Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




નિર્ગમન 24:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને ઈશ્વરે ઇઝરાયલી લોકોના વડીલો પર હાથ ઉપાડો નહિ, અને તેઓએ ઈશ્વરને જોયા, ને ખાધું તથા પીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઈશ્વરે ઇઝરાયલના આગેવાનોને કંઈ ઈજા કરી નહિ; તેમણે ઈશ્વરને જોયા અને પછી તેમણે સાથે ખાધુંપીધું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ઇઝરાયલના બધા આગેવાનોએ યહોવાહને જોયાં. પણ યહોવાહે તેઓનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ઇસ્રાએલના બધા આગેવાનોએ દેવનું આ દ્રશ્ય જોયું, પણ યહોવાએ તેમનો નાશ ન કર્યો. તેઓ બધાએ સાથે ખાધું અને પીધું.

Faic an caibideil Dèan lethbhreac




નિર્ગમન 24:11
24 Iomraidhean Croise  

અને યહોવા જે તેની સાથે વાત કરતો હતો, તેનું નામ તેણે એલ-રોઈ એવું પાડયું, કેમ કે તેણે કહ્યું, “જે મને જુએ છે તેના પર અહીં મારી દષ્ટિ પડી શું?”


કેમ કે ઇબ્રાહિમથી ખચીત મોટી તથા સમર્થ દેશજાતિ ઉત્પન્‍ન થશે, ને તેનાથી પૃથ્વીના સર્વ લોકો આશીર્વાદ પામશે.


ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા. અને તેઓએ રોટલી ખાધી, ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા.


માટે તેણે આહાબને માટે પત્ર લખ્યા, ને તે પર તેની મુદ્રાથી મુદ્રા કરી ને નાબોથના નગરમાં જે વડીલો તથા આગેવાનો તેની સાથે રહેતા હતા, તેમના પર તે પત્રો મોકલ્યા.


શતાધિપતિઓને, કુલીન પુરુષોને, લોકના અધિકારીઓને તથા દેશના સર્વ લોકોને સાથે લઈને તે યહોવાના મંદિરમાંથી રાજાને નીચે લઈ આવ્યો. તેઓ ઉપલે દરવાજે થઈને રાજાના મહેલમાં પાછા આવ્યા, ને રાજાને રાજ્યાસન પર બેસાડ્યો.


હું ક્યાં ગયો હતો કે, મેં શું કર્યુ હતું, તે અધિકારીઓના જાણ્યામાં આવ્યું નહિ. મે યહૂદીઓને, યાજકોને, અમીરોને, અધિકારીઓને કે બાકીના કામદારોને હજી કંઈ પણ કહ્યું ન હતું.


તમે આગળ પાછળ મને ઘેરી લીધો છે, અને તમારા હાથે મને ઝાલી રાખ્યો છે.


અને મૂસાના સસરા યિથ્રોએ ઈશ્વરને માટે દહનીયાર્પણ તથા યજ્ઞ કર્યાં; અને હારુન તથા ઇઝરાયલના સર્વ વડીલો ઈશ્વરની હજૂરમાં મૂસાના સસરાની સાથે રોટલી ખાવાને આવ્યા.


અને યહોવાએ મૂસાને કહ્યું, “નીચે ઊતરીને લોકોને મના કર, રખેને તેઓ હદ ઓળંગીને યહોવાને જોવા આવે, ને તેઓમાંના ઘણા નાશ પામે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “યહોવાની પાસે ઉપર આવ, તું તથા હારુન તથા નાદાબ તથા અબીહૂ તથા ઇઝરાયલના વડીલોમાંના સિત્તેર ઉપર આવો; અને દૂર રહીને ભજન કરો.


તારે રસ્તે ચાલ્યો જા, આનંદથી તારી રોટલી ખા, અને ખુશ દિલથી તારો દ્રાક્ષારસ પી; કેમ કે ઈશ્વર તારાં કામનો સ્વીકાર કરે છે.


તેઓના અમીરઉમરાઓ પોતાના ચાકરોને પાણી ભરવા મોકલે છે; તેઓ ટાંકા પાસે આવે છે, પણ ત્યાં તેઓને પાણી મળતું નથી; તેઓ પોતાનાં ખાલી વાસણ પાછાં લાવે છે; તેઓ લજવાઈને તથા શરમિંદા થઈને પોતાનાં માથાં ઢાંકે છે.


કેમ કે આ મારા મુરબ્બીનો દાસ આ મારા મુરબ્બીની સાથે કેમ વાત કરી શકે? કેમ કે મારામાંથી તો બળ છેક લોપ થયું છે, ને મારામાં દમ પણ રહ્યો નથી.”


હું તેની સાથે બોલીશ, અને ભેદભરેલી વાતો વડે નહિ. અને તે યહોવાનું સ્વરૂપ જોશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતાં કેમ બીધાં નહિ?”


જે કૂવો અધિપતિઓએ ખોદ્યો, જે [કૂવો] નિયમસ્થાપકની આજ્ઞાથી લોકના આગેવાનોએ પોતાની લાકડીઓથી ખોદ્યો, તેને [ગાયન કરો].’ અને અરણ્યથી તેઓ માત્તના [ગયા].


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


જેમ તેં ઈશ્વરની વાણી સાંભળી છે એમ અગ્નિ મધ્યેથી બોલતી સાંભળીને કદી કોઈ લોક જીવતા રહ્યા છે શું?


પછી માનોઆએ પોતાની પત્નીને કહ્યું, “આપણે ઈશ્વરને જોયા છે તેથી આપણે નિશ્વય મરી જઈશું.”


ત્યારે અમીરોમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા; યહોવા મારે માટે પરાક્રમીઓની વિરુદ્ધ ઊતરી આવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan