Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 પછી મૂસાએ રક્ત લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, “જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 પછી મોશેએ કટોરામાંથી રક્ત લઈને લોકો પર છાંટતાં કહ્યું, “આ રક્ત તો પ્રભુએ તમને આ સર્વ આજ્ઞાઓ આપીને તમારી સાથે કરેલા કરારની મહોરમુદ્રા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 પછી મૂસાએ વાસણમાંથી રક્ત લઈને લોકો પર છાંટ્યું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાણે યહોવાહે તમારી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ રક્ત છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 પછી મૂસાએ વાસણમાંથી લોહી લઈને લોકો પર છાટયું અને કહ્યું, “આ પુસ્તકમાં લખેલાં વચનો પ્રમાંણે યહોવાએ તમાંરી સાથે જે કરાર કર્યો છે, તેને પાકો કરનાર આ લોહી છે.”

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:8
23 Iomraidhean Croise  

અને ત્યાં મેં કોશને માટે જગા ઠરાવી છે કે, જે [કોશ] માં યહોવાનો કરાર છે, જે [કરાર] તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવતા સમયે કર્યો હતો.”


ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોશમાં મૂકી હતી, તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું.


પરંતુ તેઓએ પોતાને મુખે તેમની ખુશામત કરી, અને પોતાની જીભે તેમની આગળ જૂઠું બોલ્યા.


અને મૂસાએ અર્ધું રક્ત તેણે વેદી પર છાંટયું.


તેમ તે ઘણા દેશોને થથરાવી નાખશે, તેને લીધે રાજાઓ પોતાનાં મુખ બંધ રાખશે; કારણ કે અગાઉ તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે; અને અગાઉ જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


તારી પાસે થઈને જતા મેં તારા પર નજર નાખી ત્યારે, જો, તારી ઉંમર પ્રમ કરવા યોગ્ય ઉંમર હતી! અને મેં મારી ચાળ તારા પર પસારીને તારી નગ્નતા ઢાંકી દીધી. હા, પ્રભુ યહોવા કહે છે કે, મેં તારી અગળ સોગન ખાધા ને તારી સાથે કરાર કર્યો, ને તું મારી થઈ.


હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ, ને તમે શુદ્ધ થશો. તમારી સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ.


અને મૂસાએ અભિષેકના તેલમાંથી, તથા વેદી ઉપરના રક્તમાંથી લઈને હારુન પર, તથા તેનાં વસ્‍ત્રો પર, તથા તેના પુત્ર પર, તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્‍ત્રો પર છાંટયું, અને હારુનને તથા તેનાં વસ્‍ત્રોને, તથા તેના પુત્રોને તથા તેની સાથે તેના પુત્રોનાં વસ્‍ત્રોને પાવન કર્યાં.


જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તમારી સાથે કોલકરાર કરીને જે વચનો મેં કહ્યાં તે પ્રમાણે હું તમારી સાથે છું, ને મારો આત્મા તમારામાં રહે છે; તમે બીહો નહિ.


તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,] “તારી સાથે [કરેલા] કરારના રક્તને લીધે મેં તારા બંદીવાનોને પાણી વગરના ખાડામાંથી બહાર કાઢીને મોકલી દીધા છે.


કેમ કે [નવા] કરારનું એ મારું લોહી છે, જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવે છે.


તેમણે તેઓને કહ્યું, “કરારનું આ મારું રક્ત છે કે, જે ઘણાને લીધે વહેવડાવવામાં આવ્યું છે.


તે જ પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.


એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો, અને કહ્યું, “આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તેમ જેટલી વાર [એમાંનું] પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો.”


એમનામાં, એમના લોહીદ્વારા, તેમની કૃપાની સંપત પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે.


યહોવા આપણા ઈશ્વરે હોરેબમાં આપણી સાથે કરાર કર્યો.


તો જેણે ઈશ્વરના પુત્રને પગ નીચે છૂંદ્યા છે, ને કરારના જે રક્તથી પોતે પવિત્ર થયો હતો તેને અશુદ્ધ ગણ્યું છે, અને કૃપાના આત્માનું અપમાન કર્યું છે, તે કેટલી બધી સખત સજાને પાત્ર ગણાશે, તે વિષે તમે શું ધારો છો?


હવે શાંતિના ઈશ્વર, જેમણે ઘેટાંના મોટા રખેવાળ આપણા પ્રભુ ઈસુને સર્વકાળના કરારના રક્તથી મૂએલાંમાંથી પાછા ઉઠાડયા,


માટે તે દિવસે યહોશુઆએ લોકોની સાથે કરાર કર્યો, ને શખેમમાં તેઓને માટે વિધિ ને નિયમ ઠરાવ્યા.


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan