સાંજથી તે સવાર સુધી યહોવા આગળ તેની વ્યવસ્થા કરે. ઇઝરાયલીઓને માટે પેઢી દરપેઢી તે સદાનો વિધિ થાય.


અને સાંજે જ્યારે હારુન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દરપેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય.


aએન તેણે તેના સાત દીવા, તથા તેના ચીપિયા તથા તેની તબકડીઓ ચોખ્ખા સોનાનાં બનાવ્યાં.


અને દીપવૃક્ષને તેણે મુલાકાતમંડપમાં મેજની સામે મંડપની દક્ષિણ બાજુએ મૂક્યું.


અને તેણે યહોવાની આગળ દીવા સળગાવ્યા; જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ.


કેમ કે આજ્ઞા દીપક છે, અને શિક્ષણ તથા તેની સાથે નસીહત એ જીવનનો માર્ગ છે;


‘શિક્ષણ તથા સાક્ષીની પાસે [જઈએ] !’ જ્યારે તેમને માટે સૂર્યોદય ખચીત થવાનો નથી, ત્યારે તેઓ એ પ્રમાણે બોલશે.


તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે.


અને તેઓ નીલ રંગનું કપડું લઈને રોશનીના દીપવૃક્ષ તથા તેના દીવા તથા ચીમટા, તથા તબકડીઓ તથા તેને લગતું કામ કરવાનાં સર્વ તેલપાત્રોને ઢાંકે.


જ્યારે તું દીવા સળગાવે ત્યારે સાત દીવા દીપવૃક્ષની આગળ પ્રકાશ પાડે.”


તમે જગતનું અજવાળું છો. પહાડ પર વસાવેલું નગર સંતાઈ રહી શકતું નથી.


જેથી અંધારામાં તથા મરણની છાયામાં જેઓ બેઠેલા છે તેઓને તે પ્રકાશ પમાડે. તથા આપણા પગને શાંતિના માર્ગમાં દોરી જાય.”


ખરું અજવાળું તે હતું કે, જે જગતમાં આવીને દરેક માણસને પ્રકાશ આપે છે.


“એ અત્તર ત્રણસો દીનારે વેચીને [તે પૈસા] ગરીબોને શા માટે આપવામાં આવ્યા નહિ?”


ઈસુએ ફરી તેઓને કહ્યું, “જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે, તે અંધકારમાં નહિ ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે.”


કે, તું તેઓની આંખો ઉઘાડે, અને તેઓને અંધારામાંથી અજવાળામાં, અને શેતાનની સત્તા નીચેથી ઈશ્વરની તરફ ફેરવે, જેથી તેઓ પાપની માફી તથા જેઓ મારા પરના વિશ્વાસથી પવિત્ર થયા છે, તેઓમાં વારસો પામે.


જે વાણી મારી સાથે બોલી તેને જોવાને હું પાછો ફર્યો. અને ફર્યો ત્યારે મેં સોનાની સાત દીવી જોઈ.


મારા જમણા હાથમાં જે સાત તારા તેં જોયા, અને સોનાની જે સાત દીવી છે, એમનો મર્મ તું લખ. સાત તારા તે સાત મંડળીઓના દૂત છે, અને સાત દીવી તો સાત મંડળીઓ છે.


આસિયામાંની સાત મંડળીઓ પ્રતિ લખનાર યોહાન: જે છે, જે હતો, ને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજયાસનની આગળ જે સાત આત્મા છે તેઓના તરફથી.


ફરીથી રાત પડશે નહિ! તેઓને દીવાના અથવા સૂર્યના પ્રકાશની જરૂર નથી, કેમ કે પ્રભુ પરમેશ્વર તેઓ પર પ્રકાશ પાડશે! અને તેઓ સદાસર્વકાળ રાજ કરશે.


રાજયાસનમાંથી વીજળીઓ, વાણીઓ તથા ગર્જનાઓ નીકળે છે, અને રાજયાસનની આગળ અગ્નિના સાત દીવા બળે છે તે ઈશ્વરના સાત આત્મા છે.


Lean sinn:

Sanasan


Sanasan