Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને મૂસાએ અર્ધું રક્ત તેણે વેદી પર છાંટયું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 મોશેએ અડધું રક્ત લઈને કટોરામાં ભર્યું, જ્યારે બાકીનું રક્ત વેદી ઉપર છાંટી દીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 અને મૂસાએ યજ્ઞનું અડધું રક્ત એક વાસણમાં રાખ્યું અને અડધું રક્ત તેણે વેદી પર છાંટ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 અને મૂસાએ યજ્ઞનું અડધું લોહી એક વાસણમાં રાખ્યું અને અડધું લોહી તેણે વેદી પર છાંટયું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:6
22 Iomraidhean Croise  

[યહોવા] ના વિધિઓનો તથા તેમના પિતૃઓની‍‍ સાથે યહોવાએ કરેલા કરારનો, તથા તેમણે તેમને આપેલા સાક્ષ્યોનો તેઓએ ત્યાગ કર્યો હતો. અને વ્યર્થતાની પાછળ ચાલીને તેઓ નકામાં થઈ ગયા, અને તેમની આસપાસ રહેનારી પ્રજાઓ જેમના વિષે યહોવાએ તેમને કહ્યું હતું, “તમારે તેમની જેમ કરવું નહિ, ” તેમનું અનુકરણ તેઓએ કર્યું.


તેમના યાજકોમાં મૂસાએ તથા હારુને, અને તેમના નામને અરજ કરનારામાં શમુએલે પણ, યહોવાને અરજ કરી, અને તેમણે ઉત્તર આપ્યો.


અને ગુફાની એક ઝૂડી લઈને તેને વાસણમાંનઅ રક્તમાં બોળીને ઓતરંગ પર તથા બન્‍ને બારસાખ પર તે વાસણમાંના રક્તમાંથી છાંટો; અને સવાર સુધી તમારામાંના કોઈએ ઘરના બારણાની બહાર જવું નહિ.


અને તેના રક્તમાંથી લઈને જે ઘરોમાં તેઓ તે ખાય તેમની બન્‍ને બારસાખો ઉપર તથા ઓતરંગ ઉપર તેઓ છાંટે.


પછી મૂસાએ રક્ત લીધું, ને લોકો પર છાંટીને કહ્યું, “જુઓ, તમારી સાથે યહોવાએ આ સર્વ વચનો સંબંધી જે કરાર કર્યો છે, તેનું રક્ત આ છે.”


અને તે ઘેટાને તું કાપ, ને તેનું રકત લઈને વેદીની ચારેગમ છાંટ.


પછી તું તે ઘેટાને કાપ, ને તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટોચ પર, તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તું તે રક્ત લગાડ, ને તે રકત વેદીની ચારેબાજુ છાંટ.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સમક્ષ કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તેનું રક્ત વેદી પર ચારે બાજુએ છાંટે.


અને તે વાછરડાને યહોવાની સમક્ષ તે કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, તે રક્તને રજૂ કરે, ને મુલાકાતમંડપના દ્વાર પાસેની વેદી પર ચારે બાજુએ તે રક્ત છાંટે.


અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપના દ્વાર પાસે તેને કાપે; અને યાજકો, એટલે હારુનના પુત્રો, વેદી પર ચારેબાજુ તેનું રક્ત છાંટે.


અને તે પોતના અપર્ણના માથા પર પોતાનો હાથ મૂકે, ને મુલાકાતમંડપની આગળ તેને કાપે; અને હારુનના પુત્રો તેનું રક્ત વેદી પર ચારે બાજુ છાંટે.


અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તે રક્તમાંથી યહોવાની સમક્ષ પવિત્રસ્થાનના પડદાની સામે સાત વાર છાંટે.


એ જ પ્રમાણે ભોજન કર્યા પછી તેમણે પ્યાલો લીધો, અને કહ્યું, “આ પ્યાલો મારા રક્તમાં નવો કરાર છે; તેમ જેટલી વાર [એમાંનું] પીઓ છો, તેટલી વાર મારી યાદગીરીને માટે તે કરો.”


અને તેમના વધસ્તંભના લોહીથી શાંતિ કરાવીને તેમની મારફતે તે પોતાની સાથે સર્વનું સમાધાન કરાવે, પછી તે પૃથ્વી પરનાં હોય કે આકાશમાંનાં હોય.


અને નવા કરારનાં મધ્યસ્થ ઈસુની પાસે, અને જે છંટકાવનું રક્ત હાબેલના કરતાં સારું બોલે છે તેની પાસે આવ્યા છો.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, તેના જેવો તે કરાર નહિ થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહિ, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહિ, એવું પ્રભુ કહે છે:


એ પ્રમાણે પહેલા કરારની પ્રતિષ્ઠા પણ રક્ત વિના થઈ નહોતી.


કેમ કે મૂસાએ નિયમશાસ્‍ત્ર પ્રમાણે દરેક આજ્ઞા સર્વ લોકોને કહી સંભળાવ્યા પછી પાણી, કિરમજી ઊન તથા ઝૂફાસહિત વાછરડાનું તથા બકરાનું રક્ત લીધું, ને તેને પુસ્તક પર તથા સર્વ લોકો પર પણ છાંટીને કહ્યું કે,


વળી તેણે તે જ રીતે મંડપ પર તથા સેવાનાં સર્વ પાત્રો પર પણ રક્ત છાંટયું હતું.


પણ ખ્રિસ્ત જે, નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી, તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે


પોન્તસ, ગલાતિયા, કાપાદોકિયા, આસિયા, અને બિથુનિયામાં વિખેરાયેલા પરદેશી તરીકે રહેનારા પ્રતિ લખનાર ઈસુ ખ્રિસ્તનો પ્રેરિત પિતર: તમારા પર પુષ્કળ કૃપા તથા શાંતિ થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan